ઉંમરમાં વધારા સાથે શ્વાસ ચડવો અને કફ જામી જવા વિશે વિચારવું સરળ છે, પણ આ COPDની ચિહ્નો હોઈ શકે છે. આ કારણે આમાંથી કોઈ પણ લક્ષણો તમને જોવા મળે તો તરત જ તમારાં હેલ્થકેર પ્રોવાઇડર સાથે વાત કરવી મહત્ત્વપૂર્ણ છે. COPD શ્વાસ ચડવાનાં લક્ષણ વિના વર્ષો સુધી આગળ વધી શકે છે. તમારાં હેલ્થકેર પ્રદાતાને સ્પાઇરોમેટ્રી ટેસ્ટ વિશે પૂછો.
દરેક વ્યક્તિ માટે COPDનાં લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે, પણ સામાન્ય ચિહ્નો છે:
વિકસિત દેશોમાં COPDનું સૌથી મોટું કારણ ધુમ્રપાન છે. COPD ધરાવતાં આશરે 90 ટકા લોકો ધુમ્રપાન કરતાં કે અગાઉ ધુમ્રપાનની ટેવ ધરાવતા હોય એવા લોકો હોય છે. લાંબા સમય સુધી ધુમ્રપાન કરવાથી 20થી 30 ટકા લોકોમાં COPD વિકસે છે. જેટલો લાંબો સમય તમે તમાકુનાં વધારે ઉત્પાદનોનું સેવન કરશો એટલું જ તમારા માટે COPDનું જોખમ વધારે છે. ધુમ્રપાન ઉપરાંત સિગારેટ, પાઇપનું સેવન અને સેકન્ડહેન્ડ ધુમ્રપાન COPD માટે જવાબદાર હોઈ શકે છે. જો તમને અસ્થમા હોય અને ધુમ્રપાનની આદત ધરાવતા હશો, તો તમને COPDનું જોખમ વધારે હોય છે.
સીઓપીડીના નિદાનમાં પલ્મોનરી ફંક્શન ટેસ્ટ મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે. રક્તવાહિનીઓમાં ફરતાં લોહીનાં વાયુનાં પરીક્ષણમાં તમારાં લોહીમાં ઓક્સિજન, કાર્બન ડાયોકસાઇડ અને અન્ય મહત્ત્વપૂર્ણ સ્તરોનું મૂલ્યાંકન કરવા ધમનીમાંથી લોહીનાં નમૂના લેવાની કામગીરી સંકળાયેલી છે. જો તમે COPD અથવા અસ્થમા જેવી વિવિધ સ્થિતિ, ફેંફસાનો નિયંત્રિત રોગ કે હર્ટ ફેઇલ્યોર હોય, તો આ પરીક્ષણો નક્કી કરવામાં મદદરૂપ થઈ શકે છે.
સારવાર લક્ષણોને હળવા કરી શકે છે, જટિલતાનું નિવારણ કરી શકે છે તથા સાધારણ રીતે રોગને ધીમે ધીમે વધતો અટકાવે છે. તમારી હેલ્થકેર ટીમમાં ફેંફસાનાં સ્પેશ્યાલિસ્ટ (પલ્મોનોલોજિસ્ટ) તથા ફિઝિકલ અને શ્વાસોશ્વાસનાં થેરપિસ્ટો સામેલ હોઈ શકે છે.
બ્રોન્કોડાયલેટર્સ સારવાર છે, જે સ્નાયુઓનાં હવા પસાર થવાનાં માર્ગોને હળવા કરવામાં મદદ કરે છે, આ માર્ગોને પહોળા કરે છે, જેથી તમે સરળતાપૂર્વક શ્વાસ લઈ શકો છો. સામાન્ય રીતે તેઓ ઇનહેલર કે નેબ્યુલાઇઝર મારફતે શ્વાસ લે છે. ગ્લુકોકોર્ટિકોસ્ટેરોઇડ્સ આ માર્ગોની બળતરામાં ઘટાડો કરવામાં મદદરૂપ થઈ શકશે
જો તમારા લોહીમાં ઓક્સિજનનું સ્તર ઘણું ઓછું હોય, તો તમે વધુ સારી રીતે શ્વાસ લેવામાં મદદરૂપ થવા માસ્ક કે નસલ કેનુલા મારફતે પૂરક ઓક્સિજન મળી શકે છે. પોર્ટેબલ યુનિટ આસપાસ સરળતા ઊભી કરી શકે છે.
તીવ્ર COPD અથવા જ્યારે અન્ય સારવારો નિષ્ફળ નિવડે છે, ત્યારે સર્જરી કરવામાં આવે છે, જે તમે તીવ્ર એન્ફીસેમા ધરાવો છો ત્યારે કરાવવાની જરૂર પડે છે. સર્જરીનો એક પ્રકાર બુલેક્ટોમી તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા દરમિયાન ફેંફસામાંથી સર્જનો હવાની મોટી, અસાધારણ જગ્યાઓ (બુલી) દૂર કરે છે. અન્ય બાબતમાં ફેંફસાનાં વોલ્યુમમાં ઘટાડા સાથે સંબંધિત સર્જરી છે, જે ઉપરનાં ફેંફસાની પેશીઓને નુકસાનને દૂર કરે છે. ફેંફસાનું પ્રત્યારોપણ કેટલાંક કિસ્સાઓમાં એક વિકલ્પ છે.
જીવનશૈલીમાં ચોક્કસ પરિવર્તનો તમારાં ચિહ્નોને દૂર કરવામાં મદદરૂપ પણ થઈ શકે છે અથવા રાહત પ્રદાન કરી શકે છે.
જો તમે ધુમ્રપાન કરતાં હોય, તો એને છોડી દો. તમારાં ડૉક્ટર ઉચિત ઉત્પાદનો કે આનુષંગિક સેવાઓની ભલામણ કરી શકે છે. જ્યારે શક્ય હોય, ત્યારે સેકન્ડહેન્ડ ધુમ્રપાન અને રાસાયણિક ધુમાડાને ટાળો. તમારાં શરીર માટે જરૂરી પોષણ મેળવો. ગુણકારક ભોજન માટેની યોજના બનાવવા તમારાં ડૉક્ટર કે ડાયેટિશિયન સાથે કામ કરો.
COPD જેવા ક્રોનિક પ્રોગ્રેસિવ ડિસીઝથી અસર ધરાવતાં લોકોનાં આયુષ્ય અને જીવનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. ઉપરાંત ઉત્પાદકતામાં ઘટાડો અને સારવારનો ઊંચો ખર્ચ વ્યાપક સ્તરે દેશને અસર કરી શકે છે. આ પ્રકારની ચેતવણીજનક જાહેર સ્વાસ્થ્યની સમસ્યાઓ સંશોધકો અને નીતિનિર્માતાઓનું ધ્યાન તાત્કાલિક ખેંચે છે, જેથી ભારતનાં સંદર્ભમાં જોખમોની ચકાસણી થાય, પ્રાથમિક અને ગૌણ સારવાર કેન્દ્રોમાં દર્દીઓની સારવારમાં રહેતી ખામીઓને ઓળખી શકાય, નિદાન અને સારવારનાં દર્દી-કેન્દ્રિત વિસ્તૃત મોડલ વિકસાવી શકાય, જીવનશૈલીમાં સુધારા અને જીવનની ગુણવત્તાને અસર કરે એવા પર્યાવરણ સંબંધિત સંસર્ગ મારફતે રોગનાં નિવારણની તકોને ચકાસી શકાય.
ગુજરાતની 32% વસતિ શ્વાસોશ્વાસ સાથે સંબંધિત રોગ થવાનું જોખમ ધરાવે છે. બહારનાં કણોનાં પ્રદૂષણની સાથે લગભગ 19% ગુજરાતીઓ સ્વચ્છ રાંધણ ઇંધણોની સુલભતાનાં અભાવે ઘરગથ્થું હવાનાં પ્રદૂષણથી COPDનું જોખમ ધરાવે છે, ત્યારે 7.5% વસતિ આસપાસ ઓઝોનનાં પ્રદૂષણનું અને આશરે 15% વાણિજ્યિક રજકણોનાં સંસર્ગમાં આવે છે
લેખ : ડો.સચી દવે (કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020