ઓબેસિટી (મેદસ્વીપણા)થી પીડાતા મોટાભાગના લોકોમાં શારીરિક કસરત વિશેનો અણગમો એક સામાન્ય વાત હો. છે. એક અભ્યાસ પ્રમાણે દુનિયાના 60 ટકા જેટલા લોકો જરૂરીયાત કરતાં ઓછી સક્રિયતા દાખવે છે અને આ પ્રકારનું બેઠાળું જીવન મેદસ્વીતા નોતરે છે. જો વ્યક્તિ શારીરિક કસરત કરે તો અનેક ફાયદા થઈ શકે છે જેમ કે, કામ કરવાની ક્ષમતામાં વધારો થવો, અકાળે મૃત્યુ પામવાની શક્યતામાં ઘટાડો ઉપરાંત હૃદયને લોહી પહોંચાડતી નવી ધમનીઓનો પણ વિકાસ થાય છે. સૌથી મહત્વનો ફાયદો એ થાય છે કે કસરતના કારણે ધમનીમાં ચરબીનો જમાવડો અટકે છે જેના કારણે હાર્ટ એટેકની સંભાવના પણ ઘટે છે. ડાયાબિટીસના દર્દીઓને કસરતના કારણે ઈન્સ્યુલિનની જરૂરિયાત ઘટ્યાના દાખલા પણ તબીબો પાસે ઉપલબ્ધ છે. કમર તથા અન્ય સાંધાના દુખાવાને પણ નિયમીત કસરતથી ફાયદો થાય છે. યુવા વયથી જ જો કસરતની ટેવ પાડવામાં આવે તો વ્યસનની કુટેવની શક્યતા ઓછી રહે છે. શારીરિક દેખાવની સાથે માનસિક તંદુરસ્તીમાં પણ કસરતથી ફાયદો થાય છે.
સ્ત્રોત: નવગુજરાત હેલ્થ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/2/2020