ડાયાબિટીસ અને પગની સમસ્યા:
પગની સમસ્યા ડાયાબિટીસ ધરાવતા લોકોમાં સામાન્ય હોય છે. તમે ડાયાબીટીસના કારણે તમારા પગની આંગળીઓ, પંજા કે પગ ગુમાવવાનો ડર અનુભવતા હશો કે એવી કોઈ વ્યક્તિને જાણતા હશો પણ તમે ડાયાબિટીસ સંબંધિત પગની સમસ્યાઓની શક્યતા દરરોજ તમારા પગની કાળજી લઈને ઘટાડી શકો છે. તમારા બ્લડ ગ્લુકોઝના સ્તરને કે જેને બ્લડ સુગર પણ કહે છે તેને નિયંત્રિત કરીને તમે તમારા પગને સ્વસ્થ રાખી શકો છો.
ડાયાબિટીસ કઈ રીતે તમારા પગને અસર કરી શકે છે?
સમયની સાથે ડાયાબિટીસના કારણે જ્ઞાનતંતુને હાનિ પહોંચે છે જેને ડાયાબિટીક ન્યુરોપેથી પણ કહે છે કે જેના કારણે પગમાં ઝણઝણાટી કે દુઃખાવો થાય છે અને તેના કારણે તમારા પગમાં સંવેદનાનો અભાવ લાગે છે. જ્યારે તમે તમારા પગમાં સંવેદના ગુમાવો છો, ત્યારે તમે તમારા મોજાંમાં કાંકરી છે કે પગમાં ફોડકી છે તેનાથી અજાણ હો છો. જેના કારણે પગમાં છાલા કે ચીરા પડી શકે છે. આ કાપા કે છાલાંમાં ચેપ લાગી શકે છે.
ડાયાબિટીસના કારણે તમારા પગમાં લોહીના પુરવઠો પણ ઘટે છે. તમારા પગમાં પૂરતું લોહી પહોંચતું ન હોવાથી પગમાં કોઈ ઘાવ થાય કે ચેપ લાગે તો તે મટી શકતો નથી. આ ચેપથી ગેંગરીન થઈ શકે છે.
ગેંગરીન અને પગના ચાંદા કે જે સારવાર પછી મટે નહીં ત્યારે તમારા પગની આંગળી, પંજામાં કે તમારા પગના કોઈ ભાગમાં એમ્પ્યુટેશન(શરીરના તે ભાગને કાપી નાખવો)ની જરૂર પડે છે. સર્જન શરીરના બાકીના ભાગમાં ખરાબ ચેપ ન ફેલાય એ માટે એમ્પ્યુટેશન કરી શકે છે અને તમારૂં જીવન બચાવે છે. સારી રીતે પગની સંભાળ ગંભીર ચેપ અને ગેંગરીનને રોકવા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
ડાયાબિટીસના કારણે જ્ઞાનતંતુને નુકસાન થાય ત્યારે તમારા પગનો આકાર બદલાય છે જેમકે ચારકોટ્સ ફૂટ. ચારકોટ્સ ફૂટની શરૂઆતમાં લાલાશ, ગરમાવો લાગવો અને સોજો આવે છે. તેના પછી તમારા પગ અને આંગળીના હાડકાં ખસે છે અથવા તૂટે છે. જેના કારણે પગનો આકાર વિચિત્ર જેમકે “રોકર બોટમ” જેવો થાય છે.
તમારા પગની કાળજી રાખવા માટેની સલાહ:
- દરરોજ તમારા પગ તપાસો.
- તમારા પગ દરરોજ ધૂઓ.
- તમારા પગની આંગળીના નખ સીધા કાપો.
- હંમેશા મોજાં અને શૂઝ પહેરો.
- તમારા પગને ઠંડી અને ગરમીથી બચાવો.
- તમારા પગને લોહીનો પુરવઠો મળે એ જૂઓ.
- દરેક હેલ્થ કેર વિઝિટ વખતે પગની તપાસ કરાવો.
- તમારા પગ દરરોજ તપાસો.
- તમને પગની સમસ્યા હોઈ શકે છે પણ તમારા પગમાં પીડા થતી નથી હોતી. તમારા પગને દરરોજ તપાસો જેનાથી સમસ્યા વધુ વકરે એ પહેલા તમને તેની જાણ થઈ શકશે. યાદ રાખવાનો સારો રસ્તોએ છે કે તમારા પગ દરરોજ સાંજે તમે શૂઝ કાઢો ત્યારે તપાસો. તમારા પગની આંગળીઓનાં વચ્ચેના ભાગને પણ તપાસો. જો તમને વાંકા વળીને પગ જોઈ શકવાની તકલીફ હોય તો તમે અન્ય કોઈને તમારા પગને તપાસવા કહી શકો છો.
નીચેની સમસ્યાઓ અંગે ચકાસતા રહો:
- કાપા, છાલાં કે લાલ ચકામા.
- સોજો કે પ્રવાહીયુક્ત ફોલ્લા
- અંદરની બાજુએ વધતા નખ કે તેની ધાર તમારી ચામડીની અંદર વિકસી રહી હોય છે.
- કોર્ન્સ કે કેલ્યુસીસ કે જે ખૂબ ઘસવાના કારણે કે પગ પર દબાણ આવવાના કારણે કઠોર બનતી ચામડીનો ભાગ છે.
- ફોલ્લા, કાપા કે છાલાંને પાટો બાંધીને ઢાંકો. કોર્ન્સ અને કેલસીસ નીચે દર્શાવેલ પ્રમાણે સ્મુધ કરો.
તમારા પગ દરરોજ ધૂઓ:
તમારા પગ સાબુ સાથે હુંફાળા, ગરમ નહીં એવા પાણીથી ધૂઓ. પાણી વધુ ગરમ ન હોય તે તપાસો. તમે થર્મોમીટરનો ઉપયોગ (90 ડિગ્રી થી 95 ડિગ્રી ફેરનહીટ સુરક્ષિત છે) કરી શકો છો અથવા પાણી કેટલું ગરમ છે તે જાણવા માટે કોણીનો ઉપયોગ કરી શકો છો. તમારા પગ ધોયા પછી અને સૂકવ્યા પછી તમારી આંગળીઓની વચ્ચે ટેલકમ પાઉડર લગાવો. પગની આંગળીઓની વચ્ચેના ભાગમાં ભેજ રહેતો હોય છે. પાઉડરના કારણે ત્યાંની ત્વચા સૂકી રહે છે અને ચેપને રોકે છે.
કોર્ન્સ કે કેલ્યુસીસને હળવેથી સ્મુધ કરો:
ત્વચાના જાડા ભાગને કોર્ન્સ કે કેલસીસ કહે છે જે પગમાં થઈ શકે છે. જો તમને કોર્ન્સ કે કેલસીસ છે તો તમારા પગની સંભાળ લેતા ડોક્ટરની સલાહ લો કે જેઓ તમને આ પગની સમસ્યાની સારવારનો ઉત્તમ માર્ગ બતાવે. જો તમને જ્ઞાનતંતુમાં નુકસાન થયું છે તો આ ભાગ માં ચાંદા પડે છે.
આટલું ન કરશો:
- કોર્ન્સ અને કેલસીસ ને કાપવુ.
- પ્વાહી કોર્ન અને કેલસીસ રિમૂવર્સનો ઉપયોગ.
- કાપવાથી અને દુકાનોમાં મળતા કોર્ન રિમૂવલ ઉત્પાદનોથી તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે અને તેના કારણે ચેપ થઈ શકે છે.
તમારી ત્વચાને સ્મૂધ અને નરમ રાખવા માટે લોશન, ક્રીમ કે પેટ્રોલિયમ જેલીનો પાતળો થર તમારા પગની ઉપર અને તળીયામાં લગાવો. ક્રીમ કે લોશન તમારા પગની આંગળીઓ વચ્ચે ન લગાવો કેમકે ત્યાં ભેજ રહેતો હોવાથી ચેપ લાગી શકે છે.
તમારા પગના નખ જરૂર પડે ત્યારે પગ ધોયા પછી અને સૂકાઈ ગયા પછી કાપો. નખ કાપવાના ક્લીપર્સના ઉપયોગથી તમારા પગના નખ સીધા કાપો. તમારા પગના નખના ખૂણા ન કાપો. આ રીતે ટ્રિમ કરવાથી તમારી ત્વચામાં કાપાની શક્યતા ઘટે છે અને તમારી ત્વચાની અંદર નખ વિકસતા અટકાવી શકાય છે.
હંમેશા શૂઝ અને મોજાં પહેરો. માત્ર મોજાં પહેરીને કે ખુલ્લા પગે ન ચાલો – તમે ઘરમાં હો ત્યારે પણ તમારો પગ કોઈ ચીજ પર પડી શકે છે અને પગને ઈજા થઈ શકે છે. તમને કોઈ પીડા ન થાય એવું શક્ય છે અને તમે ખુદને ઈજા પહોંચાડી છે તેની તમને જાણ પણ નહીં હોય.તમારા શૂઝની અંદર કંઈ નથીને તે પહેરતા પહેલા ચકાસો અને સુનિશ્ચિત કરો કે લાઈનીંગ સ્મૂધ હોય અને તેમાં કાંકરી કે અન્ય કોઈ ચીજ ન હોય.
સુનિશ્ચિત કરો કે જ્યારે શૂઝ પહેરતી વખતે મોજાં, સ્ટોકિંગ્સ કે નાઈલોન્સ પહેરેલા હોય કે જેથી ફોલ્લા કે છાલાં પડતા અટકાવી શકાય. સ્વચ્છ, હળવા પેડેડ મોજાં પહેરો કે જે બરાબર ફિટ રહેતા હોય. જે મોજાંમાં સિલાઈ કે સાંધા ન હોય તે સૌથી ઉત્તમ છે.
એવા શૂઝ પહેરો કે જે બરાબર ફિટ હોય અને તમારા પગનું રક્ષણ કરે એવા હોય. અહીં યોગ્ય શૂઝ લેવા માટેની કેટલીક સલાહ આપી છે.
જ્યારે શૂઝ ખરીદો ત્યારે એ સુનિશ્ચિત કરો કે તે સારા હોય અને તમારા પગની આંગળીઓ માટે યોગ્ય જગ્યા રહેતી હોય. દિવસના અંતે, સાંજે શૂઝ ખરીદો, જ્યારે તમારા પગના પંજા મોટા થયા હોય છે, તેથી તમે યોગ્ય માપના શૂઝ મેળવી શકશો.
જો તમને બુનિયન કે હેમરટોઝ છે કે જેમાં પગની આંગળીઓ તમારા પગ તરફ વળેલી હોય ત્યારે તમારે વધુ પહોળા કે વધુ ઊંડા શૂઝની જરૂર પડે છે. પોઈન્ટેડ આંગળીઓ કે હાઈ હીલ્ઝ સાથેના શૂઝ ન પહેરો કેમકે તે તમારા પગની આંગળીઓ પર ખૂબ દબાણ કરે છે.
જો તમારા પગનો આકાર બદલાયો છે, જેમકે ચારકોટ્સ ફૂટ, તમારે ખાસ શૂઝ અને શૂ ઈન્સર્ટની જરૂર પડે છે જેને ઓર્થોટિક્સ કહે છે. તમને જો બુનિયન્સ, હેમરટોઝ કે અન્ય પગની સમસ્યા છે તો તમારે ઈન્સર્ટ્સની પણ જરૂર પડે છે.
તમારા પગને પૂરતું લોહી મળી રહે એ માટે નીચેની સલાહને અનુસરો.
જ્યારે તમે બેઠા હો ત્યારે તમારા પગ ઊંચા રાખો.
દિવસ દરમિયાન થોડી મિનિટો માટે તમારા પગનું હલનચલન કરતા રહો. તમારી ઘૂંટીને ઉપર નીચે અને અંદર બહાર કરતા રહો જેથી લોહીનો પુરવઠો તેના પગ અને પંજામાં મળતો રહે.
વધુ શારીરિક રીતે સક્રિય રહો. એવી પ્રવૃતિઓ કરો કે તે તમારા પગ માટે સરળ હોય જેમકે ચાલવું, ડાન્સ, યોગ કે સ્ટ્રેચિંગ, સ્વિમિંગ કે બાઈક રાઈડીંગ.
ધુમ્રપાન બંધ કરો. ધુમ્રપાન લોહીના પ્રવાહને તમારા પગમા ઓછો કરી દે છે.
તમારી હેલ્થ કેર ટીમને તમારા પગની તપાસ માટે કહો. તમારા શૂઝ અને મોજાં કાઢો જ્યારે તમે કોઈ પરીક્ષણ રૂમમાં હોય કે જેથી તેઓને તમારા પગ તપાસવાનું યાદ રહે. વર્ષમાં ઓછામાં ઓછું એક વાર, તમારા પગની તપાસ કરાવો જેમાં તેમાં સંવેદના અને તમારા પગમાં ધબકારા ચકાસો.
હેલ્થ કેર વિઝિટમાં પગની તપાસ
જો તમને નીચેની કોઈ સમસ્યા હોય તો દરેક હેલ્થ કેર વિઝિટમાં પગની તપાસ કરાવો:-
- તમારા પગનો આકાર બદલાયો હોય.
- તમારા પગમાં સંવેદના ન હોય.
- પેરિફેરલ આર્ટરી ડિસિસ હોય.
- પગમાં ચાંદા કે અગાઉ એમ્પ્યુટેશન કરાવ્યું હોય.
- તમારી હેલ્થ કેર ટીમને પૂછો કે તમારા પગની સંભાળ કેવી રીતે લેવી તે જણાવે.
- ક્યારે હું પગની સમસ્યા માટે મારા ડોક્ટર ને મળી શકું?
- તમારા પગમાં કાપા, ફોલ્લા કે છાલાં હોય કે જે થોડા દિવસમાં મટે નહીં.
- તમારા પગની ચામડી લાલ થાય, ગરમ રહેતી હોય એવું લાગે કે પીડા થતી હોય – તે સંભવિત ચેપના લક્ષણો છે.
- પગનો ચેપ કે જે કાળો પડે અને વાસ આવે – તે ગેંગરીનની નિશાની છે.
- પગની સંભાળ લેતા ડોક્ટર કે પોડિયાટ્રીસ્ટને જરૂર પડ્યે તમને રિફર કરવા માટે તમારા ડોક્ટર ને કહો.
ડો રમેશ ગોયલ, એન્ડોક્રિનોલોજિસ્ટ