એપેંડીસાયટીસ થવા ના કારણો મા મુખ્યત્વે ખોરાક નો ચેપ, વાયરલ ઇંફેક્શન, એપેંડિક્ષ મા મળ નુ ફસાય જવુ, હોય છે પણ અચુક કારણ જાણી શકાતુ નથી.
એપેંડીસાયટીસ મા જમણી બાજુ પેટમા નીચે ના ભાગ મા દુખાવો થતો હોય છે, દુખાવા સાથે ઉલ્ટી થવી, તાવ આવવો પણ મોટા ભાગે જોવા મળતુ હોય છે. એપેંડીસાયટીસ નુ નિદાન જેટલુ વહેલુ થાય એટલા લક્ષણો હળવા અને જેટલુ નિદાન મોડુ એટલા જ લક્ષણો ઉગ્ર સ્વરુપે જોવા મળતા હોય છે. જો એપેંડિક્ષ ફાટી જાય કે તેના રસી આજુબાજુ ફેલાય તો આખા પેટમા દુખાવો, ખુબ જ તાવ આવવો, બ્લડપ્રેશર ઓછુ થઈ જવુ (સેપ્ટીક શોક), ખુબ જ ઉલ્ટી ઓ થવી જેવા લક્ષણો પણ જોવા મળે છે.
દર્દી ની શારિરીક તપાસ દરમ્યાન જ ડોક્ટર નિદાન નુ અનુમાન કરી લેતા હોય છે. નિદાન ની પુર્ણતા માટે, પેટ ની સોનોગ્રાફી, લોહી ના રીપોર્ટ મા ચેપ નુ પ્રમાણ અને જરુર પડે તો પેટ નુ સીટી સ્કેન પણ કરાવવુ પડતુ હોય છે.
એપેંડીસાયટીસ સાદા ચેપ થી લઈ ને જિવલેણ સેપ્ટીક મા ફેરવાય જતુ હોય છે એટલે જેટલુ બને એટલુ વહેલુ નિદાન કરી ને ડોકટર ની સલાહ મુજબ જ આગળ સારવાર લેવી જરુરી બને છે.
એપેંડીસાયટીસ કાયમી અને સાચો ઇલાજ તો ઓપરેશન કરીને એપેંડિક્ષ ને દુર કરવુ જ છે. શરુઆત અને સાદા ચેપ મા ઘણી વખત દવાથી ફેર પડી જતો હોય છે પણ 20 ટકા લોકો ને ફરી થી દુખાવો ઉપડતો જ હોય છે. તેથી ઓપરેશન કરાવવુ જ હિતાવહ રહેતુ હોય છે. દુખાવો ઉપડ્યા ના 48 કલાક દરમ્યાન નિદાન થઈ જાય તો ઓપરેશન માટે નો સૌથી વધુ સારો ગાળો એ જ ગણાય છે. ત્યારબાદ નિદાન થાય તો ઘણી વખત આંતરડા ત્યા ચોટી જતા હોય છે અને ઇંજેક્શન અને બાટલાથી સોજો ઉતારી ને દોઢ મહીના પછી ઓપરેશન ની સલાહ અપાતી હોય છે.
ઓપરેશન જમણી બાજુ પેટ મા છેકો મારી ને, લેપરોસ્કોપિક એટલે કે દુરબીન થી, અને ચેપ પેટ મા ફેલાય ગ્યો હોય તો જરુર પડ્યે મોટો છેકો મારી ને (લેપેરોટોમી) પણ કરવુ પડતુ હોય છે. એપેંડિક્ષ ના ઓપરેશન માટે લેપેરોસ્કોપિક ઓપરેશન ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાય છે.
સ્ત્રોત : ડો સિકોતેર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020