ક્ષય રોગની એક સ્થિતિ એ છે કે તે વિવિધ જાતોના સુક્ષ્મ જીવાણુંઓ દ્વારા ફેલાય છે, સામાન્ય રીતે આ જીવાણુંઓ ક્ષય રોગનો ફેલાવો કરે છે.ખાસ કરીને ક્ષય રોગ ફેફસાંમાં ફેલાય છે,પણ શરીરના અન્ય ભાગો પર અસર કરી શકે છે.જયારે કોઈ વ્યક્તિને ક્ષય થયો હોય ત્યારે તે ચેપ ઉધરસ,છીંક સાથે હવામાં ફેલાય છે અને હવા મારફતે શ્વાસમાં પ્રવેશી શકે છે.તે એક ગંભીર સ્થતિ છે પરંતુ યોગ્ય સારવાર સાથે તેને મટાડી શકાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)ના જણાવ્યા અનુસાર ભારત દેશમાં સૌથી વધુ બોજો ક્ષયનો છે.વૈશ્વિક ઘટનાઓ પ્રમાણે વર્ષ-૨૦૧૧માં અંદાજીત ૮.૭ કરોડ ક્ષયના કેસો આવ્યા હતા જેમાંથી ૨.૨ કરોડ કેસ ભારતમાં નોધાયા હતા.
ક્ષય રોગના લોકોની સારવાર માટે સક્રિયપૂરક પોષણયુક્ત સારવાર જરૂરી છે.
ક્ષય અને કુપોષણ વચ્ચે સંબંધ શોધવા માટે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો.આ ચેપ પર કાબુ મેળવવા માટે ચયાપચયની ક્રિયા અને પોષણ દ્વારા ઘટાડી શકાય છે તેમ જણાવ્યું હતું.કેન્દ્રીય શોધ સમીક્ષા પદ્ધતિ (ધ ક્રોકેન લાઈબ્રેરી )દ્વારા જાણવા મળ્યું હતું.
મેડલાઈન,ઈએમબીએએસઈ,એલઆઈએલએસીએસ,એમઆરસીટી, ભારતીય સામાયિક ક્ષય રોગ,જુલાઈ-૨૦૧૧ મૌખિક પોષણપૂરક હસ્તક્ષેપ,પ્લેસબો અને આહાર સલાહ સાથે ચાર અઠવાડિયા માટે આપવામાં આવે હતી જેમાં ક્ષય રોગ માટે સક્રિય સારવાર કરવામાં આવી હતી.જ્યાં નિર્દેશિત અંકુશિત પ્રયોગો (આરસીટીએસ ) નો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં ત્રેવીસ પ્રયત્નો વડે ૬૮૪૨ સહભાગીઓને સમાવવામાં આવ્યા હતા.
લેખકે તારણ કાઢ્યું કે હતું કે ક્ષયની સારવાર મફત ખોરાક અથવા ઉર્જાપૂરક પરિણામો દ્વારા નિયમિત પરિણામ મળે છે કે કેમ તે અપર્યાપ્ત સંશોધન છે,અથવા જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે.પ્રયાપ્ત નમુનાના કદ સાથે વધુ પ્રયોગો અને તબીબી મહત્વના લાભો,ઓળખવા અથવા બાકાત રાખવા જોઈએ.
ક્ષય રોગ સામાન્ય રીતે ફેફસાંમાં સૌથી વધુ અસર કરે છે.તેના વિવિધ લક્ષણો આ પ્રમાણે છે:
ક્ષય રોગ થવાનું મુખ્ય કારણ સુક્ષ્મ બેક્ટેરિયા,નાના વાયુજીવી અને બિન ગતિશીલ વિષાણું દ્વારા થાય છે.ક્ષયનો ફેલાવો જયારે કોઈ ક્ષય થયેલા વ્યક્તિને છીંક કે ઉધરસ આવે ત્યારે બેક્ટેરિયા હવામાં ફેલાય અને આ બિંદુઓ બીજાના શરીરમાં ફેલાય છે.
લાક્ષણિક નિદાન :
આ રોગ (ક્ષય )ની સારવાર માટે એન્ટીબાયોટિક દવાઓનો મોટા ભાગે ઉપયોગ થાય છે.જો કે તેના વિવિધ પ્રકારો તમારાં પર આધાર રાખે છે.
ડોટસ (પ્રત્યક્ષ નિરીક્ષણ થેરાપી ): એટલે કે આરોગ્ય સંભાળ પ્રદાતા વ્યક્તિ દ્વારા તેમની દવાઓ લેવા આગ્રહ કરે છે.પરંતુ યોગ્ય એન્ટીબાયોટિકસ ન લેવાથી લોકોની સંખ્યા ઘટાડવા માટે ડબલ્યુએચઓ દ્વારા ભલામણ કરવામાં આવે છે. ૨૦૧૦માં ક્ષય રોગ માટે ફેફસાંની સારવાર કરવા ભલામણ કરવામાં આવેલ છે,
છ મહિના માટે રીફમ્પીસીન મિશ્રણવાળી એન્ટી બાયોટીક્સ આપવામાં આવે છે,
આઈસોનીયાજીડ,પેરાઝીનોમાઈડ અને ઈથેમ્બ્યુંટોલ પ્રથમ બે મહિના માટે અને રીફમ્પીસીન અને આઈસોનીયાજીડ છેલ્લા ચાર મહિના માટે આપવામાં આવે છે.જ્યાં આઈસોનીયાજીડ પ્રતિકાર વધારવા માટે હોય છે અને વિકલ્પ તરીકે ઈથેમ્બ્યુંટોલ છેલ્લા ચાર મહિના માટે ઉમેરી શકાય છે.
ઘણી બધી ક્ષયનો પ્રતિકાર કરતી દવાઓ (એમડીઆર-ટીબી )શોધાયેલી છે,તો ૧૮ થી ૨૪ મહિના માટે ઓછામાં ઓછા ચાર અસરકારકો દ્વારા એન્ટીબાયોટિકસ સાથે સારવાર આપવી જોઈએ.
ક્ષયનું નિવારણ રસીકરણ દ્વારા થાય છે. હાલમાં ૨૦૧૧માં આ રસી,બેસિલસ કાલમેટ-ગ્યુરીન(બીસીજી)ઉપલબ્ધ થઇ છે,તે ,બાળપણમાં પ્રચારિત થયેલા રોગ સામે અસરકારક છે,તે ફેફસાંમાં થયેલા કરારબદ્ધ ટીબી સામે વિસંગત રીતે સંરક્ષણ આપે છે.
દર વર્ષે ૨૪ માર્ચના રોજ વિશ્વ ક્ષય રોગ દિવસ ઉજવવામાં આવે છે.આ દિવસ ઉજવવા પાછળનો આશય ક્ષય રોગ પ્રત્યે જાગરૂકતા લાવવાનો છે.આ દિવસે બિમારીના નિવારણ અને સમાધાન શોધવા પર ભાર મુકવામાં આવે છે.આ દિવસનો હેતુ ક્ષયને સંપૂર્ણ રીતે નાશ કરીને વૈશ્વિક સ્તરના પ્રયાસોમાં વધુ ઝડપથી કરી શકાય તેવું પરિવર્તન લાવવાનો છે.
ડબલ્યુંએચઓ (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) એ ૨૪ માર્ચ ૨૦૧૬ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી પર સરકાર,સમુદાય,નાગરિક,સમાજ અને સામાજિક સંસ્થાઓ “સાથે મળીને ક્ષયની બિમારીને પરાસ્ત કરવી” ના નેજા હેઠળ આહવાન કર્યું છે.આપણે સાથે મળીને ક્ષયનો નાશ કરવા માટે નીચેના ચાર ઉપ-વિષયોને લક્ષ્યમાં રાખીને કાર્ય કરવું જોઈએ-
ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રીશ્રીએ વિશ્વ ક્ષય દિવસ ૨૦૧૬ની પૂર્વ સંધ્યા પર કહ્યું :
ક્ષયરોગ થવાનું મુખ્ય કારણ વિવિધ પ્રકારના સુક્ષ્મ બેક્ટેરિયાની જાતો જેમાં મુખ્યત્વે સુક્ષ્મ ક્ષય રોગના બેક્ટેરિયા હોય છે.સામાન્ય રીતે ક્ષય ફેફસાં પર હુમલો કરીને ફેલાય છે,એટલું જ નહીં તે શરીરના અન્ય ભાગોમાં પણ અસર કરી શકે છે.તેઓને જયારે ઉધરસ આવે કે છીંક આવે ત્યારે શ્વાસોશ્વાસ સાથે તે ચેપ હવામાં ફેલાય છે.તે એક ગંભીર સ્થિતિ છે જેમાં યોગ્ય સાર સંભાળ રાખીને સારવાર કરી શકાય છે.
આપણે ક્ષયને શોધીને તેની સારવાર કરીને દુર કરવા માટે ભેગાંમળીને હાથ મિલાવીએ.
બધા માટે હંમેશા ક્ષયના તમામ દર્દીઓ માટે નિદાન,સારવાર અને સાર્વત્રિક વપરાશ અને તેના ઉદ્દેશ સાથે સુધારેલી ટીસી નિયંત્રણ કાર્યક્રમ દ્વારા ક્ષયની સેવાઓ માટે સુલભતામાં વધારો કરવાં ચોક્કસ પગલાં લીધાં છે.તાજેતરમાં,રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૧ ૬૬૬૬ શરુ કરવામાં આવ્યો છે જેમાં મિસ્ડ કોલ કરવો,જેણે મિસ્ડ કોલ કર્યો હોય તેમને કોલ કરીને નિદાન,સારવાર અને જટિલતાને લગતી સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે.
સ્ત્રોત: રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રવેશદ્વાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/19/2019