ચિત્તભ્રંશનું વ્યવસ્થાપન જટિલ છે. સારવારમાં કોલાઇનસ્ટેરેઝ ઇન્હિબિટર્સ (ડોનેપેઝિલ અને રિવસ્ટિગ્માઇન) અને મેમન્ટાઇન જેવી સારવાર સામેલ છે
ચિત્તભ્રંશનાં સંકેતોમાં સ્મૃતિ, વિચાર, નિર્ણય, ભાષા, વર્તણૂંક વગેરે જેવી વિવિધ કામગીરીઓમાં વિક્ષેપ સામેલ છે. 65 વર્ષથી વધારે વય ધરાવતાં 5થી 8 ટકા લોકો ચિત્તભ્રંશથી પીડાય છે. દર પાંચ વર્ષે ચિત્તભ્રંશ ધરાવતાં દર્દીઓની સંખ્યા બમણી થઈ જાય છે. મીડિયાનાં લેટેસ્ટ રિપોર્ટ મુજબ, ભારતમાં આશરે 3.7 મિલિયન લોકો ડિમેન્શિયાથી પીડાય છે અને આ આંકડો 20 વર્ષમાં બમણો થઈ જશે. એક અંદાજ મુજબ, દર વર્ષે ડિમેન્શિયાનાં 7 મિલિયનથી વધારે નવા દર્દીઓ ઉમેરાય છે. એનો અર્થ એ છ કે દર 4 સેકન્ડે એક નવો કેસ ઊભો થાય છે.
એની મોટાં ભાગની અસર ઓછી અને મધ્યમ આવક ધરાવતાં દેશોમાં થાય છે, જ્યાં વયોવૃદ્ધ લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે આ વયોવૃદ્ધ લોકોને અસર કરે છે, પણ ચિત્તભ્રંશ ઉંમર વધવાની સામાન્ય અસર નથી. આ વ્યક્તિઓની સાથે એમનાં પરિવાર, વ્યવસાય અને સંપૂર્ણ સમાજને અસર કરે છે. આપણાં દેશમાં આ રોગનાં વહેલાસર નિદાન અને વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવતો નથી, કારણ કે એની સાથે શરમ અને સમાજમાંથી બાકાત થઈ જવાનો ડર સંકળાયેલો છે, જેનાં ગંભીર પરિણામો આવે છે.
અલ્ઝાઇમર્સનો રોગ એનો સૌથી સામાન્ય પ્રકાર છે, જેનાં આશરે 60થી 70 ટકા કેસ જોવા મળે છે. અન્ય સામાન્ય પ્રકારોમાં વાસ્ક્યુલર ડિમેન્શિયા, લ્યુ બોડી ડિમેન્શિયા અને ફ્રન્ટ-ટૂ-ટેમ્પરલ ડિમેન્શિયા છે. સંયુક્ત ચિત્તભ્રંશ પણ સામાન્ય છે. બહુ ઓછા કેસનું તબીબી કે સર્જિકલ ઉપચાર દ્વારા મેનેજમેન્ટ થઈ શકશે, જેમ કે, ગાંઠ, ઇન્ફેક્શન, એસડીએચ, હાઇપોથાઇરોઇડિઝમ, એનપીએચ, વિટામિન B12, ફોલિક એસિડ વગેરેની ઊણપ.
અલ્ઝાઇમર્સનો રોગ મગજને વધતું નુકસાન છે, જેમાં ન્યૂરિટિક પ્લેક અને ન્યૂરોફાઇબ્રિલરીની રચના હોય છે, જે 65 વર્ષથી વધારે વય ધરાવતી વ્યક્તિઓમાં ઇજા અને ન્યૂરોનનાં મૃત્યુ તરફ દોરી જાય છે. એનાં પ્રારંભિક ચિહ્નોમાં ચીજવસ્તુઓ ક્યાં મૂકી છે એ ભૂલી જવું, શબ્દો શોધવામાં મુશ્કેલીને કારણે સંચારની સમસ્યા, રોજિંદા જીવનમાં અગાઉની રોજિંદી ક્રિયાઓ કરવામાં મુશ્કેલી, ઇમેજ અને સ્પેસને સમજવામાં મુશ્કેલી, જે દિશાની નબળી સમજણ તરફ દોરી જાય છે, નિર્ણયક્ષમતામાં ઘટાડો, સરળ ગણતરી ઉકેલવામાં મુશ્કેલી અને પર્સનલ ફાઇનાન્સનું સંચાલન, ચિંતા, ડર અને હતાશા જેવા મૂડમાં ફેરફારો વગેરે સામેલ છે. રોગની શરૂઆત તબક્કાવાર થાય છે, જેથી એની શરૂઆત ક્યારે થઈ એ કહેવું મુશ્કેલ છે અને સામાન્ય રીતે એને ઉંમર વધવાની પ્રક્રિયા સાથે સીધો સંબંધ છે. દર વર્ષે વધુને વધુ કાર્યો દર્દીને રોજિંદી અંગત સમસ્યાઓ માટે બાહ્ય સપોર્ટ પર નિર્ભર બનાવે છે. આ દર્દીને સામાજિક રીતે વિચિત્ર પરિસ્થિતિ પણ ઊભી કરે છે (વર્તણૂંકમાં ચડાવ-ઉતાર અને અસુવિધા), જે છેવટે મોટી ઉંમરે સંપૂર્ણ નિર્ભરતા તરફ દોરી જાય છે. અલ્ઝાઇમર્સ ડિસીઝ અસરગ્રસ્ત લોકોની ઉંમરમાં આશરે 7 વર્ષનો ઘટાડો થઈ જાય છે.
નિદાનમાં શારીરિક અને ન્યૂલોજિકલ ચકાસણીની જરૂર છે, જેમાં મગજની સમસ્યા માટે જવાબદાર સારવાર કરી શકાય એવી સમસ્યાઓ શોધવા એમએમએસઇ, એમઆરઆઈ જેવા પ્રમાણભૂત પરીક્ષણો સામેલ છે તથા લોહીનાં અન્ય પરીક્ષણો સામેલ છે. ચોક્કસ અને નોન-ઇન્વેસિવ બાયોમાર્કર્સનો અભાવ છે. સીએસએફ સ્તરનાં માપમાં તાઉ પ્રોટિન, એમીલોઇડ બીટા 42 પ્રોટિન, એમઆરઆઈ અને એફડીજી પીઇટી ચિત્તભ્રંશનાં અન્ય પ્રકારોનાં નિદાનમાં મદદરૂપ છે.
ચિત્તભ્રંશનું વ્યવસ્થાપન જટિલ છે. સારવારમાં કોલાઇનસ્ટેરેઝ ઇન્હિબિટર્સ (ડોનેપેઝિલ અને રિવસ્ટિગ્માઇન) અને મેમન્ટાઇન જેવી સારવાર સામેલ છે. આ સારવારો થોડાં વર્ષો માટે ટૂંકા ગાળાનાં લાભ પ્રદાન કરે છે. સંલગ્ન વર્તણૂંક ચિહ્નો માટેની સારવારમાં એન્ઝિઓલીટિક્સ, એન્ટિ-ડિપ્રેસ્સન્ટ અને એન્ટિસાઇકોટિક્સ સામેલ છે. આ રોગની કોઈ સારવાર નથી અને ચિત્તભ્રંશ ધરાવતાં લોકો માટે વહેસાર નિદાન, સ્વાસ્થ્યની ગુણવત્તાયુક્ત સેવાઓ તથા કેર ગિવર્સને માહિતી અને સપોર્ટ પર ભાર મૂકવો પડશે. પ્રાથમિક નિવારક વ્યૂહરચનામાં મિડલાઇફ હાયપરટેન્શન, ડાયાબીટિસ, મિડલાઇફ ઓબેસિટી, ધુમ્રપાન અને શારીરિક નિષ્ક્રિયતા જેવા વાસ્ક્યુલર જોખમી પરિબળોને લક્ષ્યાંક બનાવવી પડશે.
સ્ત્રોત-1) ડિમેન્શિયા – એ પબ્લિક હેલ્ધ પ્રાયોરિટી, ડબલ્યુએચઓ રિપોર્ટ 2012. 2) ડિમેન્શિયા ઇન્ડિયા રિપોર્ટ 2010: અલ્ઝાઇમર્સ એન્ડ રિલેટેડ ડિસઓર્ડર્સ સોસાયટી ઓફ ઇન્ડિયા, 2010
સ્ત્રોત ડો.કમલ નાગર(ન્યૂરોલોજિસ્ટ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/7/2020