આપણા શરીરમાં મસ્તિક અને નાડીઓ નો પ્રાણવાયુ (Oxygen) અને પોષક તત્વો ની સતત આપૂર્તિ રક્ત વાહીનીઓ થી રક્ત દ્વારા કરવામાં આવે છે. જયારે પણ આ રક્તવાહિનીઓ માં કોઈ કારણોસર ક્ષતિ પહોચે છે કે અવરોધ ઉભો થાય છે ત્યારે મસ્તિક ના અમુક ભાગને લોહી ની આપૂર્તિ બંધ થઇ જાય છે.
જેવી રીતે હ્રદયને લોહી જરૂરિયાત પૂરી ન થવાથી હ્રદય નો હુમલો Heart attack આવી જાય છે, તેવી રીતે મસ્તિક ના અમુક ભાગને 3 થી 4 મિનિટથી વધુ લોહી ન મળવાથી પ્રાણવાયુ (ઓક્સિજન) અને પોષક તત્વોના અભાવે નાશ થવા લાગે છે, તેને જ મસ્તિક નો હુમલો (Brain stroke) કે Brain attack પણ કહે છે.
stroke કે મસ્તિક નો હુમલા (Brain stroke) ને લીધે, લક્ષણ અને ઉપચાર સાથે જોડાયેલી સંપૂર્ણ જાણકારી સરળ ગુજરાતી ભાષામાં નીચે આપેલી છે.
- મસ્તિકનો હુમલો (Brain stroke) કારણ, લક્ષણ અને સારવાર
- મસ્તિકનો હુમલો (Brain stroke) કારણ શું છે?
- મસ્તિકનો હુમલો (Brain stroke) થવાના મુખ્ય 2 કારણ જોવા મળે છે.
- Ischemic stroke – લોહી વગર મસ્તિક નો હુમલો (Brain stroke)
- Hemorrhagic stroke રક્તસ્ત્રાવ મસ્તિક નો હુમલો (Brain stroke)
એક ત્રીજા પ્રકારનો પણ મસ્તિકનો અસ્થાઈ હુમલો હોય છે જેમાં stroke ના લક્ષણો થોડી મિનીટ થી લઈને થોડી કલાકો સુધી રહે છે અને પછી તે ઠીક થઇ જાય છે. તેને Transient Ischemic attack કે TIA કહે છે. આ તે વાતની ચેતવણી આપે છે કે તમને કોઈ તકલીફ છે અને તેનો ઈલાજ ન કરાવ્યો તો નજીકના ભવિષ્યમાં તમને stroke પડી શકે છે.
મસ્તિક નો હુમલો (Brain stroke) ના કારણોની વધુ જાણકારી નીચે આપવામાં આવી છે.
લોહી વગર મસ્તિક નો હુમલો (Ischemic stroke)
- Brain stroke થવા ના આ સૌથી સામાન્ય કારણ છે. લગભગ 80 થી 85 % લોકોમાં મસ્તિકના હુમલાને કારણે તે થાય છે. તે મસ્તિકની કોઈ રક્તવાહિની ને સંકીર્ણ થવા કે અવરોધ ઉભો થવા ને કારણે થાય છે. તેના મુખ્ય 2 કારણ છે.
- Throombotic stroke – આ પ્રકારના મસ્તિક ના હુમલામાં મસ્તિક ની રક્તવાહિનીમાં લોહીના જામી જવા ના કારણે કે ગઠા (clot) ને કારણે અડચણ ઉભી થઇ જાય છે. જે રોગીઓ માં લોહીની અંદર Cholestrol નું પ્રમાણ વધુ હોય છે, તેવા રોગીઓની રક્તવાહિની માં અંદરના સ્તર ઉપર Fats જમા થઇ જાય છે જેને plaque કહે છે. આ જમા થયેલ plaque ઉપર લોહીના ગઠા જમા થઇ જવાથી ધીમે ધીમે આખી રક્તવાહિની માં અડચણ ઉભી થઇ જાય છે અને મસ્તિક ના તે ભાગમે લોહી ન મળવાથી Thrombotic stroke પડી જાય છે.
- Embolic stroke – આ પ્રકારના મસ્તિક ના હુમલામાં લોહી ના ગઠા કે ઇન્ફેકશન કે સલાઈન માં ફસાવા ને કારણે રક્તવાહિની માં અડચણ ઉભી થઈ જાય છે અને મસ્તિક ના તે ભાગને લોહી ન મળવાથી Embolic stroke પડી જાય છે.
રક્તસ્ત્રાવ મસ્તિકનો હુમલો(Hemorrhaqic stroke)
મસ્તિક ની કોઈ રક્તવાહિનીમાં રક્તસ્ત્રાવ થવાને કારણે થતા આ મ્સ્તીકના હુમલો ખુબ જ ગંભીર હોય છે. ઉચા લોહીના દબાણ, રક્ત વાહિની ની જન્મ જાત વિકૃતિ કે રક્ત વાહિની માં ફૂલવું (Aneursyms) ને કારણે મસ્તિક માં રક્તસ્ત્રાવ થઇ શકે છે. તેના બે પ્રકાર છે.
Intra – cranial Hemororrhage – આ પ્રકારમાં મસ્તિક ની કોઈ રક્તવાહિનીમાં રક્તસ્ત્રાવ હોવાને કારણે મસ્તિકના તે ભાગને લોહીની આપૂર્તીમાં ઉણપ આવવાને કારણે Brain cells ને નુકશાન પહોચે છે. આ પ્રકારે મસ્તિક ના હુમલા નું મુખ્ય કારણ ઉચા લોહીના દબાણ (Hypertension) સતત ઘણા સમય સુધી ઉચા લોહીના દબાણ ને કારણે રક્તવાહિની નબળી અને કડક થઇ જાય છે અને પરિણામે ફાટી જાય છે.
Sub-Archnoi Hemorrhge – આ પ્રકારમાં મસ્તિક અને કપાળ ની વચ્ચે ના ભાગ માં કોઈ રક્તવાહિનીમાં રક્તસ્ત્રાવ થવાને કારણે Sub-Archnoid apace માં લોહી એકત્રિત થઇ જાય છે. આ પ્રકારમાં રોગીને તેજ માથાનો દુઃખાવા નો અનુભવ થાય છે.
મસ્તિસ્ક નો હુમલો (Brain stroke) ના ક્યાં લક્ષણ છે ?
stroke ના લક્ષણનો મસ્તિક ના તે કઈ જગ્યાએ પડે છે અને કેટલું નુકશાન થયું છે તે વાત ઉપર આધાર રાખે છે. મસ્તિક ના હુમલા (Brain stroke) માં લક્ષણ અચાનક થાય છે અને તેમાં સામાન્ય લક્ષણ રહેલા છે. શરીરના એક જ ભાગના ચહેરો, હાથ કે પગમાં સુનાપણું, કીડીઓ દોડવી કે નબળાઈ જેવો અનુભવ થવો. અચાનક લડખડાવું, ચક્કર આવવા, શરીરનું સંતુલન બગડવું. ભ્રમ જેવી સ્થિતિ, બોલવા કે સમજવામાં મુશ્કેલી, ધીમે કે અસ્પષ્ટ બોલવું.
એક કે બન્ને આંખોમાં જોવામાં તકલીફ, તેજ માથાનો દુઃખાવો થવો, જીવ ગભરાવો અને ઉલટી થવી.
મસ્તિક નો હુમલો (Brain stroke) કોને થઇ શકે છે ?
stroke થવાનો ભય નીચે જણાવેલ વ્યક્તિઓને વધુ થઇ શકે છે.
- ઉચું લોહીનું દબાણ (Hypertension), મધુમેહ (Diabetes), હ્રદય રોગ (Heart Disese) કે ઉચા LDL Cholesterol થી પીડિત રોગી.
- મધુમેહ ના રોગીમાં stroke નું જોખમ 2 થી 3 ગણું વધુ હોય છે. જેના કુટુંબમાં કોઈને મસ્તિક નો હુમલો stroke નો ઈતિહાસ છે. ઉચા લોહીના દબાણ ના 40 થી 50 % રોગીઓને મસ્તિક નો હુમલો (stroke) થવાની શક્યતા રહે છે. 55 વર્ષથી ઉપરના વ્યક્તિ stroke cell Anemia કે Migraine ના રોગી. તનાવગ્રસ્ત વ્યક્તિ. નિયમિત દારૂ અને તમાકુ નું સેવન કરવા વાળા કે ધ્રુમપાન કરનારા વ્યક્તિ. જન્મજાત રક્તવાહિનીના રોગી. જેમનું વજન વધુ છે. જે સુસ્ત રહે છે અને કોઈ પ્રકારનો કોઈ વ્યાયામ નથી કરતા.
જે ગર્ભનિરોધક ગોળીઓ, Hormines ની ગોળી લઇ રહ્યા છે.
FAST સારવારનો અર્થ
ઉપર આપેલા લક્ષણોને તરત ઓળખવા માટે અને મસ્તિક ના હુમલાના રોગીઓ ની તરત ઓળખ અને તેને હોસ્પિટલ લઇ જઈને સારવાર કરાવવા માટે તમે FAST મદદ લઇ શકો છો, FAST નો અર્થ છે –
- F-Face (Facial Weakness) : રોગીને હસવા માટે કહો. તેના ચહેરા, હોઠ અને આંખ એક બાજુ લટકી જાય તો તે મસ્તિકના હુમલાના ચિન્હો છે.
- Arms (Arm વેઅલ્નેસ્સ) : રોગીને હાથ ઉઠાવવા અને સામે ફેલાવવાનું કહો. જો રોગીનો એક હાથ ઉઠી ન શકે અને ઉઠાવવા થી તરત નીચે પડી જાય તો તે મસ્તિક નો હુમલાના લક્ષણ છે.
- S-Speech (Speech Difficulty) : રોગીને કોઈ સવાલ પૂછો. જો તે બરોબર બોલી ન શકે અને તેનો અવાજ લડખડાય, નાના વાક્યોમાં પણ મુશ્કેલીથી બોલે તો તે મસ્તિક ના હુમલાના લક્ષણ છે.
- T-Time (Time to Act) : આવી સ્થિતિમાં રોગીને તરત ડોક્ટર પાસે હોસ્પીટલે પહોચાડવા જોઈએ. પહેલા 3 કલાકના golden period માં રોગીનો સારવાર મળવાથી મસ્તિક ના હુમલાથી થતા નુકશાનથી બચાવી શકાય છે.
મસ્તિક ના હુમલા stroke થી બચવા માટે શું કરવું જોઈએ ?
stroke થી બચવા માટે નીચે જણાવેલ ઉપાય કરવા જોઈએ : દારૂ, તમાકુ અને ધ્રુમપાન બંધ કરો. જો તમે ઉચું લોહીનું દબાણ (Hypertension), મધુમેહ (Diabetes), હ્રદય રોગ (Heart Disese) કે ઉચા LDL Cholesterol થી પીડિત છો તો નિયમિત ડોક્ટર પાસે તપાસ કરાવતા રહો અને ડોક્ટર ની સલાહ મુજબ દવા લેતા રહો. ફળ, શાકભાજી વગેરે સમતોલ આહાર લેવો જોઈએ. તનાવ થી દુર રહો. નિયમિત વ્યાયામ અને યોગ પ્રાણાયામ કરો. જો તમે મોટાપાના શિકાર છો તો તમારું વજન નિયંત્રિત રાખો. જો તમને વારંવાર માથાના દુખાવાની તકલીફ થાય છે તો ડોક્ટર પાસે તેની તપાસ કરાવવી જોઈએ. ડોક્ટરની સલાહ મુજબ CT Scan કે MRI દ્વારા તપાસ થઇ શકે છે.
લોહીના ગઠા ને અટકાવવાના ઉપાય
કાળી ચા એટલે બ્લેક ટી આરોગ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે પણ શું તમે જાણો છો કે કાળી ચા લોહીને ઘાટું બનાવવાથી અટકાવે છે જેના કારણે થી ધમનીઓમાં લોહી ના ગઠા જામવાથી અટકે છે. તે નસ માં લોહીની અસર ને સરળ બનાવે છે જેને કારણે બ્લડપ્રેશર પણ નિયંત્રણ રહે છે.
- જો તમે રોજ એક સફરજન કે સંતરા ખાવ છો તો પણ તમને લોહીના ગઠા જમવાની તકલીફ માંથી છુટકારો મળી શકે છે.
- નિયમિત રીતે કસરત કરો. વજનને નિયમિત કરો. ફળ, શાકભાજી અને અનાજનું સેવન વધુ અને મીઠું અને ચરબી નું સેવન ઓછું કરો. ધ્રુમપાન છોડો અને ઓછા પ્રમાણમાં દારૂનું સેવન કરો.
- બ્લડપ્રેશર ની નિયમિત તપાસ કરવો. તો મિત્રો તમે આ બીમારીના શિકાર ન થવા માંગતા હો તો આરામદાયક જીવન છોડી દો અને રોજ સવારે દોડ લગાવો. ઓફિસમાં જો તમારે વધુ સમય માટે બેસવું પડે છે તો પ્રયત્ન કરો કે થોડી વારમાં ચાલો. તેનાથી પગમાં લોહીનું વહેવું સામાન્ય રહેશે અને લોહી માં ગઠા ની સમસ્યા ને રોકી શકાય છે.
- જો તમને કોઈ તકલીફ નથી છતાં પણ 30 વર્ષ પછી વર્ષમાં એક વખત ડોક્ટર પાસે પોતાની શરિરિક તપાસ કરાવી લેવી જોઈએ.
- વિશ્વમાં દર 40 થી 45 માં કોઈને કોઈને મસ્તિકનો હુમલો stroke આવે છે. દરેક 3 મીનીટમાં મસ્તિક નો હુમલો (Brain stroke) ને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે. હ્રદય રોગ અને Cancer પછી આ ત્રીજો સૌથી મોટો જીવલેણ રોગ છે. જો આપણે સૌ થોડી સાવચેતી રાખીએ , FAST ના નિયમો ને યાદ રાખીએ અને લોકો સુધી આ સંદેશ ને પહોચાડીએ, તો આ રોગ થી મસ્તિક માં થતા નુકશાન અને ખરાબ અસર ને ઘણે અંશે રોકી શકીએ છીએ.
સ્ત્રોત: ફોરમસ્તી.કોમ