ગોનોરીયા એ જાતીય સંબંધથી ફેલાતી બિમારી છે. ગોનોરીયા નેસ્સેરીયા ગોનોરીયા નામના બેક્ટેરીયાના કારણે લાગતો હોય છે. જે મહિલા અને પુરૂષનાં હુંફાળા, ભીનાં પ્રજનન માર્ગમાં વૃદ્વી પામે છે અને મોટી સંખ્યામાં વધે છે. આવા બેક્ટેરીયમ મોં, ગળું, આંખો અને ગુદામાં પણ વૃદ્વી પામી શકે છે.
ગોનોરીયા લિંગ, યોનિ, મોં અથવા ગુદાના સંપર્કથી ફેલાય છે. સુવાવડ દરમિયાન આનો ચેપ લાગેલી માતા દ્વારા બાળકને પણ લાગી શકે છે.
જાતીય સંબંધ ધરાવતી કોઈપણ વ્યક્તિને ગોનોરીયાનો ચેપ લાગી શકે છે. કેટલાંક પુરૂષોને ગોનોરીયાનો ચેપ લાગ્યો હોવા છતાં તેમનામાં તેના કોઈ ચિહ્નો કે લક્ષણો જોવા મળતા નથી જ્યારે કેટલાંક પુરૂષોમાં ગોનોરીયા ચિહ્નો ને લક્ષણો ચેપ લાગ્યાના ૨ થી ૫ દિવસ પછી જોવા મળે છે. આવા ચિહ્નો ને લક્ષણો દેખાવામાં ૩0 દિવસનો પણ સમય લાગી શકે છે. આના ચિહ્નો અને લક્ષણોમાં પેશાબ કરતી વખતે બળતરા થવી અથવા લિંગમાંથી પીળો, સફેદ અથવા લીલો સ્ત્રાવ નીકળવો વિગેરે હોય છે. કેટલીક વાર ગોનોરીયા થયેલા પુરૂષોને બીજાશયોમાં ખુબ દુઃખાવો થાય છે. અથવા તે સુજી જાય છે. મહિલાઓના ગોનોરીયાના ચિહ્નો હળવા હોય છે. મહિલાઓમાં આ ચેપની શરૂઆતમાં પેશાબ કરતી વખતે બળતરા અથવા દુઃખાવો થવો, યોનિસ્ત્રાવમાં વધારો થવો અથવા બે માસિક વચ્ચેનાં સમયગાળા દરમિયાન યોનિમાંથી લોહી પડવું. જેવા ચિહ્નો અને લક્ષણો જોવા મળે છે.
ગોનોરીયાની ચેપગ્રસ્ત સગર્ભા મહિલા જ્યારે તેનું બાળક સુવાવડ દરમિયાન યોનિમાર્ગ (જન્મનાં માર્ગમાંથી) પસાર થાય છે. ત્યારે તેનો ચેપ બાળકને લગાડે છે. આના કારણે બાળકમાં આંધાળાપણું, સંયુક્ત ચેપ અથવા જીવન માટે પડકારરૂપ લોહીનો ચેપ લાગી શકે છે. જ્યારે સગર્ભા મહિલાને ગોનોરીયા હોવાનું તપાસમાં આવે ત્યારે બને તેટલી જલ્દી તેની સારવાર લેવાથી આવી જટિલતાઓને થતી રોકી શકા છે. સગર્ભા મહિલાઓએ જરૂરી તપાસ, પરીક્ષણ અને સારવાર માટે આરોગ્ય સંભાળ પ્રદાતાનો સંપર્ક સાધવો જોઈએ.
જાતીય સંબંધથી ફેલાતી બિમારીઓથી બચવા માટેનો ખાતરી પુર્વકનો માર્ગ એ છે કે જાતીય સંબંધથી દુર રહેવું અથવા પારસ્પરીક એખ પતિ-એક પત્ની વાળા સંબંધમાં એવા સાથી સાથે જાતીય સંબંધ રાખવો કે જેની તપાસમાં એવું આવ્યું હોય કે તેને કોઈ પણ જાતનો ચેપ લાગેલો નથી.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/25/2020