অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દારૂનું સેવનઃ લિવરનું પતન

લિવર એ આપણા શરીરનું એક મહત્વનું અંગ છે, શરીરની કાર્યપ્રક્રિયામાં તે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. લિવર એ એક એવું અંગ છે જેના વિના જીવન જીવવું અશક્ય છે. આ અંગ ફૂટબોલ આકારનું અને વજનમાં લગભગ એક કિલોગ્રામનું હોય છે જે પેટમાં જમણી બાજુએ પાંસળીઓની પાછળ હોય છે.

શરીરમાં લિવરનું કાર્ય:

લિવર ભોજનને એવા રાસાયણિક પદાર્થોમાં ફેરવે છે જે જીવનની વૃધ્ધિ માટે આવશ્યક છે. શરીરને આવશ્યકતા ઊભી થતાં તે જલ્દી જ ઉર્જા પ્રદાન કરે છે. આ અંગ શરીર માટે આવશ્યક નવા પ્રોટીન બનાવવા માટે પણ સહાય કરે છે એટલું જ નહીં તેમાં વિટામીન, ખનીજ અને શર્કરાનો ભંડાર હોય છે. આ અંગમાં જ પિત્તનું ઉત્પાદન થાય છે જે ભોજનની પાચન પ્રક્રિયામાં સહાય કરે છે.

લિવરમાં થતાં રોગો

  • વાયરલ હિપેટાઈટીસ
  • દારૂના સેવનને લીધે થતાં રોગ
  • લિવર સિરોસીસ
  • લિવરમાં સંક્રમણ અને પસ
  • પોષણની કમી સાથે સંકળાયેલ લિવરના રોગ
  • લિવર કેન્સર
  • પિત્તાશયમાં પથરી
  • બાળકોમાં થતાં લિવરના રોગો
  • લિવરમાં થતી બીમારીના શારીરિક લક્ષણો અને ચિન્હો
  • ચામડી અને આંખનો રંગ પીળો થવો, જેને પિલીયા પણ કહે છે
  • ભૂખ ઓછી લાગવી
  • લોહીની ઉલ્ટી થવી અને ઝાડામાં લોહી પડવું
  • પેટમાં સોજો આવવો (લિવર રોગના કારણે પેટમાં પાણી પણ ભરાય છે)
  • શરીરમાં ખંજવાળ આવવી

વાયરલ હિપેટાઈટીસ:

હિપેટાઈટીસ વિભિન્ન પ્રકારના વાયરસથી થતો રોગ છે, આ રોગ પેટમાં સંક્રમણને કારણે લિવરમાં સોજો આવી જાય છે. હિપેટાઈટીસ વિવિધ પ્રકારના હોય છે જેમ કે, હિપેટાઈટીસ એ,બી,સી,ડી,ઈ વગેરે.

હિપેટાઈટીસ એ :

આ રોગ દુષિત પાણી અને ખાન-પાન તથા અસર્જિત ઝાડા દ્વારા ફેલાય છે.

હિપેટાઈટીસ બી :

આ રોગ સંક્રમિત લોહી અને શરીરના સ્ત્રાવના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

હિપેટાઈટીસ સી :

આ સંક્રમિત લોહી દ્વારા ફેલાય છે

હિપેટાઈટીસ બી અને સી ના લીધે લિવર હંમેશ માટે ખરાબ થઈ શકે છે

હિપેટાઈટીસના વાયરસ લોહી, આંતરડા, ઝાડા, થૂંક અને અન્ય શારીરિક સ્ત્રાવમાં ઉપસ્થિત હોય છે. આ રોગ થવા પર બધા રોગીઓમાં લક્ષણ દેખાય તે આવશ્યક નથી, ઘણાં લોકોમાં રોગના લક્ષણો દેખાતા નથી અને ઘણા લોકોમાં લિવર કઠણ તેમજ મોટું (એન્લાર્જ) થઈ જાય છે. તાવ, અશક્તિ, ગભરાટ, ઉલ્ટી, કમળો, ભૂખ ઓછી લાગવી જેવા લક્ષણો મોટાભાગના પેશન્ટમાં દેખાય છે. હિપેટાઈટીસ બી ની રસી (વેક્સીન) ઉપલબ્ધ છે જેને લેવાથી આ રોગનાં સંક્રમણથી બચાવ થઈ શકે છે. આ રસી બધા જ નવજાત શિશુ, લોહીના સંપર્કમાં કાર્ય કરતી વ્યક્તિઓએ અનિવાર્ય રીતે લેવી જ જોઈએ. હિપેટાઈટીસ સી અને બી ના દર્દીઓમાં સિરોસીસ અને કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે.

દારૂના સેવનથી થતાં લિવરના રોગો:

દારૂના લીધે થતાં લિવરના રોગોને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.

લિવરમાં સોજો :

દારૂના સેવનથી થતો આ એક સામાન્ય રોગ છે જેના કારણે લિવરના આકારમાં વધારો થાય છે અને પેટના ઉપરના ભાગમાં જમણી બાજુએ દુખાવો થાય છે. લિવરનો આકાર વધવાથી કે સોજો આવવાથી તકલીફ થાય છે અને એક પ્રકારે ભારેપણું લાગે છે. લિવરમાં વધારે ચરબી જમા થવાથી કમળો તથા લિવરના કાર્યોમાં ગરબડ થવાની સંભાવના પણ રહે છે.

એલ્કોહોલિક હિપેટાઈટીસ :

આ અચાનક અને તીવ્રતાથી થતો રોગ છે જેમાં ગભારટ, ઉલ્ટી, પેટમાં જમણી બાજુ અને ઉપર તથા મધ્ય ભાગમાં દર્દ, તાવ, કમળો, લિવરના આકારમાં વધારો, લોહીના શ્વેત કણ ઓછા થવા જેવા લક્ષણો દેખાય છે. સાચા સમય પર સાચો તેમજ પૂરો ઈલાજ કરાવવો એ જ એનો બચાવ છે. આ રોગની અસરકારક સારવાર ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી દર્દી દારૂનું સેવન સંપૂર્ણપણે બંધ ન કરે. આ રોગમાં દારૂનું સતત સેવન કરવાથી બીમારી વધી શકે છે અને લિવર સિરોસીસ પણ થઈ શકે છે.

એલ્કોહોલિક સિરોસીસ :

લાંબા સમય સુધી વધુ માત્રામાં દારૂના સેવનથી 15-20 ટકા લોકોમાં આ રોગ થવાનું જોખમ રહેલું છે.

સિરોસીસ ઓફ લિવર :

સિરોસીસ ઓફ લિવર પણ ઘણાં પ્રકારના હોય છે જેમાંથી થોડાક તો ઈલાજ દ્વારા આંશિક રૂપથી મટાડી શકાય છે પરંતુ કેટલાંક થી બચવું અસંભવ છે.

લિવર કેન્સર:

લિવર કેન્સર મોટાભાગે શરીરના અન્ય ભાગમાં કેન્સર હોવાના કારણે થાય છે. વાયરસ હિપેટાઈટીસ, પેરાસાઈટસ દવાઓ કે ઝેરી પદાર્થ વાતાવરણમાં ઉપસ્થિત હોય તો તે પણ લિવર કેન્સર માટે જવાબદાર બની શકે છે. હિપેટાઈટીસ બી અને સી વાયરસની ઉપસ્થિતી લિવર કેન્સર થવાના જોખમને વઘારે છે. ભારતમાં દર વર્ષે લાખો લોકો લિવર અને પિત્તાશયની બીમારીથી પિડાય છે અને કેટલાંક તો લિવરની બીમારીના કારણે મોતનો શિકાર પણ બને છે. આ રોગના ઈલાજ માટે નવા પરિક્ષણની શોધ થઈ રહી છે પરંતુ તેના બચાવ માટે હજુ ઘણું કરવાનું બાકી છે. ખૂબ જ રોગગ્રસ્ત લિવરને સર્જરી દ્વારા કાઢી હવે નવું લિવર પ્રત્યારોપિત કરી આવા દર્દીને નવી જિંદગી બક્ષી શકાય છે.

શું કરવું:

સારું અને સ્વચ્છ ખાનપાન અને પાણીનું સેવન કરો, ગંદા પાણીથી વાયરલ હિપેટાઈટીસ થઈ શકે છે

  • જુની–વાસી મગફળીનું સેવન ના કરો
  • હિપેટાઈટીસ બી ની રસી લગાવો
  • દારૂ અને નશીલા પદાર્થના સેવનથી દૂર રહો
  • હાનિકારક રાસાયણિક પદાર્થોના સીધા સંપર્કમાં આવવાથી બચો
  • પિત્તની નળીમાં પથરી કે સંકોચન હોય તો તુરત જ તેનો ઈલાજ કરાવો
  • પરિવારમાં કોઈને લિવરનો રોગ હોય તો અન્ય સભ્યોના લિવરની પણ તપાસ કરાવો

દારૂના સેવનથી થતો આ એક સામાન્ય રોગ છે જેના કારણે લિવરના આકારમાં વધારો થાય છે અને પેટના ઉપરના ભાગમાં જમણી બાજુએ દુખાવો થાય છે. લિવરનો આકાર વધવાથી કે સોજો આવવાથી તકલીફ થાય છે અને એક પ્રકારે ભારેપણું લાગે છે. લિવરમાં વધારે ચરબી જમા થવાથી કમળો તથા લિવરના કાર્યોમાં ગરબડ થવાની સંભાવના પણ રહે છે

ડો. શ્રવણ બહોરા, ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate