ભારત મા અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબીટીસ ની બીમારી થી પીડાય રહ્યા છે, સર્વે ના કહેવા પ્રમાણે દર 2 મિનિટે 1 વ્યક્તિ આ બીમારીને કારણે મૃત્યુ પામે છે.
ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. લોહીમા ખાંડનું સ્તર વધવા લાગે છે, અને વ્યક્તિની ધીમી ગતિએ પીડવાની પ્રક્રિયા થાય છે. આ રોગ લાંબા ટાઇમે એક મોટું રૂપ ધારણ કરી લે છે, જે વ્યક્તિ ના મૃત્યુ નું કારણ બની શકે છે.
જ્યાં સુધી તમે ડાયાબીટીસ થવા ના કારણો ને નહિ સમજો ત્યા સુધી તેનો ઈલાજ કરવો મુશ્કેલ બની જાય છે. જયારે લોહી મા ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)નું પ્રમાણ વધી જાય છે ત્યારે લોહી મા રહેલું આ કોલેસ્ટ્રોલ કોશિકાઓ ની આસપાસ જમા થવા લાગે છે! જેથી લોહીમાં રહેલા ઇન્સુલીન કોશિકાઓ સુધી નથી પહોચી શકતું (જેથી ગ્લુકોઝ ને ગ્રહણ કરવા માટે રીસેપ્ટર ની સંખ્યા ઓછી થઇ શકે છે).
આથી તે ઇન્સુલીન શરીર મા ક્યાય કામ નથી આવતું, એટલે જયારે તે વ્યક્તિ સુગર ચેક કરાવે ત્યારે સુગર લેવલ ઊંચું આવે છે કારણ કે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL VLDL) કોશિકાઓ આસપાસ જમા થયેલો હોવાથી તે ગ્લુકોઝ શોષણ નથી કરી શકતી. અને જે બહાર થી ઇન્સુલીન આપવામાં આવે છે તે નવું હોવાથી કોશિકાઓ સુધી પહોચી જાય છે.
રાજીવ ભાઈની સલાહ એ છે કે તમારે ઇન્સ્યુલિન પર પણ આધારિત ન રહેવું જોઈએ! કારણ કે આ ઇન્સ્યુલિન ડાયાબિટીસ કરતાં વધુ ખરાબ છે, તેની ઘણી આડઅસરો પણ છે !! તેથી આ આયુર્વેદિક દવા નોંધી લો અને ચોક્કસપણે ઉપયોગ કરો !!
નીચે આપેલા ઉપાય માંથી કોઈ એક ઉપાય અજમાવી શકો છો.
ઉપાય-1
સામગ્રી:
પ્રમાણ:
મેથી દાણા : 100 ગ્રામ
તમાલપત્ર : 100 ગ્રામ
જાંબુના ઠળિયા:150 ગ્રામ
બીલીપત્ર ના પાન: 250 ગ્રામ
પાઉડર બનાવવાની રીત:
ઉપર દર્શાવેલ તમામ સામગ્રી આપેલા પ્રમાણ અનુસાર લઇ, બધાને અલગ અલગ તડકામાં સૂકવીને પાઉડર બનાવી બધા પાઉડર ને બરાબર મિક્ષ કરવા.
પાઉડર ક્યારે અને કેવી રીતે લેવો?
આ પાઉડર ને દરરોજ સવાર-સાંજ એકથી દોઢ ચમચી ખાલી પેટે જમવાના એક કલાક પહેલા ગરમ પાણી સાથે લેવો.સવારે પેટ સાફ કર્યા પછી લેવો, આ ઉપાય 2-3 મહિના ચાલુ રાખવો.
ઉપાય: 2
હવે વાત કરીએ ત્રિફલા ચૂર્ણની, બજાર મા ત્રિફલા ચૂર્ણ મોટા ભાગ ના મેડીકલ સ્ટોર અથવા આયુર્વેદ સ્ટોર પર મળી જાય છે. આ ત્રિફળાચૂર્ણ ને રાત્રે એકથી દોઢ ચમચી ગરમ દૂધ સાથે લેવું.
સાવચેતીઓ: ખાંડ નો ઉપયોગ બને એટલો ઓછો કરવો, ખાંડ ની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો. ફાળો, શાકભાજીઓં કે જેમા ફાઈબર નું પ્રમાણ વધારે અને ફેટ નું પ્રમાણ ઓછું હોય છે તેવો ખોરાક વધારે લેવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને આ આર્ટીકલ ગમ્યું હશે,
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ એવું જરૂરી જ્ઞાન પેજ લાઇક કરો અનેતમારા દરેક મિત્રો સાથે શેર કરો. આભાર…
સ્ત્રોત :જરૂરીજ્ઞાન. કોમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/2/2020