ઇતિહાસ
પ્રાચીનકાળમાં આયુર્વેદ પર થયેલા સંશોધનનું તમામ સાહિત્ય આજે ઉપલબ્ધ નથી. ચરક અને સુશ્રુત નામના વિદ્ધાન ઋષિઓની સંહિતાઓના આજે સંદર્ભગ્રંથ તરીકે વધુમાં વધુ ઉપયોગ થાય છે નેપાળના રાજગુરુ પંડિત હેમરાજ પાસેથી એક સંહિતા મળી આવી હતી જે સંપૂર્ણ નથી, પરંતુ ખંડિત અવસ્થામાં મળી આવી હતી જે ઈ.સ ૧૯૩૦માં પ્રથમવાર સંપાદિત થઈને છાપવામાં આવી જેનું નામ કાશ્યપ સંહિતા છે કાશ્યપ સંહિતાના નિરીક્ષણ- પરીક્ષણ કરીને એક અદભૂત ગ્રંથની રચાના કરી છે શરદીમાં શેક- આધુનિકો એ જે એક સામાન્ય રોગના ઉપચાર માટે હાથ- ધોઈ નાખ્યા છે, એ શરદી નામના રોગમાં આચાર્ય કાશ્યપે કેટલાક અસામાન્ય ઉપચારો બતાવ્યા છે
અપાનવાયુ જેમાં અપાનવાયુ જે અંગોમાં કાર્યરત હોય છે. તે પેઢુ મળદ્ધારની આસપાસના ભાગમાં ઘીનું માલિશ કરી, પવન ન લાગે એવી જગ્યાએ બાળકને રાખી તે અંગો પર શેક કરવો આથી શરદીમાં મુખ્ય દોષ જેને ગણવામાં આવે છે એ વાયુની ગતિ પૂર્વવત થતાં વધુ પડતી છીંકો કે નાકમાંથી પાણી પડવું નાક બંધ થઈ જવું વગેરે લક્ષણો શમી જાય છે આ સાથે આચાર્ય કાશ્યપ કહે છે કે શરદીના દર્દીએ કબજિયાત ન થવા દેવી પચવામાં વાયડા અને ઠંડા આહાર અને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો.
ઘી
શરદીમાં ઘી? જૂની શરદી માટે આ પ્રાચીન ગ્રંથમાં એક વિશિષ્ટ ઉપચાર બતાવો છે જૂની શરદીના દર્દીએ રાત્રે જમ્યા પછી ગાયનું ધી પીવું જોઇએ.
સામાન્ય રીતે આપણને પ્રશ્ન થાય કે શરદીમાં ઘી પીવાનું? આયુર્વેદ મતાનુસાર જેમ જેમ શરદી જૂની થતી જાય છે. તેમ તેમ શરીરની તમામ ધાતુઓ ઓછી જૂની થતી જાય છે તેમ વાયુ લઈ લે છે ઘીથી વાયુનું શમન થાય છે. અને ધાતુઓ ફરીથી પુષ્ટ થતાં શરદીને પ્રોત્સાહિત કરતાં પરિબળો સામે લડવાની શરીરની ક્ષમતા વધે છે એટલે કે તમારો immunilij Power વધે છે. સૂંઠનું પાણી- શરદીના દર્દીઓ માટે વૈદ્યો સામાન્ય રીતે સૂંઠનું મળેલું પાણી પીવાનું સૂચન કરે છે. આચાર્ય કાશ્યપ આ ઉપચાર માં એક સ્ટેપ આગળ વધીને કહે છે સૂંઠના ઉકાળેલા પાણીમાં સિંધાલૂણ (સિંધવ-rock salt) નાંખીને પીવું
સિંધવથી સૂંઠની તીક્ષ્ણતા ઘટે છે પરિણામે પેશાબ કે મળમાર્ગે બળતરા થતી નથી. ઉપરાંત સિંધવનો એક ગુણ મ્યુકોકાઈનેટીક ( maco-kinetic) છે એટલે કે શરીરને પોષણ આપનારી રસાવાહિનીમાં ચીટકી ગયેલા મ્યુકસ કફને પાતળો કરીને ત્યાંથી ખસેડે છે. આમ ચલિત થયેલો પાતળો કફ શરીરના વિવિધ માર્ગો દ્વારા બહાર ધકેલાય છે.
વિશેષ ઉપાયો સંહિતાકાર બીજા કેટલાક અસામાન્ય ઉપચારો કહે છે. હરડે-ગોળ – હરડે અને ગોળનું સંમિશ્રણ શરદીમાં ઉત્તમ પરિણામ આપે છે હરડે વાયુનું અનુલોમન કરે છે તે (arminative એટલે કે વાયુની ગતિને પ્રાકૃત કરે છે હરડે તેના તૂરા રસથી કફનું શમન કરે છે ગોળ કફના સ્થાન સુધી પહોચી જઈને તેના ઉષ્ણ ગુણથી તેને પાતળો કરી દે છે આમ બંને ઓષધોનું સંમિશ્રણ ત્યાપરે જ ગુણકારી થઈ શકે કે જ્યારે તેનો યોગ્ય સમયે ઉપયોગ થાય સામાન્ય રીતે કફનો પ્રકોપકાળ સવારનો માનવામાં આવે છે એટલે વહેલી સવારે ચાર-પાંચ વગા નરણાકાંઠે હરડે અને ગોળનું આ મિશ્રણ લેવું તેનાથી લાંબા સમયથી થયેલ શરદીમાંથી છૂટકારો મળે છે કારણ કે સવારના સમયે કફ પ્રકોપ પામે એ પહેલા ઓષધ શરીરમાં પોતાનું કાર્ય- Active શરૂ કરી દે છે
મરી
જ્યાં સુધી શરદી સંપૂર્ણમન મટે ત્યાં સુધી મરી Piper-•igramને મોંમાં રાખીને મમળાવ્યા કરવા મરીના તીક્ષણ ને ઉષ્ણ ગુણથી મુખ અને અન્નવાહિની વિશુદ્ધ બને છે કફ હટે છે.
શેક
તાપણા વગેરેથી શરીરના અંગોને તપાવવા શિરએ કફનું મુખ્ય સ્થાન છે માટે મફલર વગેરેથી માથાનું ઠંડી હવાથી રક્ષણ કરવું. પવનથી શરીરમાંના વાયુની વૃધ્ધિ થતાં કફને વધુ દૂષિત કરે છે.
ખોરાક
ખોરાક હલકો અને સુપાચ્ય છતાં પોષ્ટિક લેવો -જવ- જવની રોટલીકે ભાખરી બનાવી ખાવાથી શરદી ઝડપથી મટે છે કારણકે જવ તેના રુશ્ર ગુણથી કફને ખોતરીને બહાર હડસલે છે જય રુક્ષ હોવા છતાં શરીરની સપ્તઘાતુને પુષ્ટ કરનારા છે
પાણી
આચાર્ય કાશ્યયે શરદીના દર્દીઓને જમતી વખતે કે જમવા પછી તરત વધુ પાણીના પીવાની સલાહ આપી છે કારણ કે તેનાથી ખોરાકનું પ્રવાહીપણુ વધી જતાં તે ભારે બને છે જેને શરદીના દર્દીની નબળીપાચન શક્તિ પચાવી શક્તી નથી. સાવધાની શરદીના દર્દીને સાવાધાન કરતાં આચાર્ય કાશ્યય કહે છે કે સ્વાભાવિક પણ આ રોગના દર્દીઓને ગરમ, ખાટા, ખારા અને ઉગ્ર આહારો લેવા પ્રત્યે વધારે રુચિ થાય છે અને તેને મટાડવાના ઉપચારો પણ ઉગ્ર સ્વાભાવવાળા ઔષધોથી થાય છે, માટે આવા આહાર અને ઔષધોના આતિરેક દર્દીના શરીરમાં પિતદોષને વધારી દે છે પરિણામે દીવા કરાવર્ત- સૂયવિર્તના નામે ઓળખે છે તે પ્રકારને માથાનો દુ:ખાવો પેદા થઈ શકે છે
આધાશીશી સૂર્યાવર્ત
આધાશીશીના દર્દીઓએ શરદીને મટાડવાના ઉપચારોની આડ અસરથી તો તેમને આ રોગ થયો નથીને એ તપાસવું જોઇએ આવા ઔષધ ઉપચારો જાતે કરતી વખતે દરેકે પોતાન તાસીર પર્કૃતિને ગણી લેવી અથવા નજીકના વૈધરાજના માર્ગદર્શન હેઠળ જ દવાઓ લેવી.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com