ઉંઘમાં મૃત્યુને આમંત્રણ આપી શકે છે ‘નસકોરા'
નસકોરા શબ્દ ઘર ઘરમાં પ્રચલિત છે. આ શબ્દથી ભાગ્યેજ કોઈ અજાણ હશે! કોઈ વ્યÂક્તને ઉંઘમાં નસકોરા બોલવા એ એક સામાન્ય વાત કહેવાય. પણ તમે જા એવી માન્યતા ધરાવતા હોય કે નસકોરા ઘસઘસાટ ઉંઘવાથી આવે છે તો તમારી માન્યતા તદ્દન ખોટી છે. નસકોરાને ગહેરી નીંદરને કોઈ સંબંધ નથી. આ તમારી ગેરસમજ છે. તમને ઉંઘમાં નસકોરા સાથે ડાયાબીટીસ, હાઈપર ટેન્શન કે હૃદયની બીમારી હોય તો તમારા આ નસકોરા સામાન્ય નથી. તે તમારા માટે મૃત્યુનો દ્વારા ખોલી શકે છે. કારણ કે આ નસકોરા “સ્લીપ એપ્નિયા” રોગનું ગંભીર લક્ષણ થઈ શકે છે. સહ પ્રથમ તો સ્લીપ એપ્નીયા એટલે શું તે સમજીએ. જ્યારે તમે પીઠ ના ભાગે સુઈ જાઓ છો ત્યારે આ સ્થિતિમાં સુવાથી અમુક વ્યક્તિને ગળાના સ્નાયુઓ શિથિલ પડી જાય છે અને શ્વાસ માર્ગમાં અવરોધ ઊભો કરે છે. જેના લીધએ આ અવસ્થામાં વ્યક્તિના શરીરમાં ફેફસા દ્વારા મગજમાં પ્રાણવાયુ ધીમે ધીમે ઓછો પહોંચે છે અને એક સમયે પ્રાણવાયુ મળતો બંધ થઈ જાય છે અને ફરી પાછો ધીમે ધીમે પ્રાણવાયું મગજ સુધી પહોંચે છે. આ ક્રિયાના સ્વરૂપમાં વ્યÂક્તના નાકમાંથી નસકોરા બોલવા માંડે છે જેને મેડીકલ ભાષામાં “સ્લીપ એપ્નિયા” તરીકે ઓળખવામાં આવે છે. આ બીમારીથી પીડિત વ્યક્તિને સવારે ઉઠ્યા પછી સુસ્ત શરીર લાગે છે, કામ કરતા કરતા કે મિટીંગમાં બેઠા બેઠા અનિચ્છનીય ઉંઘ આવી જાય છે. આવી ગંભીર સ્થિતિમાં મનુષ્યના મગજ સુધી પ્રાણવાયું પર્યાપ્ત માત્રામાં ના પહોંચે અને કાર્બન ડાયોક્સાઈડ પ્રવેશે તો વ્યક્તિનું મૃત્યુ પણ નીપજી શકે છે. દુનિયામાં લગભગ ૫ વ્યક્તિમાંથી ૧ વ્યÂક્ત આ સમસ્યાથી પીડાતું હોય છે. એક સર્વે મુજબ લગભગ ૪૫% પુરુષ અને ૩૦% મહિલાઓ આ સમય્યાથી પીડાઈ રહ્યા છે. આ રોગના દર્દીને સુતા સમયે શ્વાસનળીના ઉપરના ભાગમાં સમસ્યા ઉદ્ભવે છે. જેના કારણે થોડા સમય માટે શ્વાસ બંધ થઈ જાય છે. આ સ્થિતિ દર્દી માટે ગંભીર સાબિત થઈ શકે છે. દર્દીને આ સમસ્યા વિશે કોઈજ ખ્યાલ હોતો નથી. સ્લીપ લેબમાં તપાસ સમયેજ આ બીમારીની જાણ થાય છે. આ બીમારીના દર્દીઓએ “સીપેપ મશીન” લગાવવું એજ તેની શ્રેષ્ઠ સારવાર છે. આ મશીન ઉંઘવાના સમયેજ લગાવવાનું હોય છે. જેથી શ્વાસનળીમાં શ્વાસ વ્યવસ્થિત રીતે જાય છે. આજ નસકોરાના કારણે તમારું હૃદય કામ કરતું બંધ થઈ શકે છે. તેથી જેટલું બને તેટલું જલ્દી પલ્મોનરી વિશેષજ્ઞને મળીને આ બીમારીનું નિદાન કરાવવું આવશ્યક છે.
સ્લીપ એપ્નીયાના મુખ્ય લક્ષણોઃ
- ખુબ જ મોટા અવાજ વાળા અને ખલેલ પહોંચાડતા નસકોરા.
- દિવસે વધુ પડતી ઊંઘ આવવી.
- મેદસ્વીપણું તથા ગરદનનો વધુ પડતો મોટો ઘેરાવો.
- ઊંઘમાં શ્વાસ બંધ થઈ જવો. ગભરામણ તથા પરસેવો થવો તેમજ વારંવાર જાગી જવું.
- વારંવાર ભૂલી જવું. એકાગ્રતાનો અભાવ.
- રાત્રે વારંવાર પેશાબ કરવા. ઉઠવું.
- જાતિય શક્ત ઓછી થવીં.
- ડીપ્રેશન અને ચીડીયાપણું.
- વાહન ચલાવતાં સુઈ જવું કે ઝોકા આવવા.
- શું તમારી ગર્દનનું માપ ૪૦ સે.મી. (૧૬ ઈંચ કરતા વધારે છે?).
કોને થઈ શકે છે ?
- જાડા લોકોને.
- નાની અને જાડી ગરદન વાળાને.
- ગળાના કાકડા વધ્યા હોય તો.
- હમેશા નાક બંધ રહેતી હોય.
- દારૂ, સિગરેટ જેવો નશો કરનારને.
સરળ પ્રશ્નોત્તરી
- શું તમને નસકોરા બોલે છે? હા/ના.
- ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ પડતા કે શ્વાસને બંધ થઈ જતા તમારા પાર્ટનરે ક્યારેય જાયું છે? હા/ના.
- તમને ઘણીવાર દિવસના ભાગમાં ઊંઘ આવે છે? હા/ના.
- તમને હાઈબ્લડ પ્રેસર છે અને સવારે માથું દૂઃખવું અથવા ભારે લાગે છે? હા/ના.
- તમારું વજન વધુ છે કે તમે વધુ જાડા છો? હા/ના .
- તમને ઘણીવાર ઉઠ્યા પછી બેચેની લાગે છે? હા/ના.
- તમને ધ્યાન દેવામાં તકલીફ પડે છે? હા/ના.
- જો આમાંથી બે કે તેથી વધુ સવાલોના જવાબ હા છે તો તમને સ્લીપ એપ્નીયા થવાની સંભાવના વધુ છે. આજે જ સ્લીપ સ્ટડી માટે તમારા ડોક્ટરની સલાહ લો..
- ઓબ્સ્ટ્રક્ટીવ સ્લીપ એપ્નીયાનું નિદાન કેવી રીતે થઈ શકે છે ?
- એક રાતની સ્લીપ સ્ટડી કરવાથી નું સચોટ નિદાન થઈ શકે છે.
- તમારી ઉંઘવાની રીત અને ઉંઘવાનો ટાઈમ ડોક્ટરને જણાવો.
- ઊંઘમાં થતી તકલીફો માટે આજે જ તમારા ડોક્ટરને મળો.
સ્ત્રોત :ડૉ. મનોજ સિંગ, કન્સલટન્ટ ચેસ્ટ & ક્રિટિકલ કેર, નવગુજરાત હેલ્થ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.