Proton Pump Inhibitor, H2 Receptor Blockers આ સિવાય Antacid Syrup અને બીજી દવાઓ એસિડિટી માટે ઉપલબ્ધ દવાઓ છે, પરંતુ ઘણી વખત એસિડિટીના દર્દી જાતે મેડિકલ સ્ટોરમાં દવા ખરીદી લાવે છે જે હિતાવહ નથી. મેડિકલ સ્ટોરમાંથી ખરીદેલી દવા દર્દીને થોડા સમય માટે રાહત આપી શકે છે, પણ એસિડિટીને જડમુળથી મટાડવા તે ઉપયોગી થઈ શકતી નથી.
પેટમાં દુઃખાવો થવો (આ દુખાવો ખાધા પહેલા અથવા પછી પણ થઈ શકે), લોહીની ઉલટી થવી, સંડાસ કાળો આવે, એસિડિટીની તકલીફ ખૂબજ વધી જાય. આ ઉપરાંત પેટમાં થતું Helicobacter Pylori ઈન્ફેક્શન પેટમાં ચાંદુ પાડી શકે છે. આ ઈન્ફેક્શન લાંબા ગાળે તેની અસર બતાવે છે. ઈન્ફેક્શનના બેક્ટેરીયા વર્ષો સુધી પેટમાં રહે છે અને તે ગમે તે સમયે સક્રિય થઈને પેટમાં ચાંદા પાડી શકે છે. આ ઉપરાંત પેઈન કિલર દવાઓનું વધુ પડતો ઉપયોગ, વધુ પડતો સ્ટ્રેસ તેમજ અનિયંત્રિત એસિડિટી પેટમાં ચાંદુ પાડી શકે છે.
કોઈ પણ દર્દીને ચાંદાના લક્ષણો જણાય તો તરત ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉક્ટરને મળવું. ચાંદુ પડે તેમા દુરબીનની તપાસ એટલે કે Endoscopy કરાવવી અનિવાર્ય છે. લોહીની ઉલટી ચાલુ હોય તો દૂરબીન વડે રક્તસ્ત્રાવ બંધ કરી શકાય છે. એક વખત રક્તસ્ત્રાવ બંધ થાય પછી દવાઓ ફરજીયાત લેવી પડે છે. કોઈ પણ સંજોગોમાં ચાંદુ થવાના લક્ષણોની અવગણના કરવી નહીં.
લોહીની ઉલટી થાય, ખાવાનું અટકે, વારંવાર ઉલટી થાય, ભુખ ન લાગે અને વજન ઉતરે, 50 વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિને વારંવાર પેટનો અપચો થાય, લાંબા સમય સુધી પેટમાં દુઃખાવો રહે જેવા ચિહ્નો દેખાય એવા દર્દીઓ માટે અપર GI એન્ડોસ્કોપી કરી શકાય.
50 વર્ષથી મોટી ઉંમરની દર્દીને કબજીયાત રહે, સંડાસમાં લોહી પડે, કાળો સંડાસ થાય, વારંવારં ઝાડા થાય અને વજન ઉતરે જેવા ચિહ્નો દેખાય એવા દર્દીઓને કોલોનોસ્કોપી કરી શકાય છે. આવા દર્દીઓની સોનોગ્રાફી અથવા સિટી સ્કેન કરવામાં આવે તો તેમના આંતરડામાં સોજો દેખાય છે.
સ્ત્રોત: ડો કેતન શૈલેશ શાહ, પેટ, આંતરડા, લીવર તથા એન્ડોસ્કોપીના નિષ્ણાત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/15/2019