COPD એ લાંબા સમયનો, ક્રમશઃ આગળ વધતો અને સમાજમાં ફેફસાં સંબંધિત થતો સૌથી સામાન્ય રોગ છે. જે મૃત્યુનું સૌથી મોટું કારણ છે અને જનસંપ્રદાયમા વધતા રોગચાળા સંબંધિત એક મોટો આરોગ્ય વિષયક મુદ્દો છે.
COPD શું છે?
COPD એ ફેફસાંની સમસ્યા છે જેમા હવાની અવરજવર કરતી શ્વાસનળીઓમાં અવરોધ પેદા થાય છે. તમારી શ્વાસનળીઓ આથી સાંકડી બને છે અને ખૂબ ઓછી હવા અંદર જઈ શકે છે અને એ જ રીતે ફેફસાંમાંથી હવા ઓછા પ્રમાણમાં બહાર નીકળી શકે છે.
COPD થવાના કારણો શું છે?
સિગારેટ/બીડીનું વ્યસન સૌથી સામાન્ય અને જોખમી કારણ છે.
સારવાર કરવામાં ન આવે ત્યારે સમયાંતરે અને વારંવાર એલર્જી સંબંધિત થતી શ્વસનની સમસ્યા
શ્વસન સંબંધિત ચેપ
વ્યાવસાયિક સંપર્કની સ્થિતિઃ ખાસ કરીને કોલસાની ખાણ, સોનાની ખાણ, કોટન કાપડના રજકણો COPD વિકસાવવાનું મોટું જોખમ પેદા કરે છે.
વ્યાપક વાયુ પ્રદૂષણ- કે જેમાં બહારના વાતાવરણનું અને ઘરની અંદરનું વાયુ પ્રદૂષણ પણ સામેલ હોય છે. બહારનું વાયુ પ્રદૂષણ મુખ્યત્વે વાહનો, ઘન ઈંધણને સળગાવવાથી અને ઉદ્યોગોના કારણે ફેલાય છે. ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણમાં મુખ્યત્વે ઓઝોન, સૂક્ષ્મ રજકણો, સલ્ફર ડાઈઓક્સાઈડ અથવા તો સલ્ફ્યુરીક એસીડ, કાર્બન મોનોક્સાઈડ, નાઈટ્રોજન ઓક્સાઈડ સામેલ હોય છે.
જ્યારે ઘર-ઓફિસની અંદરના વાયુ પ્રદૂષણમાં પરોક્ષ ધુમ્રપાન, લાકડાના ચુલા પર રસોઈ થવી, મચ્છર અગરબત્તી અને અન્ય પ્રકારના ધુમાડા સામેલ હોય છે. આજે પણ ૭૫ ટકાથી વધુ ઘરોમાં લાકડાના ચુલાનો ઉપયોગ થાય છે અને માત્ર ૨૫ ટકા ઘરોમાં જ રસોઈ માટે શુધ્ધ ગેસનો ઉપયોગ થતો હોય છે.
આનુવંશિક વિચારણા – આલ્ફા-1 એન્ટીટ્રાઈપ્સીન (એક પ્રકારનુ પ્રોટીન)નો અભાવ સીઓપીડી થવાનું સૌથી મોટું આનુવંશિક જોખમી પરિબળ છે.
COPD ના લક્ષણો કેવા હોય છે?
COPD ના ત્રણ સૌથી સામાન્ય લક્ષણો હોય છે – કફ થવો, સ્પુટમ બનવુ અને ચાલવાથી શ્વાસ ચડવો અથવા
- આકરી મહેનત કર્યા પછી ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ કે શ્વાસ લઈ ન શકાય.
- લાંબા સમયથી કે વારંવાર કફ થવો – મુખ્યત્વે વહેલી સવારે વારંવાર થતો કફ
- મ્યુકસ / સ્પુટમ બનવુ.
COPD ના પ્રકારો/તબક્કા
COPD ના લક્ષણો સામાન્ય રીતે રોગના તબક્કા પર નિર્ભર હોય છે.
- તબક્કો-1 –સામાન્ય
- તબક્કો-2 – મધ્યમ
- તબક્કો-3 -ગંભીર
- તબક્કો-4 - અતિ ગંભીર
COPD નું નિદાન કઈ રીતે કરી શકાય?
- સ્પાઈરોમેટ્રી કે પલ્મોનરી ફંક્શ ટેસ્ટ (PFT) એ સીઓપીડી માટેનું પરીક્ષણ કે નિદાનાત્મક પરીક્ષણ છે. આનાથી આપણે ફેફસાંની ક્ષમતા અને રોગના સ્તરને જાણી શકીએ છીએ.
- CT SCAN હાલમાં થતું સચોટ પરીક્ષણ છે જેનાથી એમ્ફીસેમાની હાજરી કે ગેરહાજરીની જાણ થઈ શકે છે.
- આ ઉપરાંત રોગ પર નિયંત્રણ રાખવા માટે અન્ય કેટલાક ટેસ્ટ સહાયક બને જેમકે છાતીનો એક્સરે(PA-Chets),સમયાંતરે PFT ઓક્સિજન લેવલ, 6 મિનિટ ચાલવાનો ટેસ્ટ CAT અને 2D- ઈકો સલાહભર્યા છે. તમારા ડોક્ટર કયા તબક્કામાં કયો ટેસ્ટ કરવો એ નક્કી કરે છે.
COPD ની સારવારના વિકલ્પો શું છે?
- ધુમ્રપાન ના કરો
- ઈન્હેલર દ્વારા લેવાની દવા નિયમિત લેવી
- ઓરલ બ્રોન્કોડાઈલેટર
- ઓક્સિજન થેરાપી
- બાઈપેપ મશીન
- પલ્મોનરી રિહેબિલિટેશન પ્રોગ્રામ (6 અઠવાડિયાનો પ્રોગ્રામ)
- લંગ વોલ્યુમ રિડક્શન સર્જરી
- ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ
PFT નો ટેસ્ટ કર્યા બાદ તમારા ફેફસાના નિષ્ણાંત ડોક્ટર તમારા ક્યા બીજા ટેસ્ટ કરવા એ નક્કી કરે છે તથા ક્લિનીકલ એકઝામીનેશન કરી તમારી સ્થિતી ને આ સારવાર ના વિકલ્પો માથી શુ અનુરૂપ થશે તેનો નિર્ણય કરે છે.
COPDમાં શું કરવું અને શું ના કરવુઃ
સ્વસ્થ વજન જાળવવું કેમકે સીઓપીડી આગળના તબક્કામાં પહોંચે ત્યારે વજન ઘણું ઘટી જાય છે, જેની દરકાર લેવી પડે છે
- કસરત કરો – શ્વસન ક્રિયા સંબંધિત કસરત જેમકે પ્રાણાયામ, યોગ દરરોજ કરો
- તમારા ઈન્હેલર્સ ભૂલશો નહીં
- તમારી સારવાર બંધ ન કરશો
- કફ દાબવા માટે કફ સંબંધિત દવાઓ ન લો
- હ્યુમિડીફાયરનો ઉપયોગ કરો
- પ્રદૂષણના સંપર્કમાં ન આવો
- સીઓપીડીના દર્દીઓ માટે સૌથી ઉત્તમ આહાર
- કેલરી પર ધ્યાન આપો – જો તમારૂં વધુ પડતું વજન છે તો કેલરી ઘટાડો
- ચરબીયુક્ત આહાર ઘટાડોઃ હોલ ગ્રેઈન, ફળો, શાકભાજી, લીન પ્રોટીન્સના સારા સંતુલનથી તમે આ સારી રીતે કરી શકો છો
- પ્રોટિન પર લક્ષ કરો : પ્રોટીન સીઓપીડીના દર્દી માટે ઘણું મહત્ત્વનું છે કે જેઓ પલ્મોનરી રિહેબિલિટેશન પ્લાનના હિસ્સા તરીકે કસરત કરતા હોય છે
- તમારૂં આહાર પ્રમાણ જૂઓઃ એક વખતમાં વધુ જમવાના સ્થાને સમયાંતરે થોડું થોડું ખાઓ, તેનાથી શ્વસનમાં તકલીફ ઓછી પડશે
- સંતુલિત આહાર લો
- નમક (મીઠું) ઓછું લો
ખાસ કરીને કોલસાની ખાણ, સોનાની ખાણ, કોટન કાપડના રજકણો COPD વિકસાવવાનું મોટું જોખમ પેદા કરે છે
લેખ : ડો. કાશ્મીરા ઝાલા(કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ)