સ્લીપ એપ્નિયાની તપાસ સ્લીપ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર દ્વારા સારવાર કરાવી જોઈએ. દર્દી ની તપાસ માટે દર્દી ના લક્ષણો તથા ફિજિકલ તાપસ કરી સ્લીપ સ્ટડી કરાવવી જોઈએ..
સ્લીપ સ્ટડી એ સ્લીપ એપ્નિયાની એકદમ સચોટ તાપસ છે. જેઓ દર્દી ને રાત્રી દરમ્યાન મગજ, ફેફસા, હૃદય અને સ્નાયુ ના ઇલેટ્રોન લગાવીને તાપસ કરવામાં આવે છે. જેના દ્વારા ઊંઘ નું સ્ટેજિંગ કરવામાં આવે છે સાથે સાથે હૃદયની ગતિ ની નિયમિતતા - અનિયમિતતા, ઓક્સિજન, લેવલની માહિતી મળે છે. સ્લીપ સ્ટડી હંમેશા નિસણાંત સ્લીપ સ્પેશિયાલિસ્ટ અને ટેકનીશિયન દ્વારા કરાવવી જોઈએ. .
જો સ્લીપ એપ્નિયાની સારવાર કરવામાં ના આવે તો,હાર્ટ એટેક, મગજનો લકવો, ડાયાબિટીસ, હાર્ ફેલ્યોર અને જોખમી મોટર વ્હીકલ એક્સિડન્ટ થઈ શકે છે. સ્લીપ અન્ય ની સારવાર માં દર્દી એ લાઈફ સ્ટીલે મોડિફિકેશન કરવું જોઈએ. યોગ્ય કસરત, વ્યાયામ, આહાર, લેવો જોઈએ. પૂરતી ઊંઘ નું પ્લાંનિંગ કરવું જોઈએ. CAPD એ સ્લીપ એપ્નિયા સચોટ સારવાર છે. જેમાં પોઝિટિવ પ્રેસર દ્વારા ઉંગ દરમ્યાન આવી નળીઓ ખુલ્લી રાખવામાં આવે છે. જેથી દર્દી નું ઓક્સિજન નું પ્રમાણ રાત્રી દરમ્યાન જળવાઈ રહે છે. PAP (પોઝિટિવ એરવે પ્રેશર ) થેરાપિ ઘણાં બધા પ્રકારના સ્લીપ બેરિનય દ્વારા દર્દી ને જરૂરિયાત પ્રમાણે આવી શકાય. આમ સ્લીપ એપ્નિયા એ સાયલન્ટ કિલર છે. તેનું ત્વરિત નિદાન અને સારવાર જરૂરી છે.
સ્ત્રોત: ડો ગોપાલ રાવલ, પલ્મનોલોજિસ્ટ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/25/2019