অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મેદસ્વિતાથી બચવા જીવનશૈલી બદલીએ

મેદસ્વિતાથી બચવા જીવનશૈલી બદલીએ

સમગ્ર વિશ્ર્વમાં મેદસ્વિતા – ઓબેસિટી – જાડયાપણાએ સમસ્યાન ઉભી કરી છે. જેમ જેમ વિજ્ઞાનમાં સંશોધનો થતા ગયા તેના ફળ સ્વહરૂપ માનવીની જીંદગીમાં સગવડતાઓ વધતી ગઇ તેને કારણે સમગ્ર જીવનશૈલીમાં બદલાવ આવી ગયો, શારીરિક કામ ઘટયો તેને બદલે ઓછી મહેનત વધુ સગવડતા પ્રાપ્તી થતાં, શ્રમનું મહત્વટ ઘટતું ગયું આને કારણે બેઠાડું જીવન, આહાર લેવાની પધ્ધઞતિ, માનસિક વિચારોમાં બદલાવ, ઉંઘ ભોગતાવાદ વધતા માનવીનું બાહ્ય બંધારણ બદલાઇ ગયું, મેદસ્વિતાને કારણે જાડાપણું વધતું ગયું. આજે વિશ્ર્વમાં બાળકો માટે પણ કહેવાય છે કે બાળકો વધુ પડતા તંદુરસ્તે જાડા બનતા જાય છે. બાળકોને માતાના દૂધનો લાભ ઓછો મળે છે બજારમાંથી પ્રાપ્તક થતાં બેબીફુડનો વ્યા પ વધતો તેમજ જેમ જેમ મોટા થતાં જાય છે તેમ તેમ ચોકલેટ, પીપર, ચ્યુંવગમ, બટાટાની વેફર, મેંદાની વસ્તુાઓ ઉપયોગ વધારે પ્રમાણમાં કરે છે. તેથી શરીરમાં ખાંડ- શર્કરા- ચરબીનું પ્રમાણ વધતા મેદસ્વિતાની સમસ્યાત સર્જાય છે. આપણે હવે ફાસ્ટસ ફુડ લેતા થયા, પંજાબી, ચાઇનીઝ ફુડમાં ચીઝ, માખણનો ઉપયોગ વધુ થવા લાગ્યોમ, મેંદાનો તેમજ ઘીનો વપરાશ ઘરોમાં વધતો જાય છે તેને કારણે મેદસ્વિતાની સમસ્યાડ મોટામાં જોવા મળે છે. તેમાં બહેનોમાં ખાસ, શ્રમ ઓછો અને ખોરાક વધુ અને બેઠાડું જીવન થવાથી જાડાપણાની સમસ્યાો સર્જાઇ છે. આ જાડાપણાની સમસ્યાર અંગે ગંભીર બનવું જરૂરી છે. તેને સરળતાથી ન લેતા આહાર અને જીવન શૈલીમાં બદલાવ લાવો જરૂરી છે.
મેદસ્વિતા એટલે કે વધુ પડતી મેદપેશીવાળી સ્થિતિને મેદસ્વિતા કહે છે. શરીરમાંથી ચરબી એટલે કે મેદને અતિ ચોકસાઇથી માપવા માટેની પધ્ધળતીઓ છે પરંતુ તેમનો રોજે રોજના નિદાન માટે ઉપયોગ થતો નથી, સામાન્યટ શારીરિક તપાસ વડે મેદસ્વિતાનું નિદાન કરી શકાય છે. સામાન્યી રીતે મેદસ્વિતા – જાડાપણું જાણવા માટે બે પધ્ધધતીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એક પધ્ધ તી સાપેક્ષ વજનથી જે અંગ્રજીમાં રીલેટીવ વેઇટ કહે છે જે કિ.ગ્રા. માં મપાય છે. સાપેક્ષ વજન એટલે વ્યસકિતનું વજન કિ.ગ્રા. તેને ઇચ્છકતા વજન કે જેમ ઉંચાઇના પ્રમાણમાં હોવું જોઇએ તેના વડે ભાગવાથી મળે છે જે ભાગક્રમ મળે છે તેને સો વડે ગુણવાથી પ્રતિશત પ્રમાણ મળે છે. બીજી પધ્ધાતિ છે દેહદળાંક જેને બોડી માસ ઇન્ડેળકસ કહે છે. જેમાં વ્ય કિતનું વજન કિ.ગ્રા. માં લઇ તેને વ્ય કિતની ઉંચાઇ-મીટરમાં તેનાથી ભાગો જે જવાબ મળશે તે બી.એમ.આઇ. કહેવાય છે. વ્ય કિતઓની જુદી જુદી ઉંચાઇ તેના સામાન્યવ વજન ગણવામાં આવે છે જેને ઇચ્છિત વજન કહેવાય તેનાથી કેટલું વધુ કે ઓછું છે તેનાં ટકા ગણવામાં આવે છે જેને સાપેક્ષ વજન કહેવામાં આવે છે. દેહદળ- દેહસૂચકાંક બી.એમ.આઇ.નું સામાન્યય મુલ્યા ર૦ થી ર૫ કિ.ગ્રા. પ્રતિ મીટરનો વર્ગ છે. અમેરિકામાં મેદસ્વિતાની વ્યાયખ્યામ અનુસાર બી.એમ.આઇ. ર૭ કિ.ગ્રા. પ્રતિ મીટરનો વર્ગ છે મધ્યમમ મેદસ્વિતા ૩૦ થી ૪૦ અને તીવ્ર (વધુ) મેદસ્વિતા ૪૦ કિ.ગ્રા. પ્રતિ મીટરના વર્ગ સામાન્ય રીતે બેઠકનો ભાગ અને જાંઘ કરતા પેટ અને પડખામાં ચરબી વધુ હોય તો તે જોખમી ગણાય છે. ડુંટી આગળના પરિઘ અને કેડના સાંધા દીપ જોઇન્ટં આગળના પરિઘ વચ્ચેતનો ગુણોતર પુરુષોમાં એક અને સ્ત્રી ઓમાં ૦.૮૫ થી વધુ હોવો જોઇએ નહીં વધુ હોય તો તે મેદસ્વિતા સુચવે છે. મેદસ્વિતાને કારણે મધુપ્રમેહ ડાયાબિટીશ, લકવો, પેરાલિસિસ, હૃદયરોગ થવાની સંભાવના વધે છે. જાડી વ્યમકિતઓમાં લોહીનું ઉચું દબાણ, બીજા પ્રકારનો મધુપ્રમેહ તથા લોહીમાં ચરબીનું પ્રમાણ વધે તો હૃદયમાં ધમનીનો રોગ સાંધાનો ઘસારો, માનસિક અસ્થિરતા, પુરુષોમાં આંતરડા અને મળાશયના કેન્સમર, સ્ત્રીોઓમાં સ્તધન ગર્ભાશય, અંડપીંડ તથા પિતાશયના કેન્‍સર, લોહીના વિકારો, ચામડીના રોગો થવાની સંભાવના રહે છે. હૃદયરોગ થવાને કારણે મેદસ્વિ વ્યહકિતઓમાં મૃત્યું દર વધુ જોવા મળે છે.
મેદસ્વિતા વધવાના કારણોમાં વધુ પડતી કેલેરીવાળા આહાર, બેઠાડું જીવન તથા જનીન બંધારણ એટલે કે વારસાગત રીતે મેદસ્વિતા થાય છે. તબીબી રીતે એમ પણ માનવામાં આવે છે કે માણસમાં મેદ પેશીઓમાં બી- ૩ સ્વી.કારક માટેના જનીનોમાં જયારે વિકૃતી આવે છે ત્યાારે મેદસ્વિતા થાય છે. તબીબી તપાસમાં ઘણા પાસાઓનો વ્ય કિત દીઠ અભ્યાકસ કરવામાં આવે છે વજનની વધઘટ, કુટુંબમાં તેમનું પ્રમાણ, ખાવા તથા શ્રમ વગેરેનું વલણ વર્તન, વ્યવસાય, તમાકુ તથા દારૂનું સેવન તથા કેટલાંક મનોવૈજ્ઞાનિક પરિબળો વગેરેનો અભ્યાશસ કરવામાં આવે છે. અમુક ગ્રંથીમાંથી ગ્લુયકો કોટિકોઇડ નામનો અંતઃ સુગર વધારે પ્રમાણે ઝરે તો મેદસ્વિતા વધે છે. તે માટે ઘણીવાર લોહીમાં ગ્લુીકોઝ, કોલેસ્ટારોલ તથા ટ્રાઇગ્લિસરાઇડ પ્રમાણ જાણવામાં આવે છે કોલેસ્ટ રોલમાં એચ.ડી.એલ. અને એલ.ડી.એલ.ના પ્રમાણ પણ જાણવામાં આવે છે. મેદસ્વિતા ધરાવનાર વ્યેકિતને આહાર પર નિયંત્રણ લાવવું જરૂરી છે, તે માટે ઓછી કેલેરી ધરાવતો આહાર, આહાર પ્રમાણે વર્તન બદલાવાનું શિક્ષણ, સતત કસરતો, પ્રાણાયામ અને યોગ તેમજ સામાજીક સહકારના પાસાને આવરી લેવાય છે. આહારમાં પણ ઓછી ચરબી વાળો ખોરાક, વધુ રેસાવાળો ખોરાક લેવો જોઇએ. આવી મેદસ્વિતા ઘટાડવા માટે લાંબા સમયનું આયોજન કરવું જરૂરી છે. ખોરાકનું આયોજન અને નોંધણી, કસરત વગેરેનું ટાઇમ ટેબલ બનાવી આયોજન કરવું જોઇએ.
એરોબિક એટલે કે કસરતો ફાયદો કરે છે દિવસમાં ૮૦૦ કેલરી મળી રહે તેટલો ખોરાક લેવો જોઇએ. અને દવાઓ પણ લેવી જોઇએ. જેથી વજન ઘટાડાની આડ અસરોથી બચી શકાય. એલોપથીમાં બે પ્રકારના ઔષધો મળે છે કેટેકોલેમાઇન ધર્મી અને સિરોટોનિન ધર્મી જેમાં ક્રેન્ફ લુરેમાઇન તથા ડેકસ ફ્રેન્ફાલ્યુકરેમાઇન જેવા સિરોટોનિન ધર્મી ઔષધોનો વપરાશ પ્રતિબંધિત કરાયેલો છે. આજે તો ઓપરેશન દ્વારા પણ મેદસ્વિતા ઉતારવાનો ઉપચાર શકય બન્યોર છે તેમાં જઠરનું કદ નાનું કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત આયુર્વેદ તથા હોમિયોપેથીમાં પણ મેદસ્વિતા ઉતારવા માટેના ઔષધો મળે છે પરંતુ એકલા ઔષધો આ માટે કામ કરતા નથી આપણે આપણી જીવન શૈલી બદલવાની જરૂર છે. આજે યુવાનોમાં પણ જંક ફૂડનો વ્યાોપ વધતો જાય છે. કોઇ વાર લેવાથી વાંધો નથી પરંતુ કાયમ આવા પ્રકારના આહારથી પેટના રોગોનું પ્રમાણ વધે સાથોસાથ મેદસ્વિતા પણ વધે છે જે આગળ જતા સમસ્યાન રૂપ બની શકે એટલે યાદ રાખવું પહેલું સુખ તે જાતેનર્યા, નહીં તો એવું થાશે કે પહેલું દુઃખ તે જાતના ન રહ્યા આથી જીવનને સોફટવેર બનાવવાથી સાથે હાર્ડવેર બનાવવું જરૂરી છે.

સ્ત્રોત:ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate