બિનચેપી રોગો એ વ્યક્તિઓમાં જ વિકસે છે અને વ્યક્તિ પુરતાજ મર્યાદિત રહે છે. અન્ય વ્યક્તિમાં ફેલાતા નથી. કૅન્સર શરીરની નિશ્વિત પેશીની અનિયંત્રિત વૃદ્વિને કારણે થતો બિનચેપી રોગ છે જેને લીધે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
પ્રકાર |
રોગો |
ચેપી રોગો : |
વાઈરસ, બેક્ટેરિયા ,પ્રજીવો .ફૂગ અને કૃમીઓ થી થતા રોગો ચેપી છે .ચેપી રોગો માટે જવાબદાર સજીવોને રોગજન્ય થતા સજીવો કહે છે .ચેપી રોગો નો ફેલાવો કરતા સજીવોને રોગવાહક સજીવો કહે છે .ચેપી રોગો હવા, પાણી ,તેમજ ખોરાક મારફતે પણ ફેલાય છે . |
બિનચેપી રોગો : |
અનુવાંશિક રોગ ,માનસિક રોગ ,ત્રુટીજન્ય રોગ, ચયાપચયની કે અંત:સ્ત્રાવોની ખાનીથી થતા રોગ અને હાનીકારક પ્રદાથોથી થતા રોગો એ બિનચેપી રોગો છે |
અનુવાંશિક રોગો : |
હિમોફિલિયા ,રંગઅંધતા,આલ્બિનિઝમ. |
માનસિક રોગો : |
ફેફસું ,હતાશા ,દ્રીમુખી વ્યક્તિત્વ . |
ત્રુટીજન્ય રોગો(આહાર પોષણની ખામીથી થતા રોગો ): |
કવોશિયોરકોર,મરાસ્મસ , રતાંધળાપણું ,પાંડુરોગ ,સ્કર્વી ,બેરીબેરી સુક્તાન . |
ચયાપચય કે અંત:સ્ત્રાવોની ખામીથી થતા રોગો : |
ગોઇટર, ડાયાબિટીસ, કંપવા નપુંસકતા . |
હાનિકારક પ્રદર્થોથી થતા રોગો : |
એલર્જી, સિલિકોસિસ,એસ્બેસ્ટોસીસ ,ન્યુમોકોનિયોસિસ,લ્યુકેમિયા |
એલર્જી : |
કેટલાક ચોક્કસ ખાધ કે અન્ય પ્રદાર્થો પ્રત્યે અસાધારણ સંવેદનશીલતાને પરિણામે ઉદભવતી શારીરિક ,માનસિક કે દેહધાર્મિક તકલીફ કે રોગને એલર્જી કહે છે |
જાતીય સમાગમથી થતા રોગો : |
એઇડ્સ ,ગોનોરિયા ,સિફિલિસ |
સ્ત્રોત : ગૌતમ રાણપરિયા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020