એક અભ્યાસ મુજબ (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે હાથ ધરેલા) ભારતમાં અંદાજે 13.5 કરોડ લોકો સામાન્ય મેદસ્વી (બીએમઆઇ મુજબ પરિભાષિત) અને 15.3 કરોડ લોકો પેટના વધેલા ઘેરાવાને લીધે મેદસ્વીપણું (કમરનાં ઘેરાવા મુજબ) મેદસ્વી છે.
આ અભ્યાસ શહેરી વિસ્તારોની સાથે દેશનાં ગ્રામીણ વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં મેદસ્વી લોકો હોવાનું દર્શાવે છે. મેદસ્વીપણાની વ્યાખ્યા શરીર પર જામી ગયેલી અસાધારણ કે વધારાની ચરબી તરીકે થાય છે, જે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. મેદસ્વીપણાનું મૂળભૂત કારણ કેલેરીનાં ઉપભોગ અને ખર્ચ થયેલી કેલેરી વચ્ચે ઊર્જાનું સંતુલન છે. સામાન્ય રીતે પુખ્તોમાં મેદસ્વીપણાને વર્ગીકૃત કરવા બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ) અને કમરનો ઘેરાવાનો ઉપયોગ થાય છે. બીએમઆઇ એટલે કિલોગ્રામમાં વ્યક્તિનાં વજનનો મીટરમાં ઊંચાઈનાં વર્ગનો ભાગાકાર વડે (કિલોગ્રામ/મીટર2). ભારતમાં વધારે પડતું
વજન અને મેદસ્વી વ્યક્તિ માટે બીએમઆઇ કટ-ઓફ અનુક્રમે 23-25 કિલોગ્રામ/મીટર2 અને >25 કિલોગ્રામ/મીટર2 છે. ઉપરાંત કમરનાં ઘેરાવા પુરુષો માટે ≥90 સેમી અને મહિલાઓ માટે ≥80 સેમી હોય તો એને પેટનું મેદસ્વીપણું ગણવામાં આવે છે.
T2DMનું સ્વતંત્ર જોખમી પરિબળ બાળપણમાં મેદસ્વીપણું છે. શું આ સાચું છે? કેવી રીતે? હા, આ સાચુ છે. સાધારણ બીએમઆઇ ધરાવતાં બાળકોની સરખામણીમાં મેદસ્વી બાળકોમાં T2DM વિકસવાનું જોખમ 2થી 4 ગણું વધારે છે. મેદસ્વી બાળકો સબક્લિનિકલ ઇન્ફ્લેમેશન જેવી ડાયાબિટીસની શરૂઆત, ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ (ઇન્સ્યુલિન પ્રત્યે રિસ્પોન્સમાં ઘટાડો) અને મેટાબોલિક સિન્ડ્રોમ જેવી અસાધારણતા વિકસવાનું ઊંચું જોખમ ધરાવે છે. 14થી 19 વર્ષનાં કિશોર વયનાં બાળકો વચ્ચે હાથ ધરાયેલા અભ્યાસ મજુબ, ભારતમાં 64 ટકા કિશોર મેદસ્વી બાળકો ઝડપથી હાયપર ઇન્સ્યુલિએમિયા (લોહીમાં ઇન્સ્યુલિનનું ઊંચું સ્તર), ઇન્સ્યુલિન પ્રતિકારનું સરોગેટ માર્કર ધરાવતાં હતાં. શરીરનું સામાન્ય વજન ધરાવતાં બાળકોની સરખામણીમાં કિશોર મેદસ્વી બાળકોમાં મેટાબોલિક સિન્ડ્રોમનું પ્રમાણ 9થી 10 ગણું વધારે હોય છે. ઝડપથી થઈ રહેલાં વસ્તીવિષયક અને સામાજિક, આર્થિક પરિવર્તન સાથે ભારત બાળકોમાં મેદસ્વીપણાંનું કેન્દ્ર બની ગયું છે, ખાસ કરીને શહેરી વિસ્તારોના બાળકોમાં વહેલાસર ઇન્સ્યુલિનનાં પ્રતિકારનું વહેલાસર નિદાન મેટાબોલિક સિન્ડ્રોમ અને ડાયાબિટીસનું નિવારણ કરવા માટે આવશ્યક છે.કમરના ઘેરાવાના વધારા ને સેન્ટ્રલ ઓબેસિટી કહેવાય છે. સેન્ટ્રલ ઓબેસિટી ઇન્સ્યુલિનને અવરોધે છે (ઇન્સ્યુલિન પ્રત્યેનાં પ્રતિસાદમાં ઘટાડો થાય છે), જે ટાઇપ-2 ડાયાબિટીસ અંતર્ગત મુખ્ય પેથોલોજી છે. અભ્યાસો સૂચવે છે કે, પેટની ચરબી ‘પ્રો-ઇન્ફ્લેમ્મેટરી’ કેમિકલ્સ છોડતાં ચરબીનાં કોષો માટે જવાબદાર હોય છે, જે શરીરને ઇન્સ્યુલિન રિસ્પોન્સિવ કોષની કામગીરીમાં વિક્ષેપ ઊભો કરીને ઇન્સ્યુલિન પ્રત્યે શરીરને ઓછું સંવેદનશીલ બનાવી શકે છે તેમજ ઇન્સ્યુલિન સામે શરીરની રિસ્પોન્સ આપવાની ક્ષમતા ઘટાડી શકે છે.ટાઇપ 2 ડાયાબિટીસસાથે લગભગ 90 ટકા લોકો મેદસ્વી કે વધારે વજન ધરાવે છે. ડાયાબિટીસનાં દર્દીઓમાં ઝડપી વધારા માટે મોટા ભાગે વધતું મેદસ્વીપણું જવાબદાર છે.
ડાયાબિટીસ અને મેદસ્વીપણા સાથે અન્ય કોઈ જટિલતાઓ સંકળાયેલી છે? એને કેવી રીતે નિવારી શકાય?
ડાયાબિટીસ ઉપરાંત મેદસ્વીપણું અન્ય ઘણી બીમારીઓ સાથે સંકળાયેલી છે, જેમાં હાયપરટેન્શન (હાઇ બીપી), ડિસલીપીડીમિયા (કોલેસ્ટેરોલનું અસાધારણ સ્તર), હાયપરયુરિસેમિયા (બ્લડમાં યુરિક એસિટનાં સ્તરમાં વધારો), ફેટી લીવર, મહિલાઓમાં પોલીસિસ્ટિક ઓવરેયિન સિન્ડ્રોમ અને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નોઇયા સામેલ છે. મેદસ્વીપણું અને ડાયાબિટીસની મુખ્ય જટિલતાઓ કાર્ડિયોવાસ્ક્યુલર (હૃદયરોગનો હુમલો) અને સેરેબ્રોવાસ્ક્યુલર રોગ (સ્ટ્રોક) છે. હૃદયરોગનો હુમલો ડાયાબિટીસનાં દર્દીઓમાં મૃત્યુનું સૌથી મોટું કારણ છે. ડાયાબિટીસની અન્ય જટિલતાઓમાં કિડની ફેઇલ્યોર, રેટિનોપેથી (આંખનાં રેટિનાને થતું નુકસાન) અને ન્યૂરોપેથી (ચેતાતંતુઓને થતું નુકસાન) સામેલ છે. ભારતમાં પગ કાપવા માટે બીજું સૌથી સામાન્ય કારણ પણ ડાયાબિટીસ છે. આ તમામ જટિલતાઓ માટે ‘સારવાર કરતાં નિવારણ આશીર્વાદરૂપ છે’ એ વિધાન સાચું ઠરે છે. નિવારણ માટે વહેલા સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે કે ડાયટ સાથે ગ્લાઇસેમિકનું સારું નિયંત્રણ, જીવનશૈલીનાં ફેરફારો અને દવાઓ છે. અન્ય મહત્ત્વપૂર્ણ પગલાંઓમાં બ્લડ પ્રેસર, કોલેસ્ટેરોલનું સારું નિયંત્રણ અને વજનમાં ઘટાડો સામેલ છે. આ તમામ જટિલતાઓ પ્રારંભિક તબક્કામાં કોઈ પણ શારીરિક ચિહ્નો સાથ સંકળાયેલી નથી, ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત સમયાંતરે ચકાસણી મહત્ત્વપૂર્ણ છે.
જો વ્યક્તિ ડાયાબેટિક મેદસ્વી હોય, તો તેમણે જીવનશૈલી સાથે સંબંધિત કેવાં પગલાં લેવાં જોઈએ?
મેદસ્વીપણાનાં ડાયાબેટિક માટે જીવનશૈલીનાં પગલાંમાં ડાયેટરી પગલાં અને શારીરિક પ્રવૃત્તિ સામેલ છે. આ પગલાનો મુખ્ય લક્ષ્યાંક વજન ઘટાડવાનો છે. મેદસ્વી ડાયાબેટિક દર્દીઓને તેમનાં શરીરનું ઓછામાં ઓછું 5 ટકા વજન ઘટાડવાની સલાહ આપવામાં આવે છે. ડાયાબેટિક દર્દીઓ માટે સંપૂર્ણ ખાદ્ય પદાર્થોને બદલે રિફાઇન કાર્બોહાઇડ્રેટ લેવાની તથા શાકભાજી, ફળફળાદી અને પાચક રેષા ધરાવતાં અન્ય ખાદ્ય પદાર્થોનું વધારે સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ભોજનમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ ઘટાડવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. દિવસમાં બે વાર ભરપેટ ભોજન (લંચ અને ડિનર) લેવાને બદલે અન્ય મહત્ત્વપૂર્ણ ફેરફાર આખા દિવસની કેલેરીનાં સેવનને 4થી 5 નાનાં-નાનાં ભોજનમાં વહેંચવું પડશે. એનાથી કોઈ પણ ભોજનમાં બ્લડ ગ્લુકોઝનાં સ્તરમાં એકાએક વધારો અટકશે તથા વધારે પડતાં ભૂખ્યાં રહેવાનું ટાળો એટલે વજનમાં વધારો નહીં થાય. મેદસ્વી ડાયાબેટિક દર્દીઓ માટે દર અઠવાડિયે 150 મિનિટની મધ્યમ ફિઝિકલ એક્ટિવિટીની ભલામણ કરો (જેમ કે ઝડપથી ચાલવું, સાઇકલિંગ, હાઇકિંગ) અથવા 75 મિનિટ તીવ્ર કસરત (જેમ કે, જોગિંગ, સ્વિમિંગ, સ્કિપિંગ) કરો. ઉપરાંત અઠવાડિયામાં 2થી 3 સેશનમાં(વેઇટ લિફ્ટિંગ/મશીન એક્સરસાઇઝ) પ્રતિકારક કસરતનો સમાવેશ કરો. બ્લડ ગ્લુકોઝનાં લાભ માટે દરરોજ 30 મિનિટ પછી બેઠકમાં વિક્ષેપ પાડવો જોઈએ. કોઈ પણ પ્રકારની કસરતની શરૂઆત કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી. શરીરનું વજન અને બ્લડ ગ્લુકોઝનાં સ્તર પર લાભ મેળવવા જીવનશૈલી સાથે સંબંધિત તમામ પરિવર્તનોનેને સ્વીકારવા પડશે.
ડૉ.રમેશ ગોયલ (કન્સલ્ટન્ટ ડાયાબિટોલોજિસ્ટ &એન્ડોક્રાઈનોલોજિસ્ટ), નવગુજરાત હેલ્થ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020