કાલા આઝાર શું છે
- તે દેશી રોગ છે
- ભારતમાં આ રોગ લેશ્મેનીયા ડોનોવેની નામના એકમાત્ર પરોપજીવીથી થાય છે.
- આ પરોપજીવી પ્રાથમિકપણે જાલિકા-અંત:સ્તરતંત્રને ચેપ લગાડે છે અને અસ્થિ મજ્જા, બરોળ અને યકૃતમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળી શકે.
પોસ્ટ કાલા-આઝાર ડર્મલ લેશ્મેનીયાસિસ (પીકેડીએલ) સ્થિતિ ત્યારે સર્જાય છે, જ્યારે લેશ્મેનીયા ડોનોવેની ચામડીના કોષોમાં ઘુસે છે, ત્યાં વસે છે, વિકસે છે અને ત્વચા વિક્ષતના લક્ષણરૂપે દેખાય છે. કાલા આઝારના કેટલાક કેસોમાં પીકેડીએલ સારવારના કેટલાક વર્ષો પછી વ્યક્ત થાય છે. તાજેતરમાં, એવું માનવામાં આવે છે કે પીકેડીએલ અંતરંગ તબક્કામાં પસાર થયા વિના વ્યક્ત થઈ શકે છે. જોકે, પીકેડીએલના લક્ષણો કઈ રીતે પ્રગટે છે તેના અંગે પૂરતી આધાર માહિતી હજુ એકઠી થઈ નથી.
કાલા આઝારના ચિહ્નો અને લક્ષણો શું છે?
- સતત તાવ, વચ્ચે વચ્ચે તાવમાં બમણો વધારો થાય
- ભૂખ મરી જાય, શરીર ફીક્કું પડે, વજન ઘટે, શરીર સતત સૂકાતું જાય
- સ્પ્લીનોમેગેલી – બરોળ ઝડપથી મોટી થાય, સામાન્યપણે પોચી અને પીડાવિહીન.
- યકૃત – મોટું થાય, પરંતુ બરોળ જેટલું નહીં, તેની સપાટી પોચી, લીસી થાય અને ધાર તીવ્ર
- લીમ્ફેડીનોપથી – ભારતમાં એટલું સામાન્ય નથી
- ચામડી – સૂકી, પાતળી અને કંટકવાળી, વાળ જતા પણ રહે. ગૌર વર્ણના લોકોના હાથ, પગ, પેઢુ અને ચહેરાની ચામડી રાખોડી રંગની થાય છે. આ લક્ષણ પરથી ભારતીય નામ કાલા આઝાર એટલે કે કાળો તાવ નામ પડ્યું છે.
- એનીમીયા – ઝડપથી વિકસે છે.
- નબળાઈ
સૂકાયેલું શરીર અને એકદમ સ્પ્લીનોમેગેલી સાથેના એનીમીયાને કારણે દર્દીઓનો વિશિષ્ટ દેખાવ સર્જાય છે.
પોસ્ટ કાલા આઝાર ડર્મલ લેશ્મેનીયાસિસ (પીકેડીએલ) શું છે
પોસ્ટ કાલા આઝાર ડર્મલ લેશ્મેનીયાસિસ એવી સ્થિતિ છે, જેમાં લેશ્મેનીયા ડોનોવેની પરોપજીવી ચામડીમાં જોવા મળે છે. પીકેડીએલ ભારતીય કાલા આઝારના દર્દીઓમાં કાલા આઝાર મટી ગયા પછી સામાન્યપણે 1-2 વર્ષો કે વધારે સમય પછી વિકસે છે.
પીકેડીએલના ચિહ્નો અને લક્ષણો શું છે?
આકૃતિક વિક્ષતોના પ્રકારો:
- પ્રારંભિક હાઇપોપિગમેન્ટેડ દાગ, લેપ્રોમેટસ લેપ્રસીના દાગ વિક્ષત જેવા, પરંતુ એક સેમી કરતા ઓછા, સામાન્યપણે ચહેરા પર દેખાય છે, પરંતુ શરીરના કોઇપણ ભાગ પર થઈ શકે છે.
- પાછળથી (મહિનાઓ કે વર્ષોના વધતાઓછા સમય પછી) આ દાગો પર વિસારિત ગ્રંથિકી વિક્ષતો થાય છે.
- ઇરીથમેટસ બટરફ્લાય રેશ, જે સૂર્યના તડકામાં વકરી શકે, પીકેડીએલનું પ્રારંભિક ચિહ્ન
- ઇરીથમેટસ પેપ્યુલ્સ અને ગ્રંથિકી, જે સામાન્યપણે ચહેરા પર, ખાસ કરીને હડપચી પર થાય છે.
- વિક્ષતો ઘણા વર્ષો સુધી પીડે છે, ભાગ્યેજ પોતાની મેળે રૂઝાય છે.
પીકેડીએલના અપવાદરૂપ લક્ષણો:
- બહુવિધ વિક્ષતો સંયોજાઇને મોટા પ્લેક જેવા વિક્ષતો બને
- માંસાંકુર વિક્ષતો (હાથે અને પગે)
- પેપિલોમેટસ વિક્ષતો (મુખ, નાક, હડપચી અને હોઠ)
- અતિવૃદ્ધિ પામતા વિક્ષતો (આંખોના પોપચાં, નાક અને હોઠ)
- ઝેન્થેમેટસ ફોડકીઓ (બગલ, કોણીના વક્ષ ભાગનો ખાડો, જાંઘ, આંખના બાહ્ય ખૂણા અને મુખની આસપાસની પેશીઓ પર નારંગી પ્લેક)
- પિટીરીયાસિસ રોસા જેવા વિક્ષતો
એચઆઈવી અને કાલા આઝારનો સંયુક્ત ચેપ
- વિસેરલ લેશ્મેનીયાસિસ (વીએલ) એચઆઈવી અને અન્ય ઘટેલી રોગપ્રતિકારક્ષમતા ધરાવતા દર્દીઓમાં તકવાદી ચેપ તરીકે જોવા મળે છે.
- 25 દેશોમાં એચઆઈવી અને વીએલના 1000 કરતા વધારે કેસો નોંધાયા છે. જોકે, ભારતમાં તે હજુ ગંભીર સવાલ નથી.
- લક્ષણહીન એચઆઈવી-1નો ચેપ ધરાવતી વ્યક્તિમાં વીએલ એ સૌપ્રથમ તકવાદી ચેપ હોય છે.
- એઇડ્સના અદ્યતન તબક્કામાં પણ થાય છે.
- બધા જ સંક્રમિત વ્યક્તિઓમાં રોગના લક્ષણો જોવા મળતા નથી.
- નિદાન બદલાઈ શકે છે, કેમકે લક્ષણો ટૂંકા ગાળાના હોઈ શકે.
- નિદાન બદલાઈ શકે છે, કારણકે, લક્ષણો ટૂંકા ગાળાના હોઈ શકે, તાવ અને બરોળનો સોજો ન પણ પરખાય, લેશ્મેનીયા એન્ટિબોડીઝ ન પણ પકડી શકાય.
- જોકે, બફીકોટ અને બ્લડ કલ્ચરના પરિઘવર્તી લોહી સ્મીયર્સથી યોગ્ય નિદાન થઈ પણ શકે.
- સારવારની સારી અસર થતી નથી. દવાની આડ અસરો વધારે હોઈ શકે છે અને તબિયત બગડી શકે છે.
કાલા આઝારનું વહન કઈ રીતે થાય છે?
- કાલા આઝાર રોગવાહક જંતુથી ફેલાતો રોગ છે.
- ફ્લેબોટોમસ આર્જેન્ટિપીસ વંશના સેન્ડફ્લાય ભારતમાં કાલા આઝારના એકમાત્ર જાણીતા રોગવાહક જંતુઓ છે.
- ભારતીય કાલા આઝાર મહામારીના શાસ્ત્રનું એક વિશિષ્ટ લક્ષણ ધરાવે છે, તે છે મનુષ્યમાંથી પ્રાણીમાં રોગવાહક જંતુનું વહન. મનુષ્ય એ કાલા આઝારનો એક માત્ર જાણીતો સ્રોત છે.
- ચેપી માનવ યજમાનનું લોહી પીતી માદા સેન્ડફ્લાય પરોપજીવી રોગવાહક (એમાસ્ટિગોટ અથવા એલડી બોડીઝ)ને ઉઠાવે છે.
- આ પરોપજીવી આકૃતિક સેન્ડફ્લાયના ઉદરમાં પરિવર્તન પામીને કશાધરી (પ્રોમેસ્ટિગોટ અથવા લેપ્ટોમોનાડ) બને છે, વિકસે છે, બહુગુણીત થાય છે અને મુખના ભાગોમાં જાય છે.
- તંદુરસ્ત માનવ યજમાનને જ્યારે ચેપી સેન્ડફ્લાય કરડે છે ત્યારે ચેપ લાગે છે.
ભારતમાં કાલા આઝાર રોગવાહક જંતુ
- ભારતમાં કાલા આઝારનું એકમાત્ર સેન્ડફ્લાય રોગવાહક જંતુ ફ્લેબોટોમસ આર્જેન્ટિપીસ છે.
- સેન્ડફ્લાય સાવ નાનુ જંતુ છે, મચ્છરના ચોથા ભાગ જેટલું. તેના શરીરની લંબાઈ 1.5 મિમિથી 3.5 મિમિ છે.
- પુખ્ત સેન્ડફ્લાય નાની, રુંવાવાળી, નાજુકપણે સંતુલિત માખી છે, જેની પાંખો મોટી, ટટ્ટાર હોય છે. પાંખો સહિતનું તેનું સમગ્ર શરીર લાંબા રોમથી એકદમ ઢંકાયેલું હોય છે.
- ઇંડું, ડિંભ, પ્યુપા અને પુખ્ત – આ ચાર અવસ્થાઓનું તેનું જીવનચક્ર બનેલું છે. સમગ્ર ચક્ર એક મહિના કરતા વધારે સમય લે છે. જોકે, આ સમયનો ગાળો તાપમાન અને પર્યાવરણની અન્ય સ્થિતિઓ પર નિર્ભર છે.
- તે ઊંચી સાપેક્ષ આર્દ્રતા, હુંફાળું તાપમાન, જમીનના ઉપલા સ્તરમાં વધુ પાણી અને પુષ્કળ લીલોતરી પસંદ કરે છે.
- સેન્ડફ્લાય તેના ડિંભના ખોરાક માટે યોગ્ય એવા સેન્દ્રીય પદાર્થથી ભરપૂર સ્થળોમાં તેની મનપસંદ લઘુ-પર્યાવરણીય પરિસ્થિતિઓમાં પ્રજનન કરે છે.
તેઓ પર્યાવરણીય રીતે સંવેદનશીલ જંતુઓ છે, ક્ષણભંગુર છે અને સૂકા પ્રદેશમાં ટકી શકતા નથી.
કાલા આઝારનું નિદાન કેવી રીતે થાય છે?
નિદાનાત્મક:
બે સપ્તાહથી વધારે મુદતના તાવ પર પ્રતિ-મેલેરિયા અને પ્રતિજીવક (એન્ટિબાયોટિક્સ)ની અસર થતી નથી. નિદાનલક્ષી પ્રયોગશાળાના નિષ્કર્ષોમાં એનીમીયા, વધતા જતા લ્યુકોપેનીયા થ્રોમ્બોસાઇટોપેનીયા અને હાઇપરગેમાગ્લોબ્યુલિનેમીયાનો સમાવેશ થઈ શકે.
પ્રયોગશાળા:
- સીરોલજી પરિક્ષણો: કાલા આઝારના નિદાન માટે વિવિધ પ્રકારના પરિક્ષણો ઉપલબ્ધ છે. સાપેક્ષ સંવેદનશીલતા, વિશિષ્ટતા અને ક્રિયાત્મકપણે શક્યતાદર્શીતા આધારીત સૌથી સામાન્યપણે ઉપયોગમાં લેવાતા પરિક્ષણોમાં ડાયરેક્ટ એગ્લુટિનેશન ટેસ્ટ (ડીએટી), આરકે 39 ડિપસ્ટિક અને એલિસાનો સમાવેશ થાય છે. જોકે, આ તમામ પરિક્ષણો આઇજીબી એન્ટિબોડીઝને અલગ તારવે છે, જે સરખામણીમાં લાંબુ આયુષ્ય ધરાવે છે. આલ્ડીહાઇડ પરિક્ષણ સામાન્યપણે ઉપયોગમાં લેવાય છે, પરંતુ તે નોન-સ્પેસિફિક પરિક્ષણ છે. આઈજીએમ તારવણી પરિક્ષણ હાલમાં વિકસાવાઈ રહ્યા છે અને ફીલ્ડ ઉપયોગ માટે ઉપલબ્ધ નથી.
- અસ્થિ મજ્જા\બરોળ\લસિકાગ્રંથિ ચૂષણ (એસ્પિરેશન) અથવા કલ્ચર મીડીયમમાં પરોપજીવી જોવા મળે તો નિદાનને અનુમોદન મળે છે. જોકે, કયું અંગ ચૂષણ માટે પસંદ કરવામાં તે પ્રમાણે સંવેદનશીલતા બદલાતી હોય છે. શ્રેષ્ઠ નિદાનલક્ષી ધોરણ (ગોલ્ડ સ્ટાન્ડર્ડ)ને ધ્યાનમાં લેતા બરોળ ચૂષણ સૌથી વધુ સંવેદનશીલતા અને વિશિષ્ટતા દર્શાવે છે. પરંતુ, યોગ્ય સાવચેતી સાથે એક કુશળ વ્યવસાયિક તેને સારી સગવડો ધરાવતી હોસ્પિટલમાં જ હાથ ધરી શકે છે.
ભેદદર્શી નિદાન:
- ટાઇફોઇડ
- મિલીયરી ટીબી
- મેલેરિયા
- બ્રુસેલોસિસ
- અમીબાજન્ય યકૃત એબ્સેસ
- ચેપી મોનોન્યુક્લીયોસિસ
- લીમ્ફોમા, લ્યુકેમીયા
- ટ્રોપિકલ સ્પ્લીનોમેગેલી
- પોર્ટલ હાઇપરટેન્શન
કાલા આઝારની સારવાર શું છે?
- કાલા આઝારની દવાઓ ભારતમાં ઉપલબ્ધ છે.
- સોડીયમ સ્ટિબોગ્લુકોનેટ (સ્વદેશી ઉત્પાદન, વપરાશ અને વેચાણ માટે નોંધણી કરાયેલ)
- પેન્ટામિડાઇન આઇસેથીયોનેટ (આયાતી, વપરાશ માટે નોંધાયેલી)
- લિપોસોમલ એમ્પોટેરિસિન બી (સ્વદેશી ઉત્પાદન અને આયાત, વપરાશ અને વેચાણ માટે નોંધાયેલી)
- મિલ્ટેફોસાઇન (આયાતી\વપરાશ અને વેચાણ માટે નોંધાયેલી)
પ્રથમ હરોળની દવાઓ
A. ટૂંકો ગાળો
- એસએસજી સંવેદનશીલતા ધરાવતા વિસ્તારો >90%
એસએસજી આઈએમ/IV 20 મિગ્રા/કિગ્રા/દિવસ X 30 દિવસો
- એસએસજી સંવેદનશીલતા ધરાવતા વિસ્તારો <90%
એમ્ફોટેરિસિન B 1મિગ્રા/કિગ્રા b.w. IV ઇન્ફ્યુઝન દૈનિક અથવા 15-20 ટ્રાંસફ્યુઝન્સ માટે એકાંતરા દિવસે. 30 ઇન્જેક્શન્સ માટે અપૂરતો પ્રતિભાવ આપતા દર્દીઓમાં ડોઝ વધારી શકાય.
B.લાંબો ગાળો
- એસએસજી પ્રતિકારકતાનું ઊંચુ સ્તર ધરાવતા વિસ્તારો (>20%)
- મિલ્ટેફોસાઇન 100 મિગ્રા દૈનિક x 4 સપ્તાહો (પૂરવાર થયેલી સુરક્ષા અને કાર્યક્ષમતા સાથે પૂરા થયેલા તબક્કા III અભ્યાસો)
- એસએસજી સંવેદનશીલતા ધરાવતા વિસ્તારો >80%
- એસએસજી આઈએમ/IV 20મિગ્રા/કિગ્રા/દિવસ X 30 દિવસો
- મિલ્ટેફોસાઇન 100 મિગ્રા દૈનિક x 4 સપ્તાહો (પૂરવાર થયેલી સુરક્ષા અને કાર્યક્ષમતા સાથે પૂરા થયેલા તબક્કા III અભ્યાસો)
A.એસએસજી નિષ્ફળતાઓ
એમ્ફોટેરિસિન B 1મિગ્રા/કિગ્રા b.w. IV ઇન્ફ્યુઝન દૈનિક અથવા 15-20 ટ્રાંસફ્યુઝન્સ માટે એકાંતરા દિવસે. 30 ઇન્જેક્શન્સ માટે અપૂરતો પ્રતિભાવ આપતા દર્દીઓમાં ડોઝ વધારી શકાય.
B.એસએસજી અને મિલ્ફેસ્ટોન નિષ્ફળતાઓ
લિપ્સોમલ એમ્ફોટેરિસિન બી (પૂરવાર થયેલી સુરક્ષા અને કાર્યક્ષમતા સાથે અંતિમ પરિણામો ઉપલબ્ધ થાય ત્યારે)
પીકેડીએલ સારવાર
- કેએ માટે એસએસજી સામાન્ય ડોઝ 120 દિવસ આપી શકાય
- એસએસજી સારવાર નિષ્ફળ જાય તો દર્દીઓને એમ્ફોટેરિસિનના 3-4 કોર્સીસ વારંવાર આપી શકાય.
ભારતમાં કાલા આઝારની સમસ્યાનો વ્યાપ કેટલો:
- બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા ભારતના પૂર્વીય રાજ્યોમાં મહામારી સ્વરૂપે
- 48 જિલ્લોમાં મહામારી, અન્ય કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા કેસો
- 4 રાજ્યોમાં અંદાજે 16.54 કરોડ વસતી પર જોખમ
- મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ સામાજિક-આર્થિક જૂથોને અસર થાય છે
ભારતમાં કાલા આઝાર પર અંકુશના પ્રયાસો
- 1990-91માં મહામારીગ્રસ્ત વિસ્તારોમાં શરૂ થયેલો સંગઠીત કેન્દ્રીય ધોરણે પ્રાયોજિત અંકુશ કાર્યક્રમ
- ભારત સરકાર કાલા આઝારની દવાઓ, કીટનાશકો અને ટેકનિકલ મદદ પૂરી પાડે છે અને રાજ્ય સરકારો પ્રાથમિક આરોગ્ય સંભાળ વ્યવસ્થા અને જિલ્લા\ઝોન કક્ષાના અને રાજ્ય કક્ષાના મેલેરિયા અંકુશ સંગઠનો દ્વારા આ કાર્યક્રમનો અમલ કરે છે અને વ્યૂહાત્મક અમલીકરણમાં થતા અન્ય ખર્ચા પૂરા પાડે છે.
- કાર્યક્રમ વ્યૂહરચનામાં સમાવિષ્ટ છે:
- વર્ષે બેવાર જમીનથી 6 ફુટ ઊંચાઈ સુધી ડીડીટી સાથે આઈઆરએસ મારફતે રોગવાહક જંતુ અંકુશ
- વેળાસરનું નિદાન અને સંપૂર્ણ સારવાર
માહિતી શિક્ષણ સંચાર