આપણા મગજમાં ચેતાકોષો કહેવાતા ઘણા કોષો હોય છે. આ મજ્જાતંતુઓની સંકેતો નો આપ લે કરે છે. તેઓ આંખો, કાન નાક તથા બીજા જ્ઞાનતંતુ માંથી આવતી જાણકારી નું વિશ્લેષણ કરે, અને તેની આપણને સમજણ આપે, અને તે માટે પ્રતિક્રિયા પણ કરાવે. સાથે તે આ બધાની યાદ પણ જાળવી રાખે છે.
અલ્ઝાઇમર્સ રોગમાં માં, પ્રોટીનના ગઠા (plaques) કોશિકાઓ વચ્ચે થાય છે, અને કોશની અંદર ગુચળા (tangles) વળે છે. અન કારણે કોશિકાઓ વચ્ચે સંકેતો ધીમા થતા જાય છે, આખરે કોષો મૃત્યુ પામે છે. જેમ વધુ કોષો અસર થાય છે તેમ, મગજ સામાન્ય રીતે કાર્ય કરી શકતું નથી. સ્મૃતિ ઝાંખી થયી જાય છે,, નવું યાદ રહેતું નથી. તર્ક કરવાની તથા સમસ્યાઓનો ઉકેલ લાવવાની ક્ષમતા નાશ પામે છે. મગજમાં હિપ્પોકેમ્પસ પર જેમ અસર થાય છે તેમ, નવી યાદોને રચના થતી નથી. જેમ જેમ વધુ કોષો મૃત્યુ પામે છે, તેમ તેમ વધુ કાર્યો કરવાની કુશળતા ખોવાઈ જાય છે.
અલ્ઝાઇમર્સનો કોઈ ઇલાજ નથી, અને આ રોગ નું કારણ પણ જાણી શકાયુ નથી. અલ્ઝાઇમર્સ મોટા ભાગે ૬૫ વર્ષથી વધારે ઉમરની વ્યક્તિઓને થાય છે. જૂજ કિસ્સાઓમાં નાની ઉમરમાં પણ આવો રોગ થાય તેને Early Onset Dementia કહેવાય છે. આ રોગને આગળ વધવામાં થોડા અંશે વિલંબ થાય, અને તેના લક્ષણો ને કાબુમાં રાખવામાં સહાય કરવા માટે અમુક દવાઓ છે. રોગને થથા તેના પથને જાણવાથી, તથા, વર્તન અને પર્યાવરણમાં ફેર લાવવાથી, રોગના મેનેજમેન્ટમાં મદદ મળી શકો છો.
સમજશક્તિમાં ઘટાડો, (Mild Cognitive Impairment, or MCI) ,આ રોગનુ એક પ્રથમ ચિહ્ન હોઈ શકે છે. ભૂલકણાપણું, અતાર્કિક વર્તન, અને નાણાંકીય વ્યવહારમાં અક્ષમતા, એ રોગના પ્રારંભિક સંકેતો હોય શકે. લક્ષણો દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે, અને કેટલાક લક્ષણો એક વ્યક્તિ માં પહેલાંજોવા મળે, અને બીજામાં પાછળથી. જો કે હંમેશા કુશળતા ઘટતી જાય છે, અને અંતે, એ વ્યક્તિ પથારીવશ બની, અને છેલ્લે મૃત્યુ પામે છે. ઘણી વાર મૃત્યુ ફેફસામાં પાણી જવાથી, એસ્પીરેશન ન્યુમોનિયા (aspiration pneumonia) થવાથી થાય છે.
અલ્ઝાઈમર્સ રોગ સ્મૃતિ ભ્રંશના રોગ તરીકે ઓળખાય છે. પરંતુ તેમાં વર્તણુકના અને માનસિક લક્ષણો પણ જોવા મળે છે. કદાચ બધામાં લક્ષણો જોવા ના મળે, પણ ઘણા વ્યક્તિઓમાં રોગના કારણે આવી અસર જોવા મળે છે. રોગના પહેલા તબક્કામાં ચીડિયાપણું, ગભરામણ અથવા હતાશા (ડિપ્રેશન) નો અનુભવ થાય, આગળ જતા વ્યક્તિમાં બીજા લક્ષણ આવે જેમ કે
વર્તણૂકનાં લક્ષણોનું મુખ્ય કારણ મગજના કોશિકાઓનું વધતું જતું (પ્રગતિશીલ / progressive) નુકસાન છે. અન્ય માંદગી અને પર્યાવરણના પ્રભાવ સહિતના અન્ય મુદ્દા પણ ફાળો આપી ભૂમિકા ભજવી શકે છે. આમાંથી કેટલાક પરિબળો ને બદલી શકાય છે. વર્તણૂંકના લક્ષણ જોવા મળે તો વ્યક્તિનું સંપૂર્ણ તબીબી મૂલ્યાંકન થવું જોઈએ. યોગ્ય પગલાં લેવાથી લક્ષણ ઘણી વાર ઘટાડી શકાય છે અથવા તેને વધતાં અટકાવી શકાય છે.
કોઈ વાર શારીરિક સમસ્યા ના કારણે વિપરીત વર્તણુકના લક્ષણ ઊભા થઇ શકે, જેમ કે:
વર્તણૂંક લક્ષણો માટે બે મુખ્ય પ્રકારની સારવાર છે:
દવા વગરના પગલાનો હંમેશા સૌ પ્રથમ પ્રયત્ન કરવો જોઇએ. તેમાં સફળતા મેળવવા માટે સામાન્ય રીતે નીચે પ્રમાણે ના નિયમ મદદરૂપ થાય છે.
જ્યારે વ્યક્તિ ઉશ્કેરાય જાય ત્યારે મદદરૂપ સૂચનાઓ
આટલું કરી શકો:
આવું બોલી શકો:
આવું કરવું નહી:
જ્યારે દવા વગરના ઉપચારથી કામ ના ચાલે ત્યારે દવાઓ આપવી જરૂરી થઈ શકે છે. ખાસ કરીને જ્યારે અતિશય લક્ષણો હોઈ, અથવા વ્યક્તિના વર્તનના કારણે તેમને પોતાને અથવા બીજી કોઈ વ્યક્તિને ઈજા અથવા નુકસાન થવાની શક્યતા હોઈ ત્યારે દવા જરૂરી બને છે. કેટલીક પરિસ્થિતિમાં દવાઓ અસરકારક હોઇ શકે છે, પરંતુ તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને તેની સાથે આચરણ લક્ષી પદ્ધતિ વાપરવામાં આવે ત્યારે તે વધુ અસરકારક થાય છે.
દવાની પસંદગી ઘણા પરિબળો પર આધારિત છે. તેમાં ખાસ કરીને ડિમેન્શિયાનું મૂળભૂત કારણ, વ્યક્તિના લક્ષણ, રહેવાની વ્યવસ્થા અને બીજી માંદગીનો સમાવેશ થાય છે.
દવાઓનો વિચાર કરતી વખતે, તે સમજવું અગત્યનું છે કે વર્તણૂંક અને માનસિક ડિમેન્શિયાના વર્તણુકના તથા સાઇકિયાટ્રિક લક્ષણોની સારવાર માટે યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (U.S. Food and Drug Administration) દ્વારા કોઈ દવાઓ ખાસ કરીને મંજૂર નથી. અહીં ચર્ચા કરાયેલા ઘણા ઉદાહરણો "બંધ લેબલ" (off label) ઉપયોગના છે, એક પ્રથા જેમાં એક ફિઝિશિયન એવા હેતુ માટે ડ્રગ આપે છે, જેના માટે તે માન્ય કરવામાં આવ્યું નથી.
ઉદાસીનતા અને ચીડિયાપણું માટેની નીચે પ્રમાણે એન્ટીડિપ્રેસન્ટ (antidepressant) દવાઓનો સમાવેશ થાય છે:
એન્ટિસાઈકોટિક (antipsychotic) દવાઓ ભ્રમ, ખોટા વહેમ, આક્રમકતા, આવેશ અને અસહકાર માટે આપવામાં આવે છે, જેમાં નીચે પ્રમાણે દવાઓ હોય છે:
એન્ટિસાઈકોટિક દવાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય અત્યંત સાવધાની સાથે લેવો જરૂરી છે. તાજેતરના સંશોધન દર્શાવે છે કે આ દવાઓ ડિમેન્શિયા વાળી વૃદ્ધ વ્યક્તિઓમાં સ્ટ્રોક અને મૃત્યુના જોખમ સાથે સંકળાયેલ છે. એફડીએની (FDA) આ જોખમ વિષે "બ્લેક બોક્સ" ચેતવણી આપવામાં આવી છે અને એક નોંધ કરી છે કે આ ઔષધો ડિમેન્શિયાના લક્ષણના ઉપાય માટે નથી.
ધ્યાનથી દવાની પસંદગી કરવી, તેનો ઉપયોગ કેટલો સમય કરવો અને વ્યક્તિના ક્યા લક્ષણો અને સંજોગોમાં તે બંધ કરવી એ નક્કી કરવું.
વ્યક્તિના ડિમેન્શિયાના મૂળ કારણોનો વિચાર કરવો. દાખલા તરીકે, લેવી બોડીઝ (ડીએલબી) સાથેના ડિમેન્શિયા (Dementia with Lewy bodies) ધરાવતા દર્દીઓ માટે સામાન્ય રીતે એન્ટિસાઈકોટિક દવાઓ લેવાની સલાહ આપવામાં આવતી નથી.
ચિંતિત અને અસ્વસ્થ, બેચેની, બૂમબરાડા અને સારવારનો વિરોધ વાળું વર્તન હોઈ તો એન્ટી-એન્કઝાયટી (Anti-anxiety) દવાઓ નીચે પ્રમાણે છે.
ઉગ્ર અતિશય લક્ષણોની ટૂંકા ગાળાની સારવાર માટે:
લાંબા ગાળાની સારવાર માટે:એન્ટીડિપ્રેસન્ટ્સ (Antidepressants) ઉપયોગી હોઈ શકે છે
ઊંઘની સમસ્યાઓ માટે દવાઓ:કેટલાક દવાઓ ખાસ કરીને "ઊંઘની ગોળીઓ" તરીકે એફડીએ દ્વારા મંજૂર કરવામાં આવે છે. મોટા ભાગના ડૉક્ટર ડિમેન્શિયા વાળા વૃદ્ધ વ્યક્તિ માટે "ઊંઘની ગોળીઓ" લખી આપવાનું ટાળતા હોઈ છે. આવી વ્યક્તિમાં આ દવાઓના કારણે કોઈ વાર ઝાડા/પેશાબ પરનું નિયંત્રણ ના રહે, સંતુલન ગુમાવી પડી જવાય, ઉશ્કેરાટ વધી જાય, અને અન્ય ગંભીર આડ અસરો થઈ શકે છે. ઘણી વાર ઉપયોગમાં લેવાતો એક વિકલ્પ છે Trazodone (Desyrel), જે એન્ટીડિપ્રેસન્ટ છે અને જેનાથી ઘેન આવે છે. એન્ટિ-એન્કઝાયટી દવાઓનો પણ ઉપયોગ થાય છે.
વધુમાં, ચિકિત્સકો ભલામણ કરે છે કે ડિમેન્શિયા ધરાવતા લોકો ઓવર ધ કાઉન્ટર (OTC) (દુકાનમાં પ્રિસ્ક્રિપ્શન વગર મળતી) ઊંઘવાની દવાઓ થી દુર રહેવું જોઈએ. આવી ઘણી દવાઓમાં એક ઘટક ડિફેનહાઇડ્રેમિન (બેનાડ્રીલ) diphenhydramine (Benadryl) છે, જે એન્ટીહિસ્ટામીન (antihistamine) છે. અને જેનાથી ઘેન આવે છે. ડિફેનહાઇડ્રેમિન માં એન્ટિકોલીનર્જીક (anticholinergic) અસરો છે, જે અલ્ઝાઈમર્સ રોગથી નુકસાન પામેલા કોષ વચ્ચેના સંદેશ-વ્યવહારને વધુ હાનિ પહોંચાડે છે.
લેવી ના જોઈએ તેવી ઓવર ધ કાઉન્ટર ઊંઘવાની દવાઓના ઉદાહરણો નીચે પ્રમાણે છે.
દુઃખાવાથી રાહત માટેની અને શરદી અને સાઇન માટેની ખાસ રાત્રિ માં લેવાની દવાઓ
એન્ટિકોલીનર્જીક દવાઓની સંપૂર્ણ યાદી જુઓ : સંભાળ રાખનારાઓ અલ્ઝાઈમર્સ અને ડિમેન્શિયા કેરગીવર વિભાગમાં અને રોગના તબક્કા અને વર્તણુંક વિભાગમાં વધારે જાણી શકે છે.
આ લેખ alz.org પર થી પરવાનગી સાથે અંગ્રેજી માંથી અનુવાદ કરવામાં આવેલ છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/2/2020