શરદીની બહેરાશ શુદ્ધ બાંધાની હીંગ ચોખ્ખા રુમાં મુકી દરરોજ દીવસમાં બે વખત કાનમાં દબાવી દેવાથી થોડા દીવસોમાં કફ-શરદીને લીધે આવેલી બહેરાશ મટે છે.
નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
૧. વ્યોષાદી વટી બે ગોળી બે વાર
૨. ત્રિફળા ગુગળ બે ગોળી બે વાર
૩. કફકેતુ રસ ૧ ગોળી બે વાર .
૪. સારીવાદી વટી બે ગોળી બે વાર
૫. કોફાન્ત સિરપ ૧૫ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર
૬. સુવર્ણવસંત માલતી ગોળી સવારે મધ સાથે ચાટવી.
- બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં, દહીં છાશ ટામેટા અને કોક્મ આંબલી બધીજ ખટાશ બંધ કરવી.
- ગોળ બંધ કરવો.
- ફ્રિજનું પાણી અને ફ્રિજમાં મુકેલી તમામ વસ્તુઓ ન લેવી.
- વાસી ખોરાક ન લેવો, મેંદાની વસ્તુઓ અને બેકરીની વસ્તુઓ જેવી કે બ્રેડ બિસ્કીટ પાંઉ બિલકુલ ન લેવા.
- સવારમાં તુલસીના ૧૦ પાન અને તેના સાથે ૫ નંગ કાળા મરી તેની સાથે મૂકીને ચાવી જવા
- છાતી ઉપર હળવો શેક કરવો,
- રાત્રે ઉજાગરા ન કરવા અને દિવસે મોડા સુધી ના સૂવું
- પાણીમાં કે વરસાદમાં વધારે પલળવું નહિં અને પંખાના ડાયરેક્ટ પવનથી દૂર રહેવું, એ.સી. બિલકુલ વાપરવું નહિં
- આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
- રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.