સામાન્ય રીતે પેલ્વિક ઈન્ફ્લેમેટરી ડીસીઝ (પી.આઈ.ડી) શબ્દ ગર્ભાશય, અંડનળી (ફેલોપિયન ટ્યુબ્સ કે જે સ્ત્રીનાં ઈંડાઓને અંડાશયોમાંથી ગર્ભાશયમાં લઈ આવે છે.) તથા અન્ય પ્રજનન અંગોમાં લાગતા ચેપ માટે વપરાય છે.
જ્યારે મહિલાઓની યોનિ અને ગર્ભાશયના મુખમાંથી બેક્ટેરીયા ઉપરની તરફ એટલે કે, પ્રજનન અંગો તરફ આગળ વધે છે. ત્યારે તેમને પ્રજનન માર્ગના ચેપ (પી.આઈ.ડી.) લાગુ પડે છે. પી.આઈ.ડી ઘણી જાતનાં જીવણું માંથી થાય છે. પરંતુ ગોનોરીયા અને ક્લેમિડીઆ આ બે ખુબ સામાન્ય બેક્ટેરિયાથી થતા એસ.ટી.ડી છે.
જાતીય સંબંધમાં સક્રિય મહિલાઓને તેમની પ્રજનનક્ષમ ઉંમરમાં આવી બિમારીઓનો ચેપ લાગવાનું ખુબ જોખમ રહેલું છે. જ્યારે તેમાંની ૨૫ વર્ષથી નાની ઉંમરની મહિલાઓને ૨૫ વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ કરતા પ્રજનન માર્ગના ચેપો લાગવાનો અને તેનો ફેલાવો થવાની શક્યતા વધારે છે. કારણ કે કિશોર અવસ્થાની છોકરીઓ અને નાની ઉંમરની મહિલાઓનું ગર્ભાશયનું મુખ એટલું પરિપક્વ હોતુ નથી. તેમને એસ.ટી.ડી. થવાની શક્યતા કે જે પી.આઈ.ડી. સાથે જોડાયેલું છે. તે વધતી જાય છે.
પ્રજનન માર્ગનાં ચેપો (પી.આઈ.ડી.) ના લક્ષણો કંઈ નહીં થી માંડીને ગંભીર જેવા જુદા-જુદા હોય છે. જ્યારે પી.આઈ.ડી ક્લાઈમેડીયાના ચેપના કારણે થયેલું હોય તો મહિલાને તેના હળવા લક્ષણો કે કોઈ લક્ષણો અનુભવાતા નથી. જ્યારે આનાથી તેના પ્રજનન અંગોને ગંભીર નુકશાન પહોંચે છે. જે મહિલાઓ પી.આઈ.ડી.ના લક્ષણો ધરાવતી હોય તેમને સામાન્ય રીતે પેઢુમાં દુઃખાવો રહે છે. અન્ય ચિહ્નો અને લક્ષણોમાં તાવ, અસામાન્ય યોનિસત્રાવનો સમાવેશ થાય છે. જેમંથી ગંદી વાસ આવે છે. જાતીય સંબંધ રાખતી પેશાબ જતી વખતે દુઃખાવો થાય છે અને માસીક સ્ત્રાવ અનિયમિત થઈ જાય છે.
જાતીય સબંધથી ફેલાતી બિમારીમાંથી બચવા માટેનો ખાતરી પુર્વકનો માર્ગ એ છે કે, જાતીય સંબંધથી દુર રહેવું અથવા પારસ્પરીક એક પતિ- પત્ની વાળા સંબંધમાં એવા સાથી સાથે જાતીય સંબંધ રાખવો કે જેની તપાસ કરાવી જાણવામાં આવ્યું હોય કે તેને કોઈજાતનો ચેપ લાગેલો નથી.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/1/2020