જેનીટલ હર્પીસ એ એક જાતીય સંબંધથી ફેલાતો રોગ છે. જે હર્પીસ સીમ્પ્લેક્સ વાયરસ પ્રકાર- ૧ (એચ.આસ.વી.- ૧) અને પ્રકાર- ૨ (એચ.એસ.વી.-૨) ના કારણે થાય છે.
સામાન્ય રીતે વ્યક્તિને એચ.એસ.વી.- ૨ નો ચેપ કોઈ જેનીટલ એચ.એસ.વી.નાં ચેપવાળી વ્યક્તિથી જાતીય સંબંધ દરમિયાન લાગે છે. આનો ચેપ એવા સાથી ચેપગ્રસ્ત સાથી દ્વારા લાગી શકે છે કે જેના પ્રજનન અંગો પર ક્યાંય ચાંદા દેખાતાં ન હોય તે /તેણીને આવો ચેપ લાગ્યાની જાણ પણ ન હોય.
મોટાભાગની એચ.એસ.વી.- ૨ ની ચેપગ્રસ્ત વ્યક્તિઓ પોતાને લાગેલ ચેપ બાબતે જાગૃત હોતા નથી. વાયરસનો ચેપ લાગ્યાના લગભગ અઠવાડીયાની અંદર તે પહેલીવાર ફાટી નીકળે છે અને થયેલા ચાંદા ૨-૪ અઠવાડીયામાં રુઝાઈ જાય છે. જ્યારે તેની નિશાનીઓ જરૂરથી પડી જાય છે. પ્રજનન અંગો અને ગુદા પર કે તેની આજુબાજુમાં એક અથવા તેથી વધારે ફોલ્લાઓ પડે છે. આવા ફોલ્લાઓ ફાટે છે. ત્યારે ત્યાં ચાંદાઓ પડી જાય છે. જ્યારે તે પહેલીવાર પડે છે. ત્યારે તે સારા થવામાં ૨-૪ અઠવાડીયા જેટલો સમય લે છે. સામાન્ય રીતે પહેલીવારના વાયરસના ચેપના ફાટી નીકળ્યાના અઠવાડીયાઓ અથવા મહિનાઓ બાદ ફરીથી તે ફાટી નીકળે છે. પરંતુ આ હંમેશા ઓછુ ગંભીર અને ઓછા સમયગાળાનો હોય છે. તેમ છતાં શરીરમાં આ ચેપ અનિશ્ચિત/અસ્પષ્ટ પણે રહે છે, વર્ષો પછી આવા વાયરસનો ચેપ ફાટી નીકળવાના કેસ ઘટતા જાય છે. અન્ય ચિહ્નો અને લક્ષણોમાં તાવ અને ફુલેલી ગ્રંથીઓ વિગેરે જેવા ફ્લુ જેવા લક્ષણો જોવા મળે છે.
હર્પિસને એકદમ સારા કરી દેવા માટેની કોઈ સારવાર નથી. પરંતુ વાયરસ વિરોધી દવાઓ લેવાથી દવા લેનાર વ્યક્તિનાં શરીરમાં ચેપ ફાટી નીકળવાની સંખ્યાને ઘટાડી શકે છે અને અટકાવી શકે છે. વધુમાં જોઈએ તો દરરોજ લક્ષણોવાળા હર્પિસને દબાવી દેવાની થેરાપીનો ઉપયોગ કરવાથી તે વ્યક્તિનાં સાથીને ચેપ લાગવાનું પ્રમાણ ઘટાડી શકાય છે.
જેનીટલ હર્પિસ સહિતની જાતીય સંબંધથી ફેલાતી બીમારીઓથી બચવા માટેનો ખાતરીપૂર્વકનો માર્ગ એ છે કે જાતીય સંબંધથી દુર રહેવું અથવા પારસ્પરીક એક પતિ- પત્નીવાળા સંબંધોમાં એવા સાથી સાથે જાતીય સંબંધ રાખવો કે જેને તપાસી જાણવામાં આવ્યું કે તેને કોઈ જાતનો ચેપ લાગેલો નથી.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020