ડિમેન્શિયા (Dementia, સ્મૃતિભ્રંશ) ઘડપણમાં થતા મગજને નુકશાનનું પરિણામ છે. તે આગળ વધતો (progressive) રોગ છે. તેનો ઈલાજ નથી અને તેના લક્ષણો ધીમે ધીમે વધતા જાય છે. ડિમેન્શિયા થવાથી માણસ ધીરે ધીરે વધારે ભૂલવા માંડે છે. સાથે તે રોજીંદા કાર્યો કરવાની ક્ષમતા ગુમાવે છે, જેવા કે ખરીદી કરી તેના બીલની ચુકવણી કરવી, સામાન્ય ભોજન બનાવવું, ફરવા જવાનું આયોજન કરવું. વધુ સમય જતા પોતાની સ્વસ્થતા અને સ્વચ્છતા સચવાય નહી તથા સ્વજનો ઓળખાય નહી. પાછળથી ચાલવાની અને ગળવાની ક્ષમતા ધીરે ધીરે ઘટતી જાય છે.
ડિમેન્શિયા લક્ષણોનો સમૂહ છે. ૬૫ વર્ષથી વધારે ઉમરની વ્યક્તિઓમાં પ્રગતિશીલ ડિમેન્શિયાનું સૌથી મોટું કારણ અલ્ઝાઇમર્સ રોગ છે. જેનો ઈલાજ શક્ય નથી તેવા ડિમેન્શિયાને પ્રગતિશીલ "progressive" ડિમેન્શિયા કહેવાય છે. ૧૦૦થી વધારે એવા રોગ છે જેના કારણે ડિમેન્શિયા થઈ શકે છે. તેમાં વસ્કુલ્રર ડિમેન્શિયા, ફ્રોન્ટો-ટેમ્પોરલ તથા લુઈ બોડી ડિમેન્શિયાનો સમાવેશ થાય છે.
આપણા સમાજમાં અમુક ઉમર પછી ઓછું યાદ રહેવું, અને રોજના કાર્યમાં ભૂલો કરવી એ સામાન્ય માનવામાં આવે છે. જયારે આવી નબળી યાદશક્તિ અને કામ કરવાની અક્ષમતા રોજીંદા જીવન જીવવામાં તકલીફ ઉભી કરે ત્યારે આ ડિમેન્શિયાના લક્ષણ હોય શકે. ડિમેન્શિયા કોઈ રોગનું નામ નથી. એ લક્ષણોના સમુહને આપેલું નામ છે. મગજની બીમારીના લીધે જોવામાં આવતા આવા લક્ષણોના ઘણા જુદા કારણ હોય શકે. ડિમેન્શિયા ક્યાં રોગના લીધે અથવા કોઈ તૃતીના લીધે છે ટે નક્કી કરવા માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. કોઈ વાર ડિમેન્શિયાના મૂળ કરણનો ઈલાજ થઈ શકે છે. જો ડિમેન્શિયાના મૂળ કારણનો ઈલાજ ના હોય તો તેને પ્રોગ્રેસીવ, (progressive) ડિમેન્શિયા કહેવામાં આવે છે.
અલ્ઝાઈમર રોગ વૃધાવસ્થામાં થતા ડિમેન્શિયાનું સૌથી મોટું કારણ છે. અલ્ઝાઈમર મોટાભાગે ભૂલવાની અને સમઝવાની તકલીફ થઈ શરુ થાય છે, અને આગળ જતા અને સમય જતા પરાવશતા અને પછી મૃત્યુમાં અંત આવે છે.
મગજના કોષોને લોહી ઓછું મળવાથી વાસ્ક્યુલર ડિમેન્શિયા થયી શકે છે. તેમને ઓક્સીજન પુરતું મળતું નથી તેથી તે કોશ નાશ પામે છે. સ્ટ્રોક થવાથી અથવા તો બીજી બીમારીના લીધે મગજમાં લોહી ઓછુ ફરે ત્યારે આવી સ્થિતિ ઉભી થાય છે. મગજના ક્યાં કોશો નાશ પામે છે ટે પ્રમાણે રોગના લક્ષણ જુદા જુદા જોવા મળે છે. ડિમેન્શિયાનું આ બીજું કારણ છે.
શરૂઆતના તબક્કા દરમિયાન નીચે દર્શાવ્યા પ્રમાણેના દેખાતા લક્ષણોને ઘણી વખત અવગણવામાં આવે છે.
ડિમેન્શિયાના કારણે એક વ્યક્તિની કાર્ય-પ્રવૃત્તિઓ અને ઉત્પાદકતા મર્યાદિત થવાની શરૂઆત થાય છે અને સ્વાભાવિકપણે જ તેના કારણે નીચે જણાવ્યા પ્રમાણેની મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.
સમયની સાથે ડિમેન્શિયાના કારણે સંપૂર્ણપણે પરતંત્રતા આવી જાય છે. યાદશક્તિ અને વાતચીત કરવાની કળા ગુમાવી દે છે. વધુમાં નીચે જણાવ્યા પ્રમાણેના લક્ષણોનો તેમાં સમાવેશ થઈ શકે છે.
આપણા દેશમાં આશરે ૪૨ લાખ વૃદ્ધજનોને ડિમેન્શિયા છે, જેનું કારણ અલ્ઝાઇમર્સ
અથવા અન્ય રોગ છે. આપણા સમાજમાં ડિમેન્શિયા વિષે ઓછી જાણકારી હોવાથી તેમના રોગનું નિદાન ઘણા વરસો સુધી થતું નથી. રોગના ચિન્હો જોવા તો મળે છે, જેમ કે ભૂલી જવું, રોજીંદા કાર્ય માં ગોટાળા કરવા, અને પોતાની દિનચર્યામાં મદદની જરૂર પડવી, પણ આ બધું સામન્ય ઘડપણ માની, તે માટે કોઈ ડોક્ટરની સલાહ લેવામાં આવતી નથી. જો વહેલું નિદાન થાય તો વ્યક્તી અને કુટુંબ માટે ઘણા ફાયદા છે.
ડિમેન્શિયા વ્યક્તી તથા તેના પરિવાર માટે ખુબજ કષ્ટ લાવે છે. ડિમેન્શિયા માટે સન ૨૦૧૦માં નો સમાજનો ખર્ચ આશરે રૂ.૧૪,૭૦૦ કરોડ થયો હતો તેવુ ARDSI ના રીસર્ચ પ્રમાણે જાણવા મળે છે. સન ૨૦૩૦માં ખર્ચ આથી ત્રણ ગણો થશે તેવુ અંદાજવામાં આવેલ છે.
ડિમેન્શિયાના કારણે વ્યક્તી તથા કાળજી રાખનાર માટે ઘણી યાતનાઓ, વેદના ઉભી થાય છે. કાળજી લેનાર માટે આ ખુબજ મૂંઝવણભર્યું અને કઠણ કાર્ય છે.
ડિમેન્શિયા વાળી વ્યક્તિને જો હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો ઘણી તકલીફો ઉભી થાય છે. હોસ્પિટલો, નર્સિંગ હોમમાં આવી વ્યક્તિની ખાસ જરૂરિયાતો ને ધ્યાન આપવાની સગવડ હોતી નથી. સ્ટાફને અનેક વાર સમઝાવવા તથા ખાસ સૂચનો વારંવાર આપવા છતાં આ તકલીફ રહે છે એવું ઘણાનનું કહેવું છે.
જે વ્યક્તિ ડિમેન્શિયાના કારણે આજે શું જમ્યા અથવા આજે શું તારીખ છે તે કહી નથી શકતા તેમના પાસેથી મેડીકલ પ્રોફેશનલ તેમની કેસ હીસટરી થ્થે બીમારીના લક્ષણ પૂછવાનો આગ્રહ રાખે છે. અને તેઓ તેમને નોર્મલ વ્યક્તીને સુચના આપે તેમ આપે છે.
ઇંગ્લેન્ડમાં હોસ્પિટલો માં ડિમેન્શિયા વાળા લોકો માટે કાળજીનું સ્તર એક નવા રીપોર્ટમાં 'પુવર', એવું વર્ણવ્વામાં આવ્યું છે. એક લેખ આ મુદ્દાઓ ચર્ચા કરે છે. તેમાં ધ્યાનમાં આવ્યું છે કે ડિમેન્શિયા વાળી વ્યક્તિઓ ઘણીવાર ખોરાક વગર રહી જાય છે, તેઓ પોતાની જરૂરિયાતો વિષે વાત કરી શકતા નથી તેથી કોઈ પીડા થતી હોય, દુખતું હોય તો કહી નથી શકતા. સ્ટાફ દર્દીઓની જરૂરિયાતો સમઝતા નથી અથવા તેમની જરૂરિયાતોના જે સંકેત છે, જેવા કે, વર્તનમાં ફેરફાર, મુડમાં ફેર, તે પરખી શકતા નથી. જે માહિતી મળે છે તે જુદી જુદી સેવા આપનારમાં શેર કરવામાં આવતી નથી.
ભારતમાં મેડિકલ અને હોસ્પિટલ સેવાઓ હજુ પણ ડિમેન્શિયા વાળી વ્યક્તિને અન્ય દર્દીઓની જેમજ સારવાર કરવામાં આવે છે. આ સેવાઓને ડિમેન્શિયા મૈત્રીપૂર્ણ બનાવવા માટે આપણે સૌએ આગળ થવું પડશે. માર્ગ ઘણો લાંબો છે
ડિમેન્શિયાનું કારણ અલ્ઝાઇમર્સ તથા અન્ય મગજના રોગો હોય છે. વૃદ્ધજનોમાં વિટામિન ડીની ઉણપ આ રોગો સાથે સંકળાયેલ છે. વિટામિન ડીની ઉણપના કારણે લોહી લઈ જનારી નલિકાઓ નિષ્ક્રિય બને છે અને મગજના કોશ જીર્ણ થયી શકે છે. એક ચિલીમાં થયેલ પ્રયોગમાં જણાયું હતું કે વિટામિન ડી નું પ્રમાણ વધવાથી વૃદ્ધજનોમાં સંતુલન અને હરવા ફરવામાં સુધારો જોવા મળે છે.
આજની તારીખમાં હજુ પણ અલ્ઝાઇમર્સ શા કારણ થી થાય છે તે ખરેખર આપણને ખબર નથી. તેમ છતાં, આવા સંશોધનના પરિણામો પર ધ્યાન આપવું જોઈએ. વિટામિન ડીની ખામીનો ઉપાય મોટા ભાગે સરળતાથી હલ કરી શકાય છે.
પૂરતો સૂર્યપ્રકાશ મેળવવો મહત્વનું છે. દિવસમાં એક વાર બહાર ટહેલવા નીકળવાથી પૂરતો સૂર્યપ્રકાશ પ્રાપ્ત થયી શકે છે. ઘણી વાર વૃદ્ધ જનો શારીરિક તકલીફો ને કારણે ઘરની અંદરજ રહે છે અને તેમને પુરતો સૂર્ય પ્રકાશ તથા કસરત મળતી નથી. આવા સંજોગોમાં ડૉક્ટરની સલાહ લઇ વિટામિન ડી સપ્લીમેન્ટ આપી શકાય જે આ પરિસ્થિતિમાં મદદ કરી શકે છે.
સ્ત્રોત: વરિષ્ટ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/6/2019