સાઈનસાઈટિસ એ અસ્વસ્થ કરી દેતી બિમારી છે. દરેક મનુષ્યની ખોપરી (સ્કલ)માં હવાથી ભરેલી ખાલી જગ્યા પોલાણ હોય જ છે. આ જગ્યાઓ કપાળ, ગાલ, આંખ અને નાકની આસપાસની વિસ્તારમાં આવેલી હોય છે. આ વિસ્તારમાં બહુધા ચીકણું પ્રવાદી હોય છે/ તેમાં કોઈ બેક્ટેરિયા કે કીટાણુઓ હોતાં નથી. ત્યાં જમા થતું ચીકણું પ્રવાહી પણ નીકળી જ જાય છે અને હવા તેનું સ્થાન લઈ લે છે. શરીરની આ સહજ પ્રક્રિયા ખોરવાઈ જાય ત્યારે આ પોલાણમાં ચીકણું પ્રવાહી રહી જાય ત્યારે તેમાં બેક્ટેરિયા કીટાણુ, ફૂગ વિકસવા માંડે છે. તેનાથી થતી તકલીફ સાઈનસા-ઈટીસ. સાઈનસના ટૂંકા નામથી પણ ઘણા લોકો આ તકલીફને ઓળખે છે.
સાઈનસ થવાનાં કારણો ઘણાં છે. સાઈનસમાં રહેલી ઝીણી રૂંવાટીઓની કામગીરી અટકી જાય ત્યારે પણ આ તકલીફ થાય જ છે. આ જ ઝીણી રૂંવાટીઓ સિલિયા તરીકે ઓળખાય છે. તેની કામગીરી પોલાણમાં જમા થતાં ચીકણા પદાર્થ કે પ્રવાહીને બહાર ધકેલવાનું છે.સતત શરદી રહેતાં શરીરમાં વધુ પડતું ચીકણું પ્રવાહી નિર્માણ થતું હોય તો આ તકલીફ થઈ શકે છે. આ ચીકણા પ્રવાહીને કારણે સાઈનસનું પોલાણ ભરાઈને બંધ થઈ જાય છે.
સાઈનસના બે પ્રકાર છે.
એક્યુટ સાઈનસમાં તીવ્ર દુ:ખાવો થાય છે. ત્રણથી ચાર અઠવાડિયાં કે તેનાથી ઓછા સમય માટે થઈ શકે છે. સાઈનસ કે ખોપરીના પોલાણમાં ઘર કરી ગયેલા બેક્ટેરિયાને કારણે આ તકલીફ થાય છે. ત્રણ માસથી વધુ સમય સુધી આ તકલીફ રહેતો તે ક્રોનિક થઈ જાય છે.
લાંબો સમય શરદી રહે તેને Chronix Sinusitis તરીકે ઓળખવામાં આવે છે. બેક્ટેરિયાનું ઇન્ફેકશન વધી જતાં આ તકલીફ થાય છે. પોલાણમાં ફૂગ થઇ જાય છે. સતત શરદી રહેતી હોય તેમને, ધુમ્રપાન કરનારાઓને, કેમોથેરાપી લેનારાઓને કે પછી વિમાનની મુસાફરી કરનારાઓને આ તકલીફ થવાની શક્યતા વધુ રહે છે.
સાઈનસની તકલીફ ખરેખર કેટલી ગંભીર છે, તેનું નિદાન કરાવવા માટે સિટી સ્કેન કરાવવું જરૂરી છે. ખોપડીમાં ના પોલાણમાં ગાંઠ કે ફંગલ ઇન્ફેકશન હોય તો M.R.I. કરાવી લેવો જોઇએ. વારંવાર સાઈનસ થતું હોય તો એલર્જી ટેસ્ટ કરાવી લેવો જોઇએ.
આયુર્વેદની પરિભાષામાં જેને શૃંગારક મર્મ તરીકે ઓળખવામાં આવે છે. તે જ્ઞાનતતુઓનું જંકશન છે. આંખ-નાક, કાન કે ગળા સાથે સંકળાયેલાં જ્ઞાનતંતુઓ તેની સાથે સંકળાયેલા છે. જીભ સાથે પણ તેને સંબંધ છે.
તુલસી: રોજ દિવસ દરમિયાન ૧૫થી ૨૦ પાંદડાં ચાવીને ખાઈ જવાં. ડ્રોનિક-જૂની થયેલી-ખાંસીમાં વાઈરસ અને બેક્ટેરિયા સાથે રક્ષા કવચ ઊભું કરે છે.
તુલસીનો ઉકાળો: 10-12 પાંદડાં તુલસી લો. એક ચમચી ગોળ, એક કપ પાણી લઈ, તેમાં એક ચપટી સૂંઠ નાખીને ૨-૩ ઉભરા આવે, એટલું ઉકાળો. આ ઉકાળો દિવસમાં બે થી ત્રણ વાર પીવાથી એક્યુટ શરદી, માથાનો દુ:ખાવો, શરીરનું કળતર, તાવનો ઝડપથી ભગાડે છે.
વસંત માલતી: લઘુ વસંત માલતી અને સૂવર્ણ વસંત માલતી એમ બે પ્રકારના ઓષધો પ્રચલિત છે. આનું એક અગત્વનું તત્વ ઝીંક છે. ઝિન્ક એ સાઈનસ ઇન્ફેશનની તીવ્રતામાં ઘટાડો કરે છે. સુર્વણ વસંત માલતી એ આયુર્વેદનું રોગ પ્રતિકારક શક્તિ વધર્ક શ્રેષ્ઠ ઓષધ છેય ઉપરાંત તે શરીરમાં એન્ટિબાયોટિક જેવું કામ કરે છે. કોઈપણ પ્રકારની આડઅસર વગર.
સિતોપલાદિ ચૂર્ણ: ઘણાં લોકોને શરીર ગરમીના કારણે પણ શરદી થાય છે. મોટા ભાગના લોકો શરદી-ખાંસીમાં ગરમ-ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણવાળી દવાઓ અને ખોરાક લે છે અને શરદી-ખાંસી-સાઈનસ મટવાને બદલે વકરે છે. સિતોપલાદિ ચૂર્ણ એવું ઓષધ છે કે જે કોઈપણ દોષને વધારતું નથી. માટે કોઈ પણ પ્રકારની શરદી-ખાંસી-એલર્જીમાં આ ઔષધ વાપરી શકાય છે. અડધી ચમચી સિતોપલાદિ ચૂર્ણમાં પા ચમચી ગાયનું ધી અને અડધી ચમચી મધ મિક્સ કરીને દિવસમાં ત્રણવાર લેવાય. ગર્ભિણીઓને થતાં શરદી- ઉધરસ માટેનું આ નિર્દોષ ઔષધ છે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/13/2020