આજકાલ ડાયાબિટીસની સમસ્યા વિશ્વ માટે પડકારરૂપ બની ગઈ છે. વિશ્વભરમાં દર સેકન્ડે એક વ્યક્તિ ડાયાબિટીસ સાથે જાડાયેલી તકલીફોથી મૃત્યુ પામે છે, જે ચિંતાજનક બાબત છે. આપણા ગુજરાતની વાત કરીએ તો લગભગ ૧૮થી ૨૦ ટકા ઉંમરલાયક વ્યક્તિઓમાં ડાયાબિટીસની સમસ્યા જોવા મળે છે, જેમાંથી ૫૫ ટકા લોકોની તો નિદાન સમયે હાલત ચિંતાજનક હોય છે. વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસની સાથે ડાયાબિટીસની સારવાર માટેની ઘણી આધુનિક પદ્ધતિઓ ઉપલબ્ધ છે, જેમાંથી એક મેટાબોલિક સર્જરી છે. મેટાબોલિક સર્જરી સામાન્ય રીતે મેદસ્વી લોકો માટે ઉપયોગી હોય છે, જાકે તાજેતરનાં વર્ષોમાં બિનમેદસ્વી વ્યક્તિઓમાં અનિયંત્રિત ડાયાબિટીસની સમસ્યા જાવા મળે છે ત્યારે મેટાબોલિક સર્જરી થકી કરવામાં આવતી સારવાર ઉપકારક નીવડતી હોય છે.
અનિયંત્રિત ડાયાબિટીસ પર મેટાબોલિક દ્વારા સફળ સર્જરી
અમદાવાદ ખાતે આવેલી એશિયન બેરિયાટ્રીક્સ હોસ્પિટલ દ્વારા આજ સુધી અતિમેદસ્વી વ્યક્તિઓ પર મેટાબોલિક સર્જરીના સફળ કિસ્સા ઘણા બધા છે, પરંતુ પહેલી વખત આ હોસ્પિટલ દ્વારા બિનમેદસ્વી વ્યક્તિપર મેટાબોલિક સર્જરી કરીને અનિયંત્રિત ડાયાબિટીસની સારવાર કરવામાં આવી છે. કર્ણાટકનાં ૪૬ વર્ષનાં વૃદ્ધાને અનિયંત્રિત ડાયાબિટીસના કારણે કિડનીને લગતી તકલીફો હતી. ઇન્સ્યુલીન અને વિવિધ દવાઓ લેવા છતાં આ મહિલાનું ૩ માસનું સરેરાશ બ્લડ ગ્લુકોઝ સામાન્ય રીતે ૬થી ઓછું રહેવું જાઈએ તેમ છતાં તેમનું ૯.૪ જેટલું ઊંચુ રહેતું હતું. મેટાબોલિક સર્જરી બાદ હવે તેમનું બ્લડ સુગર કંટ્રોલમાં રહેવા લાગ્યું છે.
મેટાબોલિક સર્જરી શા માટે?
મેટાબોલિક સર્જરી બિનમેદસ્વી વ્યક્તિમાં અનિયંત્રિત ડાયાબિટીસ પર ઘણી ફાયદાકારક રહી છે. ઇન્સ્યુલીન, ડાયટ અને કસરત છતાં પણ ભારતમાં અનેક લોકો ડાયાબિટીસથી પીડાતા હોય છે. આમ જણાવતાં હૈદરાબાદના અગ્રિમ મોટાબોલિક સર્જન ડા. સુરેન્દ્ર ઉગાલે જણાવે છે કે મેટાબોલિક સર્જરી કે જેને લેપ્રોસ્કોપી ઇલિયલ ઇન્ટરપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે તેમાં ડાઈવર્ટેડ સ્લીવ ગેસ્ટ્રોનોમી દ્વારા હોજરીના કદમાં ૪૦ ટકા જેટલો ઘટાડો કરવામાં આવે છે અને નાના આંતરડાને એ રીતે ગોઠવવામાં આવે છે કે શરીર હોર્મોન જીએલપી-૧નું મહત્તમ ઉત્પાદન કરે, જેના લીધે પેન્ડિયાસ બીટા સેલ ઉત્તમ કામગીરી કરીને વધુ ઇન્સ્યુલીન પેદા કરે.
મેટાબોલિક સર્જરીની પદ્ધતિ
અમે સૌથી પહેલાં બિનમેદસ્વી ડાયાબિટીક વ્યક્તિ પર મેટાબોલિક સર્જરી કરતાં પહેલાં તેને સંપૂર્ણ માહિતી આપતા હોઈએ છીએ. આમ જણાવતાં એશિયન બેરિયાટ્રીક હોસ્પિટલના સર્જન ડો. મહેન્દ્ર નરવરીયા કહે છે કે આ પ્રક્રિયામાં સૌપ્રથમ હોજરીનું પ્રમાણ ૪૦ ટકા જેટલું ઘટાડ્યા પછી નાના આંતરડાના શરૂઆતના ભાગને આંતરડાના ટર્મિનલ છેડા સુધી જાડવામાં આવે છે, જેના કારણે નહીં પચેલો ખોરાક આંતરડાના પાછળના ભાગમાં આવીને મહત્તમ જીએલપી-૧ પેદા કરવામાં સહાય કરે છે, જેના કારણે શરીરમાં જરૂરી ઇન્સ્યુલીન પેદા થાય છે. આનાથી તેની જાતે જ સારી રીતે સુગર કંટ્રોલ થતી હોય છે.
ડાયાબિટીસના દર્દીને ડાક્ટરની સલાહ
સર્જરીમાં સતત પ્રયત્ન કરવાના લીધે અગાઉ સફળતાનો રેશિયો ૭૦ ટકા હતો, જે વધીને ૯૦ ટકા થઈ ગયો છે. આમ, વધુમાં જણાવતાં બેરિયાટ્રીક સર્જન ડો. સંજય પટોલિયા કહે છે કે દર્દીઓ આ સર્જરી વિશે જાગૃત થાય તેવા અમે પ્રયત્ન કરીએ છીએ. જા ડાયટ, કસરત અને દવાથી ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકતો હોય ત્યાં સુધી અમે દર્દીને સર્જરીની સલાહ આપતા નથી, પરંતુ જા ડાયાબિટીસ વધુ હોય તો સમયસૂચકતા દાખવી શરીરમાં અન્ય કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે ચોક્કસ સર્જરીની સલાહ આપીએ છીએ.
મેટાબોલિક સર્જરી કે જેને લેપ્રોસ્કોપી ઇલિયલ ઇન્ટરપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે તેમાં ડાઈવર્ટેડ સ્લીવ ગેસ્ટ્રોનોમી દ્વારા હોજરીના કદમાં 40 ટકા જેટલો ઘટાડો કરવામાં આવે છે અને નાના આંતરડાને એ રીતે ગોઠવવામાં આવે છે
લેખક : ડો મહેન્દ્ર નરવરિયા, બેરિઆટ્રીક & રોબોટીક સર્જન, એશિયાની સેર્વશ્રેષ્ઠ ઓબેસિટી અને ડાયાબિટીસની સારવાર માટેની હોસ્પિટલ