હાલમાં ઝીકા વાઈરસે સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે. દુનિયાના ઘણા દેશો ઝીકા વાઈરસની ઝપટમાં આવી ગયા છે અને ઘણા લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે.નામ ઝીકા આફ્રિકાના દેશ યુગાન્ડાના ઝીકા ફોરેસ્ટ પરથી આવેલ છે. ઝીકા વાઇરસે અમેરિકા ખંડના આરોગ્ય નિષ્ણાંતોને ચિંતાતુર કરી મૂક્યા છે. તેની અસર તરત સામે નહીં આવતી હોવાથી ઇબોલા કે તેના જેવા અન્ય વાઇરસ કરતા તે વધારે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)એ યુદ્ધના ધોરણે જાગૃતિ અભિયાન શરૂ કરી દીધું છે. પણ તેના નિષ્ણાંતો પણ તેના મૂળ કાર અને સારવારને લઈને સંતૃષ્ટ નથી. ખાસ કરીને ઝીકા વાઈરસનો ચેપ લાગવાનું કારણ એન્ડીઝ મચ્છરોના કરડવાનું છે.આ મચ્છરો ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે.જીકા વાઈરસ સંક્રમિત એન્ડીઝ મચ્છર કરડવાથી ફેલાય છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુંએચઓ) ના જણાવ્યાં અનુસાર, ઓકટોબર ૨૦૧૫ પછી,અમેરિકા અને તેના પ્રદેશો ઉપરાંત બીજા કેટલાંક દેશોમાં ઝીકા વાઈરસની હાજરીની સુચના મળી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુંએચઓ) સુચના પ્રમાણે ઝીકા વાઈરસના ચેપને સાર્વજનિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે.
ડબલ્યુએચઓનું માનવું છે કે વર્ષના અંત સુધીમાં આ વાઇરસ 40 લાખ લોકોને પોતાની ઝપેટમાં લઈ શકે છે. ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરમાં સગર્ભા સ્ત્રીઓને બે ડઝન જેટલા દેશોનો પ્રવાસ નહીં કરવાની સલાહ આપવામાં આવી રહી છે.ઝીકા વાઇરસના લક્ષણોના વિશે અત્યાર સુધી સૌથી નક્કર પુરાવા માત્ર એટલા છે કે બ્રાઝીલના કેટલાક નવજાત શિશુઓના માથાનો આકાર સામાન્ય કરતા નાનો છે તથા તેમના મગજને નુકસાન પહોંચેલું છે. ડિસીઝ કન્ટ્રોલ સેન્ટરના અધિકારીઓ મહિલાઓને સમયાંતરે ચેકઅપ કરાવવાની અપીલ કરી છે. આ વાઇરસને વિશે મળેલી જુદી-જુદી માહિતીઓને એકત્ર કરીને ન્યૂયોર્ક ટાઇમ્સને કેટલાક ‘અઘરા સવાલો’ મળ્યા છે. જેના જવાબ હાલ તો નાના છે. જાણો શું છે સવાલ અને તેના જવાબ
એન્ડીઝ મચ્છરોના કારણે ઝીકા વાઈરસનો ચેપ ફેલાય છે. એન્ડીઝ મચ્છરો ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ઝીકા વાઈરસ સંક્રમિત એન્ડીઝ મચ્છર કરડવાથી ફેલાય છે. WHO એ ઝીકા વાઈરસને સાર્વજનિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે.
એન્ડીઝ મચ્છરો કરડવાના કારણે ઝીકા વાઈરસનો ચેપ ફેલાય છે. એન્ડીઝ મચ્છરો ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે.ડેન્ગ્યું તાવ, ચિકનગુનિયા અને પીળિયો તાવ જેવી બિમારીઓ પણ આ એન્ડીઝ મચ્છરો ફેલાવે છે.
ઝીકા વાઈરસના લક્ષણોમાં તાવ આવવો,ચામડી પર ફોડલા થવા, માંસપેશીઓમાં દુઃખાવો થવો અને આંખોમાં બળતરાં થવી જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે.ડેન્ગ્યુ તાવની જેમ મંદ બિમારી આવે છે અને તેને કોઈ દવાથી મટાડી શકાતો નથી.ઝીકા વાઈરસ દ્વારા ચેપનું જોખમ સમગ્ર જનસંખ્યાની સાથે સાથે ગર્ભવતી મહિલાઓને પણ છે.
નવજાત શિશુઓના માથાના નાના આકાર માટે આ વાઇરસને જવાબદાર ઠેરવી શકાય છે. તેના કારણે એમના મગજને નુકસાન પહોંચી રહ્યું છે. ગત ઓક્ટોબરમાં ઉત્તર બ્રાઝિલમાં આ બાબત સામે આવી હતી. ત્યારે ડોક્ટરો પણ અસરગ્રસ્ત શિશુઓને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અન્ય ફેક્ટરમાં એવું માનવામાં આવે છે કે અન્ય વાઇરસોના ચેપના કારણે આમ બની શક્યું હોય શકે છે. અથવા તો તેના પર અન્ય વાઇરસોની અસર વધારે હતી. સંશોધકોનું એવું પણ માનવું છે કે માત્ર ઝીકા વાઇરસથી આમ બનવું શક્ય નથી.
માઇક્રોસેફલીમાં ભ્રુણમાં ચેપની શક્યતા હોય છે. જ્યારે ગર્ભવતી મહિલા આલ્કોહોલનું સેવન કરતી હોય, કુપોષિત હોય કે ડાયાબીટીક હોય ત્યારે પણ માઇક્રોસેફલીની આશંકા રહે છે. જો શિશુના જીવનના પ્રથમ વર્ષમાં વિકાસમાં અવરોધ સર્જાય છે તો શક્ય છે કે પ્રસૂતિ વખતે મગજમાં ઈજા થઈ હોઈ શકે છે. તેથી નાના માથાની સમસ્યાનો ઉપચાર શક્ય નથી.
ઝીકા વાઈરસથી રક્ષણ મેળવવાનો સૌથી સરળ રીત મચ્છરોને નાબુદ કરીને તેઓને કરડતાં રોકવાની છે. યોગ્ય જંતુનાશકોનો ઉપયોગ કરી મચ્છરોના પ્રાપ્તિસ્થાનોને ખતમ કરી દેવા જોઈએ.આખી બાયોવાળા કપડાં પહેરો,સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવાથી અને મચ્છરના પ્રજનનસ્થાનો છે તેમાંથી પાણી દુર કરી કરીને ઝીકા વાઈરસથી બચી શકાય છે.
જયારે તમે ઊંઘો છો ત્યારે મચ્છરદાનીનો ઉપયોગ કરો. કુલરો,ટોપલીઓ અને બીજા પાત્રો કે જે મચ્છરના પ્રજનનસ્થાનો છે તેમાંથી પાણી દુર કરી નાખવું.જંતુનાશક સ્પ્રે અથવા ધુમાડો પણ અસરકારક થઈ શકે છે.
ઝીકા વાઈરસ માટે કોઈ દવા કે રસી હાલના સમયમાં ઉપલબ્ધ નથી.આ વાઈરસની રસી શોધવા પ્રયત્ન ચાલે છે પરંતુ અસરકારક રસી માટે દશથી બાર વર્ષનો સમય નીકળી જાય તેમ છે.ઝીકા વાઈરસની અસરોવાળા દેશોની મુસાફરી કરવાથી બચવું જોઈએ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020