કફ મટાડવા માટેના આયુર્વેદ ઉપચાર
- કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.
- અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.
- દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે.
- તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.
- એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે.
- દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે અને ફેફસાં સાફ બને છે.
- આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.
- દૂધમાં હળદર, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે.
- રાત્રે સૂતી વખતે ત્રણચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.
સ્ત્રોત: ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/9/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.