રોજિંદા ભોજનમાં પ્રોટીન એટલે કે દાળ-કઠોળ-દહી-દુધ-છાસ-સોયાબીન-ઈંડા-માંસાહારનો ઉમેરો કરવો અને વધુ રેસાવાળો ખોરાક એટલે કે ફળો, વિવિધ પ્રકારના શાકભાજી લેવા જોઈએ. આ સિવાય ખોરાકનો અતિરેક ના કરવો જોઈએ.
બદામ- અખરોટ – અળસીના બીયાં- ફિશ વિગેરેનો સમાવેશ આહરમાં કરવો, જેથી કરીને લેપ્ટીન રેઝિસટન્સ ઓછો કરી શકાય છે.
બજારમાં ઉપલબ્ધ દરેક જાતની રિફાઈન્ડ સુગરનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો. સુગરનો ઉપયોગ વધારે કરવાથી ઘ્રેલિનનું સિક્રિશન વધે છે, જેના કારણે વ્યક્તિને ભૂખ વધારે લાગે છે. પરિણામરૂપે ઓવર ઈટીંગ થાય છે, જે નુક્સાન કરી શકે છે.
પ્રો- બાયોટીક્સ એટલે કે શરીરમાટે લાભદાયક હોય એવા બેક્ટેરીયા વાળો ખોરાક, જેમકે દહીં અને છાસ. જ્યારે પ્રી-બાયોટીક્સ એટલે કે એવો ફાઈબર વાળો ખોરાત કે જેના લીધે હેલ્ધિ ગટ બેક્ટેરીયાનું પ્રોડક્શન થાય છે. આ બન્ને વસ્તુ ખાવાથી બેક્ટેરીયાનું પ્રમાણ જળવાઈ રહે છે, જે લેપ્ટીન સેન્સિટિવિટી વધારવામાં ઉપયોગી થાય છે.
દરરોજ 45થી 60 મિનિટ કસરત કરવાથી વજનમાં નિયંત્રણ લાવી શકાય છે.
સામાન્યરીતે વ્યક્તિને ભૂખલાગે એટલે ફટાફટ ખાવાનુ શરૂ કરી દે છે. પરંતુ ઘણાં બધા રિસર્ચનું તારણ એવું છે કે ઝડપી ખાવાથી ભૂખ સંતોષાતી નથી અને વજન વધે છે. જો વજનને કાબૂમાં રાખવું હોય તો ખોરાક ધીમે-ધીમે અને ચાવીને ખાવો જોઈએ.
ઉપર જણાવ્યા મુજબ જો આહારમાં ફેરફાર કરવામાં આવેતો, વજનને વધતુ અટકાવી શકાય અન્યથા નિયંત્રણમાં રાખી શકાય. આજથી જ મન મક્કમ કરો અને આ નિર્ણયને કોઈપણ સંજોગોમાં જાળવી રાખો, સારું પરિણામ અવશ્ય મળશે. આપ સ્વસ્થ રહો તેવી શુભકામના.
ડૉ. પૂજા શેલત, ડાયટિશિયન, નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020