મલેરિયા એ ચોમાસામાં જોવા માલ્ટા મુખ્ય રોગોમાંનો એક છે. આ રોગ માળા એનોફીલીસ મચ્છર દ્વારા ફેલાય છે. આ રોગ ચોમાસામાં બંધિયાર પાણી ભરવાના લીધે ફેલાય છે. કારણ કે આવા પાણીમાં મચ્છરોની વૃદ્ધિ સહેલાઈથી થાય છે.
આ રોગમાં ચોક્કસ અંતરે તાવ આવવો, શરીરમાં ઠંડીસાથે ધ્રુજારી આવવી, સ્નાયુનો દુખાવો તથા અશક્તિ આવી જવી જેવા ચિન્હો અને લક્ષણો જોવા મળે છે.
આ રોગને અટકાવવા માટે સૌ પ્રથમ બંધિયાર પાણી નો નિકાલ થવો જોઈએ તથા મચ્છરોને અટકાવવા મચ્છરદાની કે જાળી નો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત, અગાઉથી જ એન્ટી મલેરિઅલ દવાઓ પણ લઇ શકાય છે જે મલેરિયા થતો અટકાવે છે. સરકાર દ્વારા લોકોમાં મલેરિયા અંગે જાગૃતતા લાવવી જોઈએ અને તેને અટકાવવાના ઉપાયો પણ જણાવવા જોઈએ.
કોલેરા એ ચોમાસામાં જોવા મળતો અન્ય જીવલેણ રોગ છે. આ રોગ માટે જવાદાર બેકટેરિયા એ અશુદ્ધ ખોરાક અને પાણીમાં જોવા મળે છે. આ ઉપરાંત, અસ્વચ્છતા તથા ગંદકીભર્યા = વાતાવરણ ના લીધે પણ આ રોગ થઇ શકે છે.
કોલેરાના મુખ્ય લક્ષણમાં અતિશય માત્રામાં પાણી જેવા જાળા થઇ જાય છે. આ ઉપરાંત ઉલટી તથા સ્નાયુઓમાં આંચકી પણ જોવા મળી શકે છે.
ટાઇફોઇડ એ પાણી દ્વારા ફેલાતો રોગ હે અને ખાસ કરીને ચોમાસામાં વધારે જોવા મળે છે. ટાઇફોઇડ એ બેકટેરિયા દ્વારા ફેલાય છે અને અશુદ્ધ પાણી તથા ખોરાક થી ફેલાઈ શકે છે. આ રોગનું ગંભીર લક્ષણ એ છે કે રોગના બેકટેરિયા દર્દી સજા થઇ ગયા પછી પણ તેના પિતાશયમાં જોવા મળી શકે છે. આ રોગના લક્ષણોમાં લાંબાગાળા સુધી તાવ આવવો, પેટમાં સખત દુખાવો થવો તથા માથાનો દુખાવો જોવા મળે છે.
આ એક કોમ્યુનીકેબલ રોગ છે કે જે સહેલાઈથી ફેલાઈ શકે છે. આથી ટાઇફોઇડના દર્દીને બીજા લોકોથી અલગ રાખવા જોઈએ. તથા ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. દર્દી એ વધારે માત્રામાં પાણી પીવું જોઈએ અને સજા થઇ ગયા પછી પણ તકેદારી રાખવી જોઈએ.
ડેન્ગ્યુ પણ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે અને વાઇરસ દ્વારા થાય છે, કે જેમાં મચ્છર જયારે ડેન્ગ્યુના દર્દીને કરડે છે ત્યારે ડેન્ગ્યુ ના વાઇરસ મચ્છર માં પ્રવેશે છે અને જયારે આ મચ્છર અન્ય લોકોને કરડે ત્યારે મચ્છરમાંથી ડેન્ગ્યુ વાઇરસ જે તે વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે અને આ રીતે ડેન્ગ્યુનો ફેલાવો થાય છે.
ડેન્ગ્યુમાં અચાનક ખુબ જ વધારે તાવ આવવો, શરીરમાં ધ્રુજારી આવવી, સ્નાયુ તથા સાંધામાં દુખાવો થવો, ભૂખ ના લાગવી, શરીર પર લાલ ચાંઠા દેખાવા, અસામાન્ય રીતે લોહી નીકળવું જેમ કે નાકમાંથી, પેઢામાંથી કે પેશાબમાં લોહી પડવું જેવા લક્ષણો જોવા મળે છે.
આ ઉપરાંત ચોમાસામાં ચિકનગુન્યા, કમળો, વાઇરલ ફીવર, લેપ્ટોસ્પાઇરોસિસ જેવા રોગો પણ જોવા મળે છે.
રોગોને અટકાવવા માટે ઉપર જણાવેલ ઉપાયો ઉપરાંત નીચેની તકેદારી પણ લેવી જોઈએ.
આમ, ચોમાસામાં અનેક પ્રકારના રોગો થઇ શકે છે. પરંતુ યોગ્ય તકેદારી લેવાથી તથા આપણી આજુબાજુ તથા ઘરમાં સ્વચ્છતા જાળવવાથી મોટા ભાગના રોગોને થતા અટકાવી શકાય છે.
ડૉ ગોપાલ રાવલ, પલ્મોનોલોજિસ્ટ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020