રોજિંદા જીવનમાં, આપણે અનેક પ્રકારના પદાર્થોની સંપર્કમાં આવીએ છીએ. બાહ્ય પદાર્થ, શરીર બહારના પદાર્થો હોય છે. જીવંત કે નિર્જીવ હોય છે, જે માનવ શરીરમાં રહે છે અને જો તેને દૂર કરવામાં ન આવે તો તે કોષોને નુકશાન કરે છે. આપણા દ્વારા જે ખોરાક ખાવામાં આવે છે તે બાહ્ય પદાર્થ નથી પણ ગળામાં ચાવેલાં ખોરાકનો જે ડૂમો બાઝે તે બાહ્ય પદાર્થ કહેવાય.
કેટલાક બાહ્ય પદાર્થો જો લાંબા ગાળા માટેના રહે તો તે હાનિકારક હોતા નથી, જયારે કેટલાક પદાર્થોને તાત્કાલિક દૂર કરવા જરૂરી છે. જો લાંબા સમય સુધી બાહ્ય પદાર્થો રહે તો તેની આસપાસ કેલ્સીફીકેશન (કેલ્શિયમ જામવાની ક્રિયા) થાય છે અને કોષોમાં પણ તે પ્રક્રિયા આગળ જતાં થઈ શકે છે. તેથી બાહ્ય પદાર્થો શક્ય એટલી ઝડપ દૂર કરી દેવા જોઈએ. બટન બેટરીઝ નાક કે કાન માટે સૌથી ભયજનક બાહ્ય પદાર્થો છે, કેમ કે તે સ્વથ્ય કોષોની આસપાસ રાસાયણિક નુકશાન કરે છે. સાવધાનીનાં પગલાં તરીકે, એ સલાહભર્યું છે કે મોમાં આવી વસ્તુઓ મૂકી શકે તેવાં 6 વર્ષની વયથી નાની વયનાં બાળકોને આવી ચીજો ન આપવી જોઈએ.
હાઈ ડેફીનિશન ધરાવતા એન્ડોસ્કોપ અને માઈક્રોસ્કોપની મદદથી, બાહ્ય પદર્થોને સીધા જ નિરીક્ષણ સાથે દૂર કરવા શક્ય છે., જેમાં આસપાસના કોષોને કોઈ વધુ નુકશાન થતું નથી. વહેલું નિદાન અને સચોટ મેનેજમેન્ટથી નોંધપાત્ર હાનિ કે ગંભીર પરિણામો ટાળી શકાય છે. કેટલાક કેસોમાં, તે દૂર કરવા માટે જનરલ એનેસ્થેસિયા જરૂરી છે.
કાનમાં બાહ્ય પદાર્થો
જમીન પાર સુતા હોય ત્યારે વ્યક્તિના કાનમાં જીવડાં ઘુસી શકે છે મચ્છર કે માખી પણ કોઈના કાનમાં જઈ શકે છે. બાળક કયારેક ભૂલથી અનાજનાં દાન કે નાના રમકડાં કાનમાં નાખી દે છે. જીવડાં કાનમાં ખુબ પરેશાની કરે છે. અને અવાજ પેદા કરે છે અને તેના કારણે ભય અને ચિંતા સર્જાય છે. જયારે માઇક્રોસ્કોપથી યોગ્ય પરીક્ષણ થાય ત્યારે તેને ડાઈરેક્ટ વિઝન કે મેગ્નિફિકેશન દ્વારા દૂર કરવામાં આવે તે આવે સ્થિતિઓમાં માટેનું સૌથી ઉત્તમ મેનેજમેન્ટ છે. હુંફાળું પાણી સીરીજ દ્વારા નાખીને બાહ્ય પદાર્થોને બહાર કાઢવા તે પણ પ્રચલિત છે. અનાજના દાણા કે જીવંત ચીજો પાણીનાં સંપર્કમાં આવતા ફૂલે છે. તેથી આ સ્થિતિમાં સિરિંજથી આ પ્રક્રિયા કરવાથી દૂર રહેવું જોઈએ.
નાકમાં બાહ્ય પદાર્થો
બાળકો ઘણી વાર રમતી વખતે નાની ચીજો નાકમાં નાખી દેતા હોય છે કે કયારેક ખોરાકના ટુકડા પણ નાકમાં નાખી દે છે. ચોંકના ટુકડા કે નાના ઈરેઝર એવી સામાન્ય ચીજો નાના બાળકો નાકમાં નાખી દે છે. કુત્રિમ મોતી કે કોઈ રમતના પાસા પણ એવી જ ચીજો છે. ફળોના બીજ પણ બાળકો ભૂલથી નાકમાં નાખી દે છે. નાકામ બાહ્ય પદાર્થો નાકમાંથી ગંભીર રીતે રક્તસ્ત્રાવ કરી શકે છે કેમ કે તે ભાગમાં અનેક રક્તવાહિનીઓ હોય છે. રિજિડ નેસલ એન્ડોસ્કોપ નાકના અંદરના ભાગનું ઉત્તમ દ્રશ્ય આપે છે અને તેનાથી વધુ તકલીફ વિના બાહ્ય પદાર્થોને સંપૂર્ણપણે અને ચોક્કસાઈથી દૂર કરવામાં મદદ મળે છે.
સ્ત્રોત :