অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પિત્તાશયની પથરી

પિત્તાશયની પથરીથી ગભરાઓ નહીંઃ સત્ય સમજો

પિત્તાશય એ દરેક વ્યક્તિના શરીરમાં જમણી બાજુ લીવરની નીચે આવેલું અવયવ છે. પિત્તાશય એક કોથળી જેવું હોય છે જેને Gall bladder કેહવામાં આવે છે ખોરાક ના પાચન માટે જરૂરી પિત્તરસ (Bile) લીવરમાં બને છે અને પિત્તની થેલીમાં તેનો સંગ્રહ થતો હોય છે. ખોરાક અન્નનળીમાંથી જઠર અને આંતરડામાં આવે એટલે પિત્તાશયમાં સંગ્રહ થયેલ પિત્તરસ એક પિત્તની નળી ધ્વારા આંતરડામાં આવે છે એટલે કે પિત્તાશયની થેલીનું કામ માત્ર temporary પિત્તરસનો સંગ્રહ કરવાનું છે , નહિ કે પિત્તરસ બનાવવાનું.

પિત્તાશય માં પથરી થવાના કારણો અને તેના લક્ષણો

પિત્તાશય માં પથરી થવાના કારણો વિષે વિજ્ઞાન માં ઘણી જ ધારણાઓ અને તર્ક છે પરંતુ તેમાંના એક પણ સો ટકા સંપૂર્ણ નથી. સામાન્ય રીતે સ્ત્રીઓમાં પુરુષ ની સરખામણીમાં પિત્તાશયની પથરી વધુ જોવા મળતી હોય છે. પિત્તાશય જયારે બરાબર કામ ન કરે ત્યારે જ તેમાં પથરી બનવાની શરૂઆત થાય છે અને તે પથરી સંખ્યામાં એક કે એક થી વધુ હોઈ શકે છે પથરીના કદમાં વિવિધતા હોઈ શકે છે. પિત્તાશયમાં થતી પથરી જયારે તેના મોઢા આગળ ફસાય કે પિત્તની નળીમાં સરકી જાય કે પિત્તની નળીમાં અટકાવ ઉત્પન કરે ત્યારે પિત્તાશયમાં સોજો આવે છે જેને calculous cholecystitis કહેવામાં આવે છે.

સામાન્ય રીતે પેટમાં ઉપરના ભાગમાં દુખાવો થવો, જમણી બાજુ છાતીની નીચે દુખાવો થવો, ઊલટીઓ થવી, પેટમાં ભાર લાગવો, દુખાવો કમર તરફ જવો , થોડું ખાવાથી પણ પેટ ફૂલી જવું કે ભાર લાગવો એ તેના લક્ષણો છે.કોઈક વાર પિત્તની નળીની પથરીના લીધે કમળો થવો સ્વાદુપિન્ડ ઉપર સોજો આવવો જેવી ગંભીર સમસ્યા પણ થઇ શકે છે .આથી જ પિત્તાશયની પથરીના નિદાન બાદ સમયસર તેનો ઈલાજ કરાવવાથી ઉપરોક્ત થતી તકલીફો અને Complications ટાળી શકાય છે. કોમ્પ્લીકેશન્સ થયા પછી પણ ઈલાજ તો થઇ જ શકે છે પણ તે માટેની પ્રકિયા વધુ જટિલ મુશ્કેલીવાળી અને ખર્ચાળ થતી હોય છે અને દર્દીને વધુ હેરાનગતિ સહન કરવી પડે છે.

પિત્તાશય ની પથરી નું નિદાન શી રીતે થઇ શકે?

સામાન્ય રીતે પિત્તાશયની પથરીનું નિદાન સોનોગ્રાફીની તપાસથી કરી શકાય છે. તેના લીધે આજુબાજુના અવયવોને અસર થઇ શકે છે કે કેમ તથા પિત્તની નળીમાં ઉતરી ગયેલી પથરીના નિદાન માટે MRCP એટલે કે MRI ની તપાસ કરાવવામાં આવે છે.

પિત્તાશય ની પથરીનો ઈલાજ શું છે?

જેમ કિડની કે પેશાબની નળીમાં પથરી થાય તો માત્ર પથરી કાઢી નાખવામાં આવે છે. પિત્તાશયની પથરીમાં તેવું નથી થતું પિત્તાશયમાંથી માત્ર પથરી કાઢી લેવાથી તેનો ઈલાજ પૂર્ણ નથી થતો, પરંતુ પિત્તાશય આખું પથરી સાથે કાઢી નાખવું તે જ તેનો સચોટ ઉપાય છે.

સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે પિત્તાશયની પથરી જો નુકસાન કરે કે કોઈ તકલીફ ઉભી કરે તો જ તેનો ઉપાય કે ઈલાજ કરાવવો પરંતુ તે સલાહભર્યું નથી.

શુ આપણા ઘરમાં ચોર છે તેવું આપણને માલુમ પડી જાય તો જ્યાં સુધી ચોરી ન થાય ત્યાં સુધી ચોર ને ઘરમાં રાખી શકાય? આજ રીતે પિત્તની પથરી ના લીધે તકલીફ કે કોમ્પ્લીકેશન્સ થાય એ તો આગ લાગે એટલે કૂવો ખોદવા જેવું છે. આજ કારણથી છેલ્લા ૧૦૦થી વધુ વષર્થી પિત્તની થેલી કાઢી નાખવી તે જ તેનો સચોટ ઈલાજ છે પહેલાના જમાનામાં આ ઓપરેશન પેટ પર મોટો કાપો મૂકીને પેટ ખોલીને એટલે કે ઓપન સર્જરી દ્વારા કરવામાં આવતી હતી.

પરંતુ આજના દૂરબીન અને સાધન સુસજ્જ જમાનામાં આ ઓપેરશન છેલ્લા ૨૦થી વધુ વર્ષ થી દૂરબીન થી એટલે કે laproscopy થી કરવામાં આવે છે. જેને Laproscopic Cholecystectomy કહેવામાં આવે છે. સામાન્ય રીતે પેટ પર ત્રણ થી ચાર કાણાં પાડી તેમાંથી દૂરબીન અને સાધનો નાંખી પિત્ત ની થેલીનું ઓપરેશન કરવામાં આવે છે.

દર્દીને આખા બેભાન કરીને એટલે કે જનરલ એનેસ્થેસિયામાં આ શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ઓપરેશન ૪૫ મિનિટથી ૧ કલાકમાં પૂરું થઇ જતું હોય છે, પરંતુ ઘણીવાર પિત્તાશય ફાટી ગયું હોય અથવા તેમાં પરુ થઇ ગયું હોય અથવા આજુબાજુના અવયવો સાથે ચોંટી ગયું હોય તો વધુ સમય લાગી શકતો હોય છે. સામાન્ય રીતે દર્દીને ૨ થી ૩ દિવસમાં રજા આપી દેવામાં આવે છે.

સામાન્ય રીતે પિત્તાશયની પથરી જેવા જ લક્ષણો એસીડીટી, ગેસ,કબજિયાતના લીધે પણ થતા હોય છે. આથીજ આ પ્રકારના લક્ષણો માટે પિત્તાશયની પથરી એ એક કારણ હોઈ શકે છે નહિ કે એકમાત્ર કારણ. આથી આ પ્રકારની તકલીફથી પીડાતા દર્દીઓએ ડૉક્ટરનો સંપર્ક કરી જરૂરી રિપોર્ટ કરાવી સારવાર કરાવવી હિતાવહ છે.

પિત્તાશયના ઓપરેશનને લઈ લોકોની ગેરસમજ

આજના આ શિક્ષિત સમાજમાં પણ પિત્તાશયના ઓપરેશનને લઇ ઘણી ગેરસમજ પ્રવર્તે છે. સામાન્ય રીતે લોકોમાં એવી ધારણા હોય છે કે પિત્તાશયનું ઓપરેશન કરાવ્યા પછી ખોરાકના પાચનમાં મુશ્કેલી પડતી હોય છે, પરંતુ ખોરાકના પાચન માટે પિત્ત રસની જરૂરી છે પિત્તાશયની નહિ. પિત્તાશયતો માત્ર થોડા સમય માટે પિત્તનો સંગ્રહ કરે છે.પરંતુ પિત્તરસ લીવરમાં બને છે. જે પિત્તની નળી દ્વારા આંતરડામાં આવતા જ હોય છે જેથી પાચનમાં મુશ્કેલી પડતી નથી.

ડૉ નિકુંજ જોષી. સર્જન.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate