Chronic obstructive pulmonary disease (COPD) એ શ્વસનતંત્રનો દમ (અસ્થમા) ને લાગતો પરંતુ તેનાથી ભિન્ન રીતે વર્તતો રોગ છે કે જેમાં શ્વાસનળી હંમેશ માટે નબળી પડી જાય છે. અને દવાથી તે પૂર્ણ રીતે સ્વસ્થ થતી નથી.
આ રોગ ધીમે ધીમે વધીને વ્યક્તિના શ્વસન તંત્રમાં જળમૂળથી ઘેરો ઘાલી દે છે અને કદી જતો આથી. દવાઓથી ફક્ત તેને કાબુમાં રાખી શકાય છે. પહેલું સુખ તે જાતે નર્યા એ ભાવાર્થે આ રોગથી જેટલું બચી શકાય તેટલું સારું.
૨૦ મી સદીમાં દુનિયામાં થતા મૃત્યુના કારણો માં COPD નું સ્થાન છઠ્ઠું હતું અને ૨૧ મી સદીના પહેલા દશકામાં એનું સ્થાન કૂદકો લગાવીને ત્રીજું થઇ ગયું. ૨૧ સદીના માધ્ય ભાગમાં એ પહેલું સ્થાન પ્રાપ્ત કરી લે તો નવાઈ નહિ.
COPD મૂળે બે પ્રકારના હોય છે. એક chronic Bronchitis કે જેમાં દર્દીને મોટા ભાગે થાય ત્યારે ઉધરસ સાથે ગળફા નીકળે છે અને કોઈ પણ શ્રમ પડે ત્યારે શ્વાસ ચઢે છે.
બીજા પ્રકારમાં કે જેને emphysima કહે છે તેમાં શ્વસન તંત્ર ના સૂક્ષ્મમાં સૂક્ષ્મ એકમમાં ભંગાણ પડે છે અને તેની દીવાલો તૂટી જતા હવા ભરેલા ફુગ્ગાઓ ફેફસામાં નિર્માણ પામે છે.
મિત્રો, તમને સૌને જાણવાનું મન થાય છે કે આ COPD થાય કઈ રીતે? તેના માટે જવાબદાર ઘણા પરિબળોમાંનું સૌથી સામાન્ય પરિબળ ધુમ્રપાન છે. Smoking is dangerous to health એ તો સૌ કોઈ જાણે છે,પરંતુ બીના ધુમ્રપાનનો ધુમાડો જે ઉડે છે તે આસપાસના વ્યક્તિને પણ નુકશાન કરે છે. આજ કારણ ને લઈને સરકાર શ્રી એ જાહેર સ્થળો પાર ધુમ્રપાન નિષેધ ફરમાવેલ છે. અને તેને કાયદાકીય સમર્થન પણ મળેલ છે. તો આપણને સૌને થશે કે આ તો ફક્ત પુરુષોને જ થાય, તો તમે અહીં ખોટા પડો ચો. ચૂલા સળગતી કે બળતણ બાળીને રસોઈ કરતી સ્ત્રીઓ પણ આ રોગનો ભોગ બને છે.આ સ્ત્રીઓ એ રસોઈ માટે આધુનિક ચૂલા કે જેમાં હવાઉજાસ હોય તેના ઉપયોગ માટે આગ્રહ રાખવો જોઈએ.
આજના જમાનામાં કહેવાતા સુધારેલ સમાજમાં સ્ત્રીઓને ધુમ્રપાન કરતી જોઈ શકો છો તેને પણ COPD થઇ શકે. બીજું મુળ કારણ વાતાવરણનું પ્રદુષણ , પાર્ટિકલ ૨.૫ નું પ્રમાણ ૨૫૦ થી વધારે હોય ત્યારે હવા તંદુરસ્ત હોતી નથી. જયારે તેનું પ્રમાણ ૪૦૦ થી વધી જાય તો એ ખૂબ જ ખતરનાક છે. આ વાયુ પ્રદુષણ COPD નું એક કારણ છે. આપણા દેશમાં દુનિયાના પહેલ ૨૫માં સૌથી વધુ પ્રદુષિત એવા ૧૪ શહેરો આવેલા છે. તેમાં અમદાવાદનું સ્થાન ૪ઠું છે. આને બીજા શબ્દોમાં કહીએ તો આવનારા વર્ષોમાં આપણા શહેરમાં COPD ના દર્દીઓ વધવાના છે.
COPD ના દર્દીઓ ધીમા મોતને ભેંટે છે. જેમ કે આવા દર્દીને જરૂર પૂરતો ઓક્સિજન હવામાંથી લેવાંમાં તકલીફ પડે છે. આથી પોતાના રોજિંદા જીવનમાં ક્રિયાકર્મ માં થાક અનુભવાય છે.
આ થાક વર્ષ જતા વધે છે અને પછી શ્વાસ ચઢે છે, અશાંતિ આવી જાય છે અને અંતિમ તબક્કામાં ખાતા પિતા કે સ્નાન કરતા પણ હાંફ ચઢી જાય છે. આટલું ઓછું હોય તેમ દર્દી પથારીવશ થઇ જાય છે અને દૈનિક કાર્યો માટે બીજા પાર નિર્ભર થઇ જાય છે. આથી જીવન બોજારૂપ લાગવા માંડે છે અને દર્દી હતાશામાં જતો રહે છે.
COPD ના દર્દીમાં હૃદયની બીમારી, હાડકા પોચા થઇ જવા, ડિપ્રેશન, ઊંચા રક્તચાપની બીમારી વગેરે થવાની શક્યતાઓ વધી જાય છે. આટલું જાણ્યા પછી તમને થશે કે સાલું આનાથી બચવું કઈ રીતે? અને જો બીમારી થઇ જાય તો તેની સારવાર કઈ રીતે કરાવવી? ૨૧મી સદીમાં વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે અને અસાધ્ય ગણાતા રોગોને પણ સાધ્ય કરી ચકયું છે.
"પાણી પહેલા પાલ" તે મતે ધુમ્રપાન થી દૂર રહેવું, પ્રદુષણ અટકાવવું અને પ્રદૂષણવાળા વિસ્તારથી દૂર રહેવું.
સમયસર નિદાન કરાવવું જેમાં PFT (પલ્મોનરી ફંક્શન ટેસ્ટ) માં ફેફસાની તાપસ કરવી, એ અસામાન્ય લાગે તો દવા ચાલુ કરવી જે સરળ અને સાદી રીતથી શ્વાસમાં લેવાથી તેના ઓછી માત્રામાં વધુ ફાયદા થાય છે અને આની આડઅસર ઓછી થાય છે.
ન્યુમોનિયા COPD ના દર્દીમાં ગંભીર પરિણામો લાવે છે તેથી ન્યુમોનિયા ની રસી મુકાવવી, હાડકા મજબૂત કરવા કેળા, દૂધ કે જેમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય તેનું વધારે માત્રામાં સેવન કરવું.ઊંચા રક્તચાપ જેવી બીમારીને કાબુમાં રાખવી. દરરોજ ચાલવું, મિત્રોને મળવું, પ્રાણાયામ કરવા, યોગ કરવા, જીવનને વ્યસ્ત રાખવું. આ બંધ ઉપાયો દવાની સાથે કરવાથી ઘણી સારી જીન્ગી જીવી શકાય છે. તો આજે અપને કહીશું કે COPD ને મારીને મિટાવી તો નથી શકતો પણ એને કાબુમાં રાખીને સામાન્ય માણસની જેમ જીવી તો જરૂર શકાય છે.
લેખ : ડૉ. વરૂણ પટેલ(પલ્મોનોલોજિસ્ટ), નવગુજરાત હેલ્થ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/5/2020