অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભારતમાં અંદાજિત 1.7 કરોડ લોકો અસ્થમાથી પીડાય છે

ભારતમાં અંદાજિત 1.7 કરોડ લોકો અસ્થમાથી પીડાય છે

હિપોક્રટ (400BC) જેમણે પહેલીવાર “અસ્થમા” શબ્દનો પ્રયોગ કર્યો (જેનો ગ્રીક ભાષામાં અર્થ થાય છે “હવા” અથવા “ફૂંકવું”) ઝડપી અને ટુંકા શ્વાસ અને ગુંગળામણ માટે. જ્યારે એકેક્ઝાન્ડર ધ ગ્રેટ ભારત આવ્યો ત્યારે ફેફસા રિલેક્સ કરતા હર્બલ “સ્ટ્રામોનિયમ”નું ધુમ્રપાન કરવામાં આવતું હતું. (જે એક એન્ટીકોલિન્જીક એજન્ટ માનવામાં આવે છે. જે હાલમાં અસ્થમાના ઈન્હેલરમાં વપરાતા ઈપ્રાટ્રોપિયમ અને ટિઓટ્રોપિયમ સાથે સમાનતા ધરાવે છે).

બ્રોન્કિયલ અસ્થમા એક એવી કન્ડિશન છે જેમાં વ્યક્તિના એરવેઝ (વાયુમાર્ગો) સોજો આવીને સંકોચાઈ જાય છે અને વધુ માત્રામાં મ્યુકસ પેદા કરે છે જેથી વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, શ્વાસ લેતી વખતે અવાજ આવે (Wheezing) શ્વાસ ચઢે, છાતીમાં ભાર લાગે અને ખાંસી આવે..

એક સર્વે મુજબ દુનિયામાં લગભગ કુલ વસ્તીના 18 ટકા લોકો આ રોગથી પિડાય છે જેમાં ભારતમાં બે ટકા એટલે કે 17 મિલીયન અસ્થામાટિક દર્દીઓ છે. વિશ્વભરમાં 250 માંથી એક વ્યક્તિનું મૃત્યુ અસ્થમાને લીધે થાય છે જે યોગ્ય સારવારથી રોકી શકાય છે. અસ્થમાનું પ્રમાણ બાળપણમાં છોકરાઓમાં અને તરૂણાવસ્થામાં છોકરીઓમાં વધુ જોવા મળે છે. ઉંમર વધતા સાથે અસ્થમાનાં લક્ષણોમાં ઘટાડો જોવા મળે છે..

2015માં એક સર્વે મુજબ ભારતમાં અસ્થમાની સારવારનો વાર્ષિક ખર્ચ અંદાજે રૂ 139.45 બિલિયન હોતો, જો પૂરાવા (Evidence based) આધારિત સારવાર મળે તો આ ખર્ચ રૂ 48.5 બિલિયન સુધી ઘટાડી શકાય તેમ છે..

ઘણાં પરિબળો અસ્થમાનાં વિકાસ સાથે સંકળાયેલા છે જેમ કે,

  • ઉંમર અને જાતિ : પુખ્તવયમાં સ્ત્રી અને બાળપણમાં પુરુષ જાતિ અસ્થમા સાથે સંકળાયેલા છે.
  • Atopy : Atopy એટલે એલર્જન્સ સામે વધુ પડતાં IGE એન્ટીબોડીનું પ્રોડક્શન.
  • Family History : પરિવારમાં Atopy અને/અથવા અસ્થમા હોવું એ પણ અસ્થમાનાં ડેવલપમેન્ટ માટે જવાબદાર છે..
  • ધુમ્રપાન (બીડી/સિગારેટ).
  • કેરોસીન કે બીજા બળતણનો ધુમાડો.
  • ઈન્ફેક્શન્સ : રેસ્પિરેટરી સિન્શીસ્યલ વાયરસ (RSV) અને પેરાઈન્ફ્લુએન્ઝા વાયરસ અસ્થમાના વિકાસ માટે જવાબદાર છે. “Hygiene Hypothesis” એક ધારણાં કે જેમાં જીવનનાં પહેલાં તબક્કાઓમાં વારંવાર ઈન્ફેક્શનનાં લીધે રોગપ્રતિકારક તંત્રમાં થતાં નિયમનથી અસ્થમા અને બીજા નોન-એલર્જિક રોગનું જોખમ ઘટે છે.
  • વ્યાવસાયિક એક્સપોજર : 300 કરતાં વધારે પદાર્થો આ માટે જવાબદાર છે. ભારતમાં ઔધોગિક કાર્યકરને જોખમ સામાન્ય કરતાં વધુ હોય છે.
  • બાળપણમાં ગાયનું દૂધ અને તૈયાર પાવડરનો ખોરાક ખાતા બાળકોની સામે જે બાળકોને સ્તનપાન કરાવવામાં આવે છે. એવા બાળકોમાં સ્તનપાન કરતાં બાળકોને જીવનનાં આગલા તબક્કામાં અસ્થમાનું જોખમ ઓછું હોય છે.
  • મેદસ્વીપણું BMI > 30 kg/m2.

અસ્થમા માટેના ટ્રીગર્સ કયા છે?

ઠંડી હવા, અત્યંત ભાવનાત્મક ઉત્તેજના, કસરત, એસ્પિરીન અને બીજી દવાઓ, ધૂળના જંતુ (જે પથારી, કાર્પેટ, ફર્નિચર વગેરેમાં હોય છે), molds અને pollen, તમ્બાકુનો ધુમાડો, કેમિકલ્સ અને હવાનું પ્રદુષણ.

લક્ષણો- Diagnosis

શ્વાસ લેતી વખતે અવાજ આવવો (Wheezing), શ્વાસ ચઢવો, ખાંસી, છાતી ભારે થવી, ઋતુ પ્રમાણે, વારંવાર કે રાતમાં દેખાતા હોય છે, પરંતુ ઘણઈવાર માત્ર ખાંસી જ હોય છે. અસ્થમા જેવા જ બીજા રોગને બાકાત કરવાની જરૂર હોય છે (જેમાં Vocalcord dysfunction, pulmonary migraine, CHF, diffuse panbronchiolitis, sinus disease, GERD etc.) Wheezing અને hyper inflated chest અસ્થમા લાંબા સમયથી હોય એવું જણાવે છે. હૃદયના ધબકારા વધી જવા, શ્વાસની વધતી ગતિ, શ્વાસ દરમિયાન accessory સ્નાયુઓનો વપરાશ દર્શાવે છે કે અસ્થમા તીવ્ર છે અને જો ફેફસાની તપાસ દરમિયાન શ્વાસનો અવાજ ન આવે “Silent Chest” રેસ્પિરેટરી ફેલ્યોર દર્શાવે છે..

આ ઉપરાંત સ્યાયરોમેટ્રી એક અગત્યનું સાધન છે અસ્થમા ડાયગ્નોસ કરવાનું પણ તે અસ્થમાના ડાયગ્નોસને સંપૂર્ણ બાકાત કરતું નથી. તેમાં ઓબસ્ટ્રક્શન (અવરોધ) અને બ્રોન્કોડાઈલેટર સાથે રિવર્સિબીલિટી અસ્થમાના ક્લિનિકલ નિદાનને સપોર્ટ કરે છે. સ્યાયરોમેટ્રી એક પ્રયાસ આધારિત પ્રક્રિયા છે. માટે તે એક સ્ટાન્ડર્ડ ગાઈડલાઈનથી કરવામાં આવે છે. જો દર્દી જાતે જ પીક એક્સ્પીરેટરી ફ્લો (PEF) મોનિટર કરી શકે તો તે અસ્થમા સારી રીતે કંટ્રોલ કરી શકે છે. ગળફામાં ઈઓસિનોફિલ્સની માત્ર ઈન્હેલ્ડ કોર્ટીકો સ્ટીરોઈડની થેરાપીને ગાઈડ કરે છે જેનાથી મધ્યમ અથવા અતિ તીવ્ર અસ્થમાને કંટ્રોલ કરી શકાય છે. એલર્જિક અસ્થમા માટે IGE, વાતાવરણીય એલર્જન અને સ્કીન પ્રીક ટેસ્ટ વહેરે કરવામાં આવે છે..

GINA ગાઈડલાઈનનો મુખ્ય હેતુ અસ્થમાનાં લક્ષણોને કંટ્રોલ કરવાનો અને રોજિંદા કામ, શારીરિક કસરત અને ફેફસાનાં કામને નોર્મલ કરવાનો છે અને દવાઓની આડ અસરો અને અસ્થમાની તીવ્રતાને ઘટાડવાનો છે..

સારવાર:

સૌ પ્રથમ અસ્થમાનાં પરિબળોને અટકાવવા જરૂરી છે સાથે દવાઓ જેમાં શોર્ટ એક્ટીંગ બિટાએગોનિસ્ટ, એન્ટિકોલિનર્જિક, કોર્ટીકોસ્ટેરોઈડ્સ, લોન્ગ એક્ટિંગ બિટાએગોનિસ્ટ, મિથાઈલઝેન્થાઈન, લ્યુકોટેરિન રિસ્પેટર એન્ટાગોનિસ્ટ, માસ્ટ સેલ સ્ટેબીલાઈઝર વગેરેનો યોગ્ય ઉપયોગ રોગની તીવ્રતા અનુસાર વર્ગીકરણ પ્રમાણે કરવામાં આવે તો શ્રેષ્ઠ કંટ્રોલ મેળવી શકાય છે..

પુષ્કળ ફળો અને શાકખાજી થાવો, તેઓ બિટાકેરોટીન અને વિટામિન સી અને ઈ જેવા એન્ટીઓક્સિડન્ટ્સના સારા સ્ત્રોત છે જે ફેફસાનો સોજો અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે જે મુક્ત રેડિકલ તરીકે ઓળખાય છે. વિટામીન ડી યુક્ત આહાર લેવો જોઈએ, વધુ ગંભીર અસ્થમાવાળા દર્દીઓમાં વિટામીન ડી નું પ્રમાણ ઓછું હોઈ શકે છે. દૂધ, ઈંડા અને માછલી જેવી કે સેલ્મોન જેમાં વિટામીન ડી નો સમાવેશ થાય છે. સૂર્યના કુણા તડકામાં થોડી મિનીટો પણ બહાર રહીને વિટામીન ડીના સ્તરમાં વધારો કરી શકાય છે..

સલ્ફેટ ટાળો. સલ્ફાઈટ્સ કેટલાંક લોકોમાં અસ્થમાના લક્ષણોને ટ્રીગર કરી શકે છે. એક પ્રઝર્વેટિવ તરીકે ઉપયોગમાં લેવાતા વાઈન, સૂકા ફળો, અથાણાં, તાજા ઝીંગા અને અન્ય કેટલાંક ખોરાકમાં સલ્ફેટ્સ મળી શકે છે..

એલર્જિ ટ્રીગરીંગ ખોરાક અસ્થમા હોવાથી તમને ખાધ એલર્જી હોવાના જોખમમાં મૂકે છે અને એલર્જિક ખોરાકની પ્રતિક્રિયાઓ અસ્થમાનાં લક્ષણોનું કારણ બની શકે છે. કેટલાંક લોકોમાં કસરત પછી એલર્જી પેદા થતાં ખોરાકને ખાવાથી તે અસ્થમા તરફ દોરી જાય છે. સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક આહાર લેવો જોઈએ. વધારે વજન ધરાવવું અસ્થમાને વધુ ખરાબ કરી શકે છે. થોડું વજન ઓછું કરવું તમારા લક્ષણોને સુધારી શકે છે..

  • ખોરાકની વસ્તુઓ કે જે એલર્જિક પ્રતિક્રિયા પેદા કરવા માટે જાણીતી છે અથવા જેને અપોચો અને ગેસ કરે છે તે ટાળો.
  • રાઈસ, કેળા, અડદ, અડદની દાળ, ભીંડા અને અમુક અન્ય ખોરાક રોગના લક્ષણોવાળા વ્યક્તિઓમાં અસ્થમાના હુમલાને વેગ આપવા માટે જાણીતા છે, ખાસ કરીને જ્યારે રાત્રિના સમયે નોંધપાત્ર પ્રમાણમાં ખવાય તો..
  • એ જ રીતે મસાલેદાર અને તળેલી વસ્તુઓ, ચટણી, અથાણાં, મીઠાઈઓ અને દૂધની બનાવટોનો ખાસ કરીને સાંજના જમવા પર (ડિનર) ટાળો..
  • અસ્થમામાં મોસમી ફળો અને શાકભાજીનો વપરાશ કરવો જોઈએ પણ અતિશયોક્તિ કરવી નહીં.
  • રાત્રિ ભોજન હળવું હોવું જોઈએ અને ખાઈને તરત ઉંઘવું નહીં.
  • રસીકરણ (ઈન્ફ્લુએન્ઝા અને ન્યુમોકોકલ વેક્સિન) હેલ્ધી રહેવાનો એક સરળ ઉપાય છે. વેક્સિનની આડ અસરો ખૂબ જ ઓછી હોય છે અને ઝડપથી જતી પણ રહે છે.

તો આજે જ તમારા ડોક્ટરને મળો : સ્પાયરોમેટ્રી, PEF. વેક્સિનેશન (રસીકરણ) વિશે પૂછો અને જાણો. યોગ્ય આહાર લો અને શરીરને તંદુરસ્ત રાખો..

ડો મૌલિન શાહ, ઈન્ટેન્સીવિસ્ટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate