હેપીટાઈટીસ A ના વાયરસને કારણે થાય છે. આ પ્રકારનો હેપીટાઈટીસ સામાન્ય રીતે દૂષિત ખોરાક કે પાણીને કારણે તથા હેપીટાઈટીસ થયેલી વ્યક્તિના સંપર્કથી થાય છે.
હેપીટાઈટીસ B ચેપી શરીરના ફ્લુઈડના સંપર્કને કારણે થાય છે. આવા ફ્લુઈડમાં લોહી, વજાઈનલ સિક્રીશન અથવા હેપીટાઈટીસ B ધરાવતા ફ્લુઈડને કારણે થાય છે. ઈન્જેક્શન ડ્રગ યુઝ, ચેપ લાગેલા પાર્ટનર સાથે સમાગમ અથવા ચેપ લાગેલી વ્યક્તિનું રેઝર વાપરવાથી હેપીટાઈટીસ B થવાનું જોખમ રહે છે.
હેપેટાઈટીસ C વાયરસ (HCV) ને કારણે થાય છે. ચેપી શરીરના પ્રવાહીના સંપર્કથી થાય છે, જેમાં ઈન્જેક્શન ડ્રગનો વપરાશ તથા સમાગમ વખતે સંપર્કથી થાય છે.
આ હેપેટાઈટીસ D, ને ડેલ્ટા હેપેટાઈટીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હેપેટાઈટીસ D એ હેપેટાઈટીસ D (HDV) વાયરસને કારણે થતો લીવરનો ગંભીર રોગ છે, જે ચેપ લાગેલા લોહીના સીધા સંપર્કથી થાય છે. હેપેટાઈટીસ D એ જૂજ પ્રમાણમાં જોવા મળતો રોગ છે અને હેપેટાઈટીસ B ના ચેપથી થાય છે.
હેપેટાઈટીસ E એ પાણીથી ફેલાતો રોગ છે, જે હેપેટાઈટીસ E (H E V) વાયરસથી પ્રસરે છે. હેપેટાઈટીસ E મુખ્યત્વે સ્વચ્છતાનો અભાવ હોય તેવા વિસ્તારોમાં જોવા મળે છે અને દૂષિત પાણી વપરાતું હોય ત્યાં પણ જોવા મળે છે.
અતિશય પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરવાથી લીવરને નુકશાન થાય છે અને સોજો આવે છે. આ રોગને આલ્કોહોલિક હેપેટાઈટીસ તરીકે ઓળખવામાં આવે છે. આલ્કોહોલ સીધો જ લીવરના કોષોને નુકશાન કરે છે. સમય જતાં આ નુકશાન કાયમી બની જાય છે અને લીવર કામગીરી કરવામાં નિષ્ફળ રહ છે અને સિરોસીસ એટલે કે લીવર જાડુ થઈ જવાના કે તેને ઈજા થવાની ઘટના બને છે.
જે અન્ય ઝેરી પદાર્થોથી હેપેટાઈટીસ થાય છે તેમાં દવાઓનો અતિશય ડોઝ અથવા તો ઝેરને કારણે થાય છે.
કેટલાક કિસ્સાઓમાં ઈમ્યુન સિસ્ટમ ભૂલથી લીવરને જોખમી વસ્તુ ગણે છે અને તેની પર હુમલો કરે છે. આવા કિસ્સાઓમાં લીવર ઉપર સોજો આવે છે, જે માઈલ્ડથી માંડીને ગંભીર પ્રકારનો હોય છે અને તે લીવરની કામગીરીને અવરોધ ઉભો કરે છે. પુરૂષોની તુલનામાં મહિલાઓમાં આ રોગ ત્રણ ગણો વધુ પ્રમાણમાં જોવા મળે છે.
ઈતિહાસ અને શારીરિક નિદાન, લીવરની કામગીરી અંગેના ટેસ્ટ, લીવર કઈ રીતે કામ કરે છે નક્કી કરવા માટે લોહીના નમૂનાનો અભ્યાસ કરાય છે. આ અભ્યાસમાં અસામાન્ય પરિણામ મળે તો તે સમસ્યાનું પ્રથમ ચિહ્ન છે.
એબ્ડોમીનલ અલ્ટ્રા સાઉન્ડનો ઉપયોગ કરવાથી પેટના અંગોની અલ્ટ્રા સાઉન્ડ ઈમેજ મળે છે. આ ટેસ્ટને કારણે તમારા ડોક્ટર લીવર અને તેની આસપાસના અંગોની તપાસ કરી શકે છે, જે નીચે મુજબની પધ્ધતિથી થાય છે.
લીવર બાયોપ્સી એ ઈનવેસીવ પ્રક્રિયા છે, જેમાં ડોક્ટર તમારા લીવરના ટીસ્યુનું સેમ્પલ લે છે.
હિપેટાઈટીસની સારવાર તમને કયા પ્રકાર (ચેપી, એક્યુટ અથવા ક્રોનિક) નો હિપેટાઈટીસ થયો છે તેના આધારે કરવામાં આવે છે.
હિપેટાઈટીસ A: હિપેટાઈટીસ Aમાં સામાન્ય રીતે સારવારની જરૂર પડતી નથી, કારણ કે તે ટૂંકા ગાળાનો રોગ છે. પથારીમાં આરામ કરવાની ભલામણ કરવામાં આવે છે અને પોષક ખોરાક લેવાનો રહે છે.
ચેપ લાગતો રોકવા માટે હિપેટાઈટીસ A ની રસી ઉપલબ્ધ છે. મોટા ભાગના બાળકોને આવી રસી 12 થી 18 મહિનાનું બાળક હોય ત્યારે આપવામાં આવે છે. આ પ્રકારની રસીમાં બે રસીની સિરીઝનો સમાવેશ થાય છે. હિપેટાઈટીસ A ની રસી પુખ્ત વયના લોકો માટે પણ ઉપલબ્ધ છે અને તેનો હિપેટાઈટીસ B રસી સાથે સમન્વય થઈ શકે છે.
હિપેટાઈટીસ B: એક્યુટ હિપેટાઈટીસ B માં ચોક્કસ સારવારની જરૂર પડતી નથી.
ક્રોનિક હિપેટાઈટીસ B ની સારવાર એન્ટી વાયરલ દવાઓથી થઈ શકે છે. આ પ્રકારની સારવાર ખર્ચાળ હોય છે, કારણકે તે ઘણાં મહિનાઓ અથવા વર્ષ સુધી ચાલુ રાખવી પડે છે. હિપેટાઈટીસ Bની સારવારમાં નિયમિતપણે તબીબી તપાસ અને મોનિટરીંગ જરૂરી બને છે અને જોવાનું રહે છે કે વાયરસ સારવારને પ્રતિભાવ આપે છે કે નહીં. હિપેટાઈટીસ B રસીકરણથી મટી શકે છે..
હિપેટાઈટીસ C: એક્યુટ અને ક્રોનિક બંને પ્રકારના હિપેટાઈટીસ C ની સારવારમાં એન્ટી વાયરલ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જે લોકોમાં સિરોસીસ (લીવરને ઈજા) અથવા લીવરનો રોગ હોય તેવા દર્દીઓને લીવર ટ્રાન્સપ્લાન્ટના ઉમેદવાર ગણવામાં આવે છે. હાલમાં હિપેટાઈટીસ C માટે કોઈ રસી ઉપલબ્ધ નથી..
હિપેટાઈટીસ D: હાલમાં હિપેટાઈટીસ D ની સારવાર માટે કોઈ એન્ટી વાયરલ દવાઓ ઉપલબ્ધ નથી. .
હિપેટાઈટીસ E :હાલમાં હિપેટાઈટીસ E ની સારવાર માટે કોઈ ચોક્કસ થેરાપી ઉપલબ્ધ નથી.
ક્રોનિક હિપેટાઈટીસ B અથવા C હોય તો આરોગ્યની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કારણકે વાયરસની લીવરને અસર થતી હોય છે. ક્રોનિક હિપેટાઈટીસ B અથવા C ને કારણે નીચેના જોખમો રહે છેઃ.
લીવરના ક્રોનિક રોગો, સિરોસીસ, લીવરનું કેન્સર, પોર્ટલ નલિકાઓમાં લોહીનું દબાણ વધવાથી લોહી લીવરમાં પ્રવેશે છે, જેને પોર્ટલ હાયપર ટેન્શન તરીકે ઓળખવામાં આવે છે., કિડીની ફેઈલ્યોર, હિપેટીક એન્કેફેલોપથી જેમાં થાક લાગવો, સ્મૃતિ ગૂમાવવી અને માનસિક ક્ષમતાઓ ઓછી થવાનો સમાવેશ થાય છે. એમાં એમોનિયા જેવા ઝેરી તત્વો મગજની કામગીરીને અસર કરે છે., હિપેટોસેલ્યુલર કાર્સીનોમા જે લીવરના કેન્સરનું એક સ્વરૂપ છે, મૃત્યુ.
ડૉ પ્રવીણ ગર્ગ, ફિઝિશિયન.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/12/2019