વિટામીન ‘ એ ‘ એ સારી દ્રષ્ટિ માટે જરૂરી છે. વિટામીન ‘ એ ‘ ની ઉણપને કારણે દ્રષ્ટિ ઓછી થાય છે. જો આ ઉણપ વધુ હોય તો કાયમી અંધાપો આવે છે. આપણાં દેશમાં પ્રત્યેક વર્ષે ૩૦,૦૦૦ બાળકો વિટામીન ‘ એ ‘ ની ઉણપને કારણે દ્રષ્ટિ ગુમાવી દે છે. વિટામીન ‘ એ ‘ ની ઉણપનાં લક્ષણો ૧ થી ૫ વર્ષનાં બાળકોમાં વધુ ગંભીર રીતે જોવા મળે છે.
વિટામીન ‘ એ’ ની ઉણપને કારણે બાળકોમાં અચાનક જ અંધાપો નથી આવી જતો પરંતુ જો તે ઉણપ પ્રારંભિક તબક્કામાં જ ઓળખાય તો તેને વિટામીન ‘ એ’ વધુ હોય તેવો ખોરાક આપી સુધારી શકાય છે.
ગંભીર ઉણપનાં લક્ષણો
રતાંધળાપણું એ પ્રથમ લક્ષણ છે. રતાંધળાપણું હોય તેવાં બાળકો ઓછો પ્રકાશ / અંધારામાં દેખી શકતાં નથી. આંખોનો સફેદ ભાગ શુષ્ક થઈ જાય છે અને તેનું તેજ ગુમાવી દે છે. ઉપરનાં લક્ષણોની જાણ થતાં જ તબીબી સલાહ લેવી જોઈએ. જો તેની સારવાર ન કરવામાં આવે તો આ પરિસ્થિતિ કાયમી અંધાપા તરફ દોરી જાય છે.
ઉછરતાં બાળકોને પૂરતાં પ્રમાણમાં પોષણક્ષમ આહારની જરૂર હોય છે. જ્યારે બાળકમાં પ્રોટીન અને કેલરીની ઉણપ (કુપોષણ) સર્જાય છે ત્યારે મરાસ્મસ અને કવાશીઓરકર જેવા રોગ થાય છે.
કુપોષણયુક્ત ૧ થી ૫ વર્ષનાં બાળકને થઈ શકે છે.
મરાસ્મસનાં લક્ષણો
આ રોગમાં પગ પર સોજા આવે છે. ત્યારબાદ હાથ પર અને સમગ્ર શરીર પર સોજા આવે છે. ખરબચડી ત્વચા, ઓછા વાળ, વાળનો રંગ લાલાશ પડતો બદામી થવો એ મરાસ્મસનાં લક્ષણો છે. અસરગ્રસ્ત બાળક ફીક્કું દેખાય છે તથા તેનામાં ઉત્સાહનો અભાવ હોય છે.
કવાશીઓરકરનાં લક્ષણો
આ રોગથી અસર પામેલ બાળક ખૂબ જ પાતળું તથા નબળું હોય છે. શરૂઆતનાં તબકકામાં ઝાડા થાય છે.
ઉપરોક્ત રોગ થયો હોય તેવા બાળકની સારવાર
યોગ્ય સમયાંતરે પ્રોટીન અને કેલરી સમૃધ્ધ પોષણયુક્ત આહાર યોગ્ય માત્રામાં બાળકને આપવો જરૂરી છે. ગંભીર લક્ષણો જણાય તેવા બાળકોને તબીબ પાસે તાત્કાલીક લઈ જવું જરૂરી છે.
મરાસ્મસ તથા કવાશીઓરકરથી અસરગ્રસ્ત બાળકનો ખોરાક
રાષ્ટ્રીય પોષણ સંસ્થા, હૈદરાબાદ દ્રારા મિક્સ નામનો પોષણયુક્ત આહાર બનાવવામાં આવેલ છે. આ આહાર એ તમામ પોષણક્ષમ તત્વોનું મિશ્રણ છે. તે ઘરે પણ બનાવી શકાય છે.
શેકેલા ઘઉં - ૪૦ ગ્રામ
પુટનલ અનાજ - ૧૬ ગ્રામ
શેકેલાં શીંગદાણા - ૧૦ ગ્રામ
ગોળ - ૨૦ ગ્રામ
ઉપર જણાવેલ વસ્તુઓને દળીને તેમનું મિશ્રણ બનાવવું. આ મિશ્રણમાંથી ૩૩૦ ગ્રામ કેલરી અને ૧૧.૩ ગ્રામ પ્રોટીન મળે છે. આ મિશ્રણ પાણી તથા દુધ સાથે લઈ શકાય છે. તે મરાસ્મસ અને ક્વાશીઓરકરથી પીડાતાં બાળકોને આપવાનાં પ્રયોગો થયેલાં છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020