પરિચય
પીઠનો દુખાવો થોડાં દિવસો કે થોડા અઠવાડિયા સુધી તીવ્ર કે ઓછા સમય સુધી રહે છે.સામાન્ય રીતે તેનો દુઃખાવો પીઠમાં તાણ કે કઠોરતા જેવો હોય છે.પીઠનો તીવ્ર દુઃખાવો ૩ અઠવાડિયાથી વધુ સમય સુધી રહે છે. સામાન્ય રીતે બેસવાની યોગ્ય ઢબ જયારે તમે બેઠા હો ,ઊભા હો,આડા અવળાં સૂતા હો, કે અયોગ્ય રીતે બેઠા હો તો થઇ શકે છે.ઘણાં બધાં કિસ્સામાં આ દુઃખાવો ૧-૨ સપ્તાહની અંદર આપમેળે શાંત થઈ જાય છે આ દુઃખાવો ઘટાડવા માટે દુઃખાવામાં રાહત આપતી દવાઓ દ્વારા પણ મટાડી શકાય છે.
લક્ષણો
પીઠની મધ્ય કે ઉપરના ભાગમાં દુઃખાવો
પીઠનો દુઃખાવો પાંસળી કે ડોકની નીચેના ભાગોમાં ઓછું કે મધ્યમ રીતનો દુઃખાવો ગમે ત્યારે થઈ શકે છે.પીઠની ઉપરનો દુઃખાવો કે મધ્યભાગમાં થતો દુઃખાવો,કમર નીચેના ભાગમાં થતાં દુઃખાવાની તુલનામાં ઓછો થાય છે.ડોક અને પીઠમાં જે હાડકાં હોય છે. મોટા ભાગે પીઠની ઉપર કે મધ્યમાં થતો દુઃખાવો ધીમો,બળતરા સાથે કે તીવ્ર રીતે થાય છે.જેમ કે તેના લક્ષણો છે
- હાથ કે પગમાં નબળાઈ આવવી
- હાથ,પગ છાતી કે પેટ (જઠર) ના ભાગમાં બળતરા કે સનસનાટી થવી
પીઠનો મધ્યમ દુઃખાવો
ક્યારેક દુ:ખાવો માત્ર પીઠ પર અસર કરી શકે છે.આ દુ:ખાવો થઈ શકે:
- કોઈક વજનદાર વસ્તુ કે આડાઅવળી વસ્તુ પીઠ ઉપર ઉચકી લેવાથી અચાનક દુઃખાવામાં વધારો થવો
- ક્યારેક તે ખોટી સ્થિતિના કારણે વિકસિત થઈ શકે છે.
- ક્યારેક-ક્યારેક આ દુઃખાવાનું કોઈ કારણ સ્પષ્ટ રીતે જણાતું નથી.
- ઘણી વખત લાંબી કાર મુસાફરી વખતે,એક સ્થળ પર લાંબા સમય સુધી બેસી રહેવાથી કે સતત કોઈ પ્રવૃત્તિ કરવાથી,રાતના સમયે ગંભીર રીતે દુઃખાવો થઈ શકે છે.ઘણી વખત નીચે સૂઈ રહેવાથી દુઃખાવામાં ઘટાડો થવાની મદદ મળી રહે છે.
અન્ય સ્વરૂપોમાં પીઠનો દુઃખાવો:
- ખભા જકડાઈ જવાથી કપડાં પહેરવામાં કે સૂતી વખતે કે વાહન ચલાવતી વખતે મુશ્કેલી સાથે દુઃખાવો થઈ શકે છે.
- સવારના સમયે ચાલતી વખતે સાંધામાં દુઃખાવો થવો (પીઠ સહિત) એ સંધિવાના લક્ષણો તરફ સંકેત કરે છે.
- પીઠની મધ્યમાં દુ:ખાવો, નિતંબમાં દુઃખાવો,ગરદનમાં દુઃખાવો અને જકડાઈ જવી તેમજ (સેક્રોઈલિયાક) મૂત્રપિંડમાં દુઃખાવો (મેરૂદંડ અને યોનિમાર્ગના સંયુક્ત સાંધામાં) કરોડરજ્જુમાં દુ:ખાવો સહિતના લક્ષણોની શક્યતા રહે છે.
- અકસ્માત પછી ડોકનો દુઃખાવો અને જકડાઈ જવી,માથાનો દુઃખાવો અને પીઠનો દુઃખાવો મચકોડ આવવાના સામાન્ય લક્ષણો છે.
- પીઠનો દુઃખાવો નીચેના ભાગમાં થઈને નિતંબોમાં આવે છે અથવા તો તે બંને પગમાં ફેલાય છે જે સાઈટીકાનું એક લક્ષણ હોઈ શકે છે.
- સ્લીપ ડિસ્કના કારણે પાંસળીના નીચેના ભાગો,સ્નાયુંઓમાં નબળાઈ અને માંસપેશીઓ તંગ થઈ શકે છે.જો કોઈને સ્લીપડિસ્કની તકલીફ હોય તો સામાન્ય રીતે પગની ચેતાઓ નબળી પડે છે.
કારણો
- લાંબા સમય સુધી એક સ્થળ પર બેસી રહેવું
- ઊભા રહેવું,ચાલવું,ધક્કો મારવો કે ખોટી રીતે બળ કરવું
- વળ ચઢાવવા
- વધુ પડતી ખેચતાણ કરવી
- લાંબા સમય સુધી વિરામ કર્યા વગર એક જ મુદ્રામાં બેસીને વાહન હંકારવું
- સામાન્ય રીતે રમતી વખતે કે કોઈ ઉત્તેજના વખતે સ્નાયુંઓને વધુ બળ આપવું,
તેની સાથે જોડાયેલા બીજા કારણો:
- ગર્ભાવસ્થા
- વધુ પડતું વજન કે બેડોળપણું
- હાડકાંમાં નબળાઈ
- તનાવ
- હતાશા
નિદાન
પીઠમાં દુઃખાવાના ઘણા બધાં કિસ્સાઓમાં સારવારની જરૂરિયાત રહેતી નથી તેનો દુઃખાવો ઘટાડવા માટે દુઃખ નાશક દવાઓ અને પોતાની જાતે ધ્યાન રાખવાથી સારવાર થઈ શકે છે.ખાસ કરીને શારીરિક પરીક્ષણ તમારાં બેસવા પર,ઉભા રહેવા પર,ચાલવા પર અને પગ ઉપાડવાની સાથે સાથે પીઠના હલનચલનની સીમારેખાનું નિરીક્ષણ કરે છે.
વ્યવસ્થાપન
પીડા નિવારકો : પેરાસીટામોલ અને એનએસએ આઈડી (નોન સ્ટેરાયડલ એન્ટી એન્ફ્લેમેટરી ઈગ્સ) પીઠના દુઃખાવા વખતે આઈબ્રુપ્રોફેન જેવી દુઃખાવામાં રાહત આપનારી અસરકારક દવાઓ આપી શકાય છે.
ગરમ અને ઠંડી સારવાર : પ્રભાવિત ક્ષેત્રમાં ગરમ કે ઠંડા પાણીની બોટલથી શેક કરવામાં આવે તો દુઃખાવાનો નાશ કરવામાં મદદ મળે છે.ઠંડી સારવાર જેમ કે બરફ કે થીજી ગયેલાં શાકભાજીની બેગનો ઉપયોગ દુઃખાવાવાળા ભાગ પર કરવાથી લાભકારક રહે છે.
આરામ : પીડાવાળા હિસ્સાને થોડાં આરામ આપવાનો પ્રયત્ન કરો,કારણ કે માંસપેશીઓની ચિંતાના કારણે તમારી સ્થિતિ દયનીય થઈ શકે છે.
વ્યાયામ: કસરતની સામાન્ય વ્યવસ્થામાં બાર સપ્તાહ સુધીના સમયગાળા દરમ્યાન આઠ સત્રોનો સમાવેશ કરવામાં આવે છે.
નિવારણ
- ખાસ કરીને નિયમિત કસરત દ્વારા પીઠના દુઃખાવાને રોકી શકાય છે.
- ઉભા રહેતી વખતે યોગ્ય મુદ્રા: સીધાં ઉભા રહેતી વખતે માથું સીધું રાખવું,સીધા ઉભા રહીને પોતાની કમરને સીધી રાખવી
- બેસતી વખતે યોગ્ય મુદ્રા :પીઠની સાથે સીધી રીતે બેસવું.
- સીધાં બુટ પહેરવા
- તનાવ અને ચિંતાને ઘટાડવાનો પ્રયત્ન કરવો
- અચાનક આવી પડેલી પરિસ્થિતિઓમાંથી બચવું, કારણ કે તેનાથી માંસપેશીઓમાં તનાવ ઉત્પન્ન થાય છે
સંદર્ભ:
- www.nhs.uk
- www.nlm.nih.gov
- www.ninds.nih.gov
- www.cdc.gov
- www.nhs.uk