શરદીની આ દવા મેં અજમાવી છે. શરદી વીષે આ પહેલાં મેં વીસ્તૃત માહીતી મારા બ્લોગમાં આપી છે. એ પૈકી આ ઔષધ મેં તાજેતરમાં જ અજમાવ્યું છે, અને સારું પરીણામ મને મળ્યું છે. પણ આપની પ્રકૃતીને અનુકુળ હોય તો જ આનો પ્રયોગ કરવો. કદાચ પીત્ત પ્રકૃતીવાળાં લોકોને આ ઔષધો અનુકુળ ન આવે. મારી પીત્ત પ્રકૃતી નથી.
હરડે, મરી, પીપર, સુંઠ, દરેક ઔષધ ૧૦-૧૦ ગ્રામ લઈ તેમાં ૮૦ ગ્રામ સારો ગોળ (કેમીકલવાળો નહીં) નાખી બરાબર મીક્સ કરી નાની ચમચી જેટલું લઈ ગોળીઓ વાળવી. એને છાંયડે સુકવવી. સવાર-સાંજ એક એક ગોળી પાણી સાથે લેવી.
ગોળી ન વાળવી હોય તો આ મીશ્રણ એક ચમચી જેટલું પાણી સાથે લઈ શકાય. પરંતુ ગોળી જેટલા લાંબા સમય સુધી ચુર્ણ સારું રહે નહીં. આથી ગોળી વાળવી ન હોય તો ચુર્ણ થોડા પ્રમાણમાં જ બનાવવું. એટલે કે ઔષધો ૧૦-૧૦ ગ્રામને બદલે ૫-૫ ગ્રામ લેવાં અને ગોળ ૪૦ ગ્રામ લેવો.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/19/2019