હા, મહિલાઓ કે જે સગર્ભા નથી. તેમની જેમ જ સગર્ભા મહિલાઓને પણ જાતીય સંબંધથી ફેલાતી બીમારીઓનો (એસ.ટી.ડી) નો ચેપ લાગી શકે છે.
જાતીય સંબંધથી ફેલાતી બીમારીઓનાં ઘણા બધા પરીણામો જે મહિલાઓ સગર્ભા નથી અને જેઓ સગર્ભા છે. તેઓમાં સરખા જ હોય છે. આવા એસ.ટી.ડી. થી ગર્ભાશયના મુખ અને અન્ય કેન્સર, કાયમી હેપટાઈટીસ, પેલ્વિક ઈનફ્લેમેટરી, વંધ્યત્વ અને અન્ય તકલીફો જટિલતાઓ થઈ શકે છે. મહિલાઓમાં થતા ઘણા એસ.ટી.ડી. છુપા એટલે કે કોઈપણ જાતના ચિહ્નો કે લક્ષણે વગરના હોય છે.
જાતિય સંબંધથી ફેલાતી બીમારીઓનો ચેપ લાગેલી સગર્ભાને સુવાવડનું દરદ વહેલું શરૂ થઈ જાય છે, ગર્ભાશયમાં બાલખની આશપાસની અંર્તત્વચા સમય કરતાં વહેલી ફાટે છે અને સુવાવડ બાદ ગર્ભાશયનો ચેપ લાગે છે.
સગર્ભા મહિલા દ્વારા ગર્ભમાના બાળકને સુવાવડ પહેલા, દરમિયાન કે બાળજન્મ પછી બળકને જાતીય સંબંધથી ફેલાતા રોગોનો ચેપ લાગી શકે છે. સિફીલીસ જેવા એસ.ટી.ડી. થેલીમાંથી પસાર થઈને ગર્ભમાનાં બાળકને ચેપ લગાડે છે. જ્યારે અન્ય એસ.ટી.ડી જેવા કે ગોનોરીયા, ક્લેમિડીઆ, હેપીટાઈટીસ – બી, અને જેનીટલ હર્પિસનો ચેપ સુવાવડ દરમિયાન જ્યારે બાળક યોનિમાર્ગમાંથી પસાર થતું હોય છે.ત્યારે તેને માતા તરફથી લાગે છે. એચ.આઈ.વી. સગર્ભાવસ્થા દરમિયાન થેલીમાંથી પસાર થાય છે અને બાળજન્મની પ્રક્રિયા દરમિયાન બાળકને ચેપ લગાડે છે. અન્ય એસ.ટી.ડી. ની જેમાં બાળકને એચ.આઈ.વી.નો ચેપ સ્તનપાન દ્વારા પણ લાગી શકે છે.
એસ.ટી.ડી થી બાળખો પર પડતી નુકસાનકારક અસરોનાં મૃત જન્મ (બાળક કે જે મરેલું જન્મે) જન્મ સમયે ઓછા વજનવાળું બાળક જન્મે (૫ પાઉન્ડ કરતા ઓછા વજનનું બાળક જન્મે) કન્જેક્ટીવાઈટીસ (આંખનો ચેપ), ન્યુમોનીયા, નીઓનેટલ સેપ્ટીસ (બાળકના લોહીનાં પ્રવાહમાં લાગતો ચેપ), ન્યુરોલોજીકલ ડેમેજ (જેવા કે દિમાગને નુકસાન અથવા શરીરનાં હલમચલનમાં સંકલનનો અભાવ), આંધળાપણું, બહેરાપણું, તીવ્ર હેપીટાઈટીસ, મેનેક્ઝાઈટીસ (મગજનો તાવ) કાયમી યકૃતના રોગો અને સીરોસીસનો સમાવેશ થાય છે.
જાતીય સંબંધોથી ફેલાતી બીમારીઓની સારવાર સુચવે છે કે, સગર્ભા મહિલાઓએ પ્રસુતિ પુર્વે ડોક્ટરી મુલાકાત સમયે નીચે બતાવેલા એસ.ટી.ડી.નું પરીક્ષણ કરાવી લેવું જોઈએ:
સગર્ભાવસ્થા દરમિયાન ક્લેમિડિઆ, ગોનોરીઆ, સિફીલીસ, ટ્રાયકોમોનસ અને બેક્ટેરીઅલ વેજનોસીસની સારવાર લઈ શકાય અને એન્ટીબાયોટીક્સ લઈ તેને નિવારી પણ શકાય છે. જેનીટલ હર્પિસ અને એચ.આઈ.વી. જેવા વાયરલ એસ.ટી.ડી ને મટાડી શકાય નહીં. પરંતુ એન્ટીવાયરલ દવાઓ આપીને તેનામાં રહેલા હર્પિસ અને એચ.આઈ.વી.નાં લક્ષણોને ઘટાડી શકાય છે. જે મહિલાઓને સુવાવડ સમયે તીવ્ર જેનીટલ હર્પિસ લેસન્સ તેને સગર્ભા સીઝેરીયન ઓપરેશન કરી નવજાત શિશુને આનો ચેપ લાગવાથી બચાવવું જોઈએ. એચ.આઈ.વી.નો ચેપ લાગેલી મહિલાઓ માટે સી-સેક્શન પણ એક વિકલ્પ છે. મહિલાઓ કે જેમનો હેપટાઈટીસ – બી માટેનો ચેસ્ટ નેગેટીવ આવ્યો હોય તેમણે સગર્ભાવસ્થા દરમિયાન હેપટાઈટીસ – બી ની રસી મુકાવવી જોઈએ.
જાતીય સંબંધથી ફેલાતી બીમારીઓથી બચવા માટેનો ખાતરીપૂર્વકનો માર્ગ એ છે કે, જાતીય સંબંધથી દુર રહેવું અથવા પારસ્પરીક એક પતિ – એક પત્નીવાળા સંબંધમાં એવા સાથી સાથે જાતીય સંબંધ રાખવો કે જેની તપાસ કરાવી જાણવામાં આવ્યું હોય કે તેને કોઈ જાતનો ચેપ લાગેલો નથી.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020