પગની નસો-શીરા જ્યારે ફુલાઇ ને વાંકી ચુકી થઈ જાય છે તેને વેરીકોઝ વેઈન કહેવાય છે. મોટા ભાગે પગની નસો મા જોવા મળતો આ રોગ શરીર ની બીજી નસો મા પણ જોવા મળી શકે છે. શીરા એટલે અશુધ્ધ લોહી ને શુદ્ધ્ કરવા હ્રદય તરફ લઈ જતી નસો. શીરા મા રહેલા વાલ્વ પગ ના લોહી ને ઉન્ધી દિશા મા જતા રોકતા હોય છે. વેરીકોઝ વેઇન શીરા ના વાલ્વ મા થતી ખરાબી ને કારણે થતો રોગ છે. પગના સ્નાયુઓ પમ્પ માફક કામ કરીને લોહી ને હ્રદય તરફ મોકલવા નુ કામ કરે છે. વાલ્વ બરોબર કામ ના કરી શકતા લોહી શીરા મા ભરાવો કરી ને, શીરા ને ફુલાવી ને વાંકી ચુકી બનાવે છે.
કારણો
- વેરિકોઝ વેઈન થવા ના કારણો મા મુખ્યત્વે
- જન્મથી વાલ્વ નબળા હોવા,
- લાંબો સમય ઉભા રહેવાનો વ્યવસાય જેવો કે બસ કંડક્ટર, સર્જન,
- પેટ નુ પ્રેસર વધે એવા રોગો જેવા કે પેટ ની ગાંઠ, પ્રેગનંસી,
લક્ષણો
- પગ મા ફુલાયેલી નસો દેખાવી,
- પગનો કલર બદલાઈ જવો,
- પગમા ના રુઝાતુ ચાન્દુ પડવુ,
- પગની નસમા લાગે તો ખુબ લોહી વહેવા લાગવુ.
નિદાન
દર્દી ની શારિરીક તપાસ દરમ્યાન જ ડોક્ટર નિદાન નુ અનુમાન કરી લેતા હોય છે. નિદાન ની પુર્ણતા માટે, પગ ની સોનોગ્રાફી – ડોપલર ટેસ્ટ થાય છે.
દર્દ ની ગંભીરતા
વેરીકોઝ વેઈન ધીમે ધીમે પગને નુકશાન કરતો રોગ છે. શરુઆતના વરસો મા ઝાઝી તકલીફ ના થવાથી દર્દી ગંભિરતા નથી દર્શાવતા અને જ્યારે પગ નો કલર બદ્લાવો, ના રુઝતુ ચાન્દુ પડે ત્યારે ડોક્ટર ની સારવાર/ સલાહ માટે જાય છે. જ્યારે ઘણુ મોડુ થઈ જતુ હોય છે અને સારવાર મા લાંબો સમય લાગતો હોય છે.
સારવાર
વેરીકોઝ વેઇન ની સારવાર ત્રણ પધ્ધતિ થી થતી હોય છે.
- ઓપન સર્જરી : પગમા છેકો મારી ને ખરાબ નસો ને કાઢી નાખવી.
- સોનોગ્રાફી ગાઇડેડ માઇક્રોફોમ સ્ક્લેરોથેરાપી : સોનોગ્રાફી મશિન ની મદદ થી ખરાબ નસો મા ઇંજેક્શન વડે દવા ના માઇક્રોફોમ વડે વેઇન ને અન્દર થી સ્ક્લેરોઝ કરી નાખવી
- લેઝરથેરાપી : સોનોગ્રાફી અને લેઝર ની મદદ થી ખરાબ નસો ને બાળી નાખવી.
ઉપરોક્ત પદ્ધતિ ઓમા ઓપન સર્જરી કરતા માઇક્રોફોમ અને લેઝરથેરાપી ફાયદાકારક છે કારણ કે એમા દાખલ થવાની જરુર પડતી નથી અને નોર્મલ કામકાજ બીજા ત્રીજા દિવસ થી જ દર્દી કરી શકે છે.
સ્ત્રોત: ડો. સિકોતેર બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/10/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.