નસકોરા બોલવા સારી ઉંઘની નિશાની નથી, એક રોગ છે
જયારે ગળાનો શ્વસનમાર્ગ ધીમે ધીમે વધારે શિથિલ થવાથી સંપૂર્ણપણે બંધ થાય ત્યારે શ્વાસોશ્વાસ બંધ થઇ જાય છે
હૃદયની બીમારી હૃદયના અનિયમિત ધબકારા હૃદયરોગનો હુમલો અને હૃદય બંધ/પડવું નસકોરા અને ઊંઘ એ એકબીજા સાથે જોડાયેલા છે અને નસકોરા બોલવા એ સારી ઉંઘની નિશાની છે પરંતુ એ એક ભ્રમ છે. નસકોરા બોલવા એ એક રોગ છે અથવા તો ગંભીર લક્ષણ છે. ઊંઘમાં થતા શ્વાસના રોગનું તેનાથી ઘણા ને જીવલેણ દર્દ થઇ શકે છે. 200 પ્રકારથી પણ વધારે ઊંઘના રોગો છે એમાંથી સ્લીપ આપ્નિયા સૌથી વધુ કોમન રોગ છે.
નસકોરા શા માટે બોલે છે ?
જયારે આપણે રાત્રે ઊંઘી જઈએ છીએ ત્યારે શરીર ના બધા જ સ્નાયુઓ કુદરતી રીતે શિથિલ થઇ જાય છે, જેનાથી શરીર ના બધા જ અવયવો ને આરામ મળે છે. જેવી રીતે શરીર ના બધા જ સ્નાયુઓ શિથિલ થાય છે તેવી જ રીતે ગળા ના ભાગ માં આવેલા સ્નાયુઓ પણ શિથિલ થાય છે અને ગળાનો શ્વસન માર્ગ સાંકડો બને છે. આ એક સામાન્ય કુદરતી પ્રક્રિયા છે પરંતુ જો ગળા ના સ્નાયુઓ વધારે શિથિલ થાય અથવા ગળા ના ભાગમાં ચરબી ભરાવાથી શ્વસન માર્ગ વધારે સાંકડો થાય ત્યારે બહારની હવા (ઓક્સીજન ) ને સાંકડા શ્વસન માર્ગ માંથી પસાર થવા માં તકલીફ પડે છે. અને તે ભાગમાં ધ્રુજારી ઉત્પન્ન થઈને હવા શ્વસઅનતંત્ર માં જાય છે. એને કારણે જે અવાજ થાય છે તેને આપણે નસકોરા બોલે છે છીએ. જયારે ગળાનો શ્વસનમાર્ગ ધીમે ધીમે વધારે શિથિલ થવાથી સંપૂર્ણપણે બંધ થાય ત્યારે શ્વાસોચવાસ બંધ થઇ જાય છે. જેના કારણે ગભરામણ,છાતીમાં ભીંસ , તથા શ્વાસ રૂંધાય છે અને શરીરમાં ઓક્સીજન ની ઉણપ વર્તાય છે. જેને કારણે દર્દી જાગી જાય છે. જેની દર્દીને નથી અને રાત્રે ઘણી વખત થાય છે. જેનાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે. અને દર્દી રાત્રે બરાબર ઊંઘી શકતો નથી. આવી વ્યક્તિઓ સવારે થાકેલા હોઈ છે તથા દિવસ દરમિયાન ઉંધી જાય છે. આ સમગ્ર પ્રક્રિયાને OBSTRUCTIV SLEEP APNEA (રાત્રી ઊંઘ દરમિયાન સ્વસછોશ્વાસનો અટકાવ) નો રોગ કહેવાય છે. આ એક આધુનિક વિજ્ઞાન ની શોધ છે.
કોને SLEEP APNEA હોઈ શકે?
- 30 વર્ષથી ઉપરના 30% લોકોને નસકોરાં બોલતા હોઈ છે. તેમાંથી 2 થી 5 % લોકોને SLEEP APNEA હોઈ છે. સ્ત્રીઓ કરતાં પુરુષોને વધારે નસકોરાં બોલતા હોઈ છે.
- સામાન્ય રીતે વધારે વજનવાળી તથા ટૂંકી ગાર્ડન તથા ગળાના વધારે ઘેરાવાળી વ્યક્તિઓ ને આ રોગ હોઈ છે.
- હૃદય, ફેફસાં, થાઈરોઈડ , ડાયાબિટીસ અને મગજના ઘણા બધા રોગ સાથે SLEEP APNEA અને નસકોરા બોલવાનો રોગ સંકળાયેલો હોય છે.
- બાળકો માં મોટા ટોન્સિલ તથા જડબા અને મોઢાની અસાધારણ રચનાને કારણે આ રોગ થઇ શકે છે.
- દારૂનું સેવન તથા ઊંધગની ગોળીઓથી આ રોગ વધારે જીવલેણ બને છે.
- નસકોરા બોલવાને કારણે શ્વસનમાર્ગમાં સોજો આવે છે એન્ડ હવાની અવરજવર માટે ખુબ જ તકલીફ પડે છે. અને SLEEP APNEA નો રોગ થાય છે.
કોને SLEEP APNEA હોઈ શકે?
- SLEEP APNEAના રાત્રી દરમિયાન ના લક્ષ્ણો
- રાત્રે ઊંઘમાં નસકોરા બોલવા.
- રાત્રે શ્વાસ બંધ થઇ જવો
- રાત્રે ગભરામણ થવી, પરસેવો થવો અથવા છાતીમાં ભીંસ થવી
- રાત્રે ઊંઘમાં વારંવાર જાગી જવું .
- રાત્રે વધારે વખત પેસાબ કરવા જવું.
SLEEP APNEA ના ક્યા ક્યા લક્ષણો હોય છે?
- દરમિયાન વધારે ઊંઘ આવવી, થાકેલા રેહવું તથા આળસ આવવી
- યાદશક્તિ તથા ધ્યાન શક્તિ ઓછી થવી.
- ચીડિયો સ્વભાવ થવો, ડિપ્રેશન આવવું .
- હાઈ બ્લડ પ્રેશર થવું .
- જાતીય જીવનમાં ખેલે પહોંચવી તથા નપુંસકતા આવવી .
- સવારે ઊંઘમાં ઉઠ્યા પછી માથું દુખવું, ગળું સુકાવું
- વાહન ચલાવતા ચલાવતા સુઈ જવું અથવા ઝોકા આવવા
SLEEP APNEAના દિવસ દરમિયાન ના લક્ષ્ણો
- સ્લીપ અએપ્નિયા નું નિદાન કરવા માટે સ્લીપ સ્ટડી કરાવવી પડે છે. સ્લીપ સ્ટડી કરાવવા માટે એક રાત હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. આખી રાત અલગ અલગ અવયવમાં થતા પરિવર્તન કોમ્પ્યુટરમાં નોંધવામાં આવે છે. નસકોરા કેટલા બોલે છે, રાત્રી દરમિયાન ઓક્સીજનની કેટલી માત્રા હોય છે, કેટલી વખત શ્વાસ રોકાય છે. હૃદયના ધબકારામાં કયા ક્યા ફેરફાર થાય છે. ઊંઘ કાયા તબક્કામાં છે તે કમ્પ્યુટર માં નોંધવામાં આવે છે. રાત્રી ઊંઘ દરમિયાન દર્દીને થતી તકલીફો તથા હલંચલન નું વિડિઓ રેકોર્ડિંગ પણ કરવામાં આવે છે..
SLEEP APNEA નું નિદાન કેવી રીતે થઇ શકે?
- સ્લીપ અએપ્નિયા નું નિદાન કરવા માટે સ્લીપ સ્ટડી કરાવવી પડે છે. સ્લીપ સ્ટડી કરાવવા માટે એક રાત હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. આખી રાત અલગ અલગ અવયવમાં થતા પરિવર્તન કોમ્પ્યુટરમાં નોંધવામાં આવે છે. નસકોરા કેટલા બોલે છે, રાત્રી દરમિયાન ઓક્સીજનની કેટલી માત્રા હોય છે, કેટલી વખત શ્વાસ રોકાય છે. હૃદયના ધબકારામાં કયા ક્યા ફેરફાર થાય છે. ઊંઘ કાયા તબક્કામાં છે તે કમ્પ્યુટર માં નોંધવામાં આવે છે. રાત્રી ઊંઘ દરમિયાન દર્દીને થતી તકલીફો તથા હલંચલન નું વિડિઓ રેકોર્ડિંગ પણ કરવામાં આવે છે..
જો OSA ની યોગ્ય ટ્રીટમેન્ટ ના થાય તો?
જો ઓબ્સ્ટ્રકટીવ સ્લીપ એપ્નિયા ની ટ્રીટમેન્ટ યોગ્ય ના થાય તો નીચેના રોગો થવાની શક્યતા વધી જાય છે .
નસકોરા તથા સ્લીપ એપ્નિયા દૂર કરવાના ક્યાં ક્યાં ઉપાયો છે?
- જયારે સ્લીપ એપ્નિયા અને નસકોરા બોલવાનું સામાન્ય હોય ત્યારે વજન ઉતારવું, દારૂનું સેવન ના કરવું, ઊંઘ માટેની ગોળીઓ ના લેવી, રાત્રે કોઈપણ એક પડખે સુઈ જવું, નાક સાફ રાખવું, જેવા પ્રયોગોથી ફાયદો થાય છે.
- જયારે સ્લીપ એપ્નિયા તથા નકશોરા બોલવાની તકલીફ વધારે હોઈ ત્યારે નાક પાર માસ્ક નક્કી કરેલા દબાણ સાથે હવા ફેંકતું મશીન (NASAL CPAP ) મુકવામાં આવે છે. જેનાથી સ્લીપ એપ્નિયા એન્ડ નસકોરા બોલવાનું સંપૂર્ણ પણે દૂર થઇ જાય છે.આ મશીન ઘોંઘાટ કર્યા વગર આખી રાત શ્વસનમાર્ગ ના નાક પાર ગોઢવેલા માસ્ક ઘ્વારા હવા ફેંકે છે. જેથી રાત્રે ઊંઘ દરમિયાન શ્વસનમાર્ગ ખુલ્લો રહે છે જેને કારણે શ્વાશોચવાસની પ્રક્રિયા નિયમિત બને છે. નસકોરા બોલવાનું સ્માંપૂર્ણ પણે બંધ થાય છે, શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ જળવાઈ રહે છે. ઊંઘમાં ખલેલ પહોંચતી નથી અને વ્યક્તિ ગાઢ નિંદ્રામાં જાય છે. વ્યક્તિ સવારે એકદમ તાજગી સાથે ઉઠે છે. આળસ, થાક અને દિવસ દરમ્યાન આવતી ઊંઘ દૂર થાય છે. જીવન ની ગુણવત્તા સુધારે છે. આ બધી અસરો મશીન મુક્યાના બીજાજ દિવસે થી અનુભવાય છે.
- આ મશીન મુકવાથી દર્દીને હાર્ટ એટેક , અંન્જાઇના , લકવો તથા રાત્રી દરમિયાન હૃદય બંધ થઇ જવું જેવા જીવલેણ રોગ અટકાવી શકાય છે અને તેથી અકાળે તથા મૃત્યુ પણ અટકાવી શકાય છે.
- આ મશીન લગાવવાથી કોઈ મોટી તકલીફ તથા આડઅસર થતી નથી. આ મશીન જિંદગીભર વાપરવું પડે છે.
- દુનિયા અને ભારતમાં હજારો દર્દીઓ CPAP મશીનનો ઉપયોગ કરે છે અને નાસોર બોલવા તથા SLEEP APNEA થી દૂર રહે છે.ક્યાના બીજાજ દિવસે થી અનુભવાય છે..
સારી ઉંઘ – સ્વસ્થ સ્વાસ્થ્ય
- સવારે ઉઠવાનો અને રાત્રે સુવાનો ટાઈમ સુનિશ્ચિત કરો.
- રાત્રે સુવાના કલાક પહેલા મોબાઈલ, ટીવી, ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોથી દૂર રહો.
- બેડરૂમનું વાતાવરણ સ્વસ્છ અને શાંતિમય હોવું જોઈએ.
- રાત્રિ ભોજન અને સુવાના ટાઈમમાં ઓછામાં ઓછો બે કલાકનો ટાઈમ રહેવો જોઈએ.
- નાના બાળકોને ઓછામાં ઓછી દસ કલાકની ઉંઘ લેવી જોઈએ.
- ટીનેજર્સએ રાત્રે ઉજાગરાના કરવા જોઈએ. વધુ ઉજાગરાથી એડવાન્સ સ્લીપ (સન્ડ્રોમ જેવો ગંભીર રોગ થઈ શકે છે જે તેમના શારીરિક અને માનસિક વિકાસ ઉપર અસર પડે છે.
સ્ત્રોત: ડો કાશ્મીરા ઝાલા. પલ્મોનોલોજિસ્ટ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.