મેદસ્વીતાની સારવારની એક અધ્યતન સારવાર પદ્વિતમાંથી એક એટલે બેરિયાટ્રિક સર્જરી. આ સર્જરી અંગે સમાજમાં અનેક પ્રકારની વાતો થતી હોય છે. અહીં એક દર્દી દ્વારા જ વર્ણવેલી તેની મેદસ્વીતા અને તેમાંથી છૂટકારાનો એક પ્રસંગ વર્ણવામાં આવ્યો છે જે મેદસ્વીતા ધરાવતાં લોકો માટે ખૂબ જ ઉપયોગી થાય તેવો છે.
એક સરસ મજાની સવારે હું શતાબ્દી ટ્રેનમાં પોતાની ચોપડી વાંચી રહ્યો હતો. ત્યારે જ બાજુમાં બારી પાસેની સીટ પર બેસેલો છોકરો બાથરૂમ જવા માટે ઉઢ્યો અને મેં મારા પગ વાળીને એને જવાની જગ્યા આપી. અચાનક જ મને મારૂ વજન ઓછું થવાનો અહેસાસ થયો. મને યાદ નથી કે છેલ્લા 2-3 વર્ષમાં મેં ટ્રેન કે બસમાં મુસાફરી કરી હોય. મોટાપાના કારણે પબ્લીક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવી ઘણી મુશ્કેલ હતી. મને અચાનક મોટાપા સાથેની મુશ્કેલીના દિવસો યાદ આવી ગયા. આજ ઘટના ત્રણ વર્ષ પહેલાં થઈ હોત તો ચોક્કસ જ આ બાળકને જવા દેવા મારે અને બાજુમાં બેસેલા માણસને ઊભુ થવું પડ્યું હોત. મારી બાજુની સીટ પર બેઠેલા લોકોના મોઢા પર દેખાતું દુ:ખ મને યાદ આવી ગયું.
મારૂ નામ દિનેશ મહેતા છે (નામ બદલેલ છે), હું 50 વર્ષેનો એક લેક્ચરર છું. બાળપણથી જ થોડો હુષ્ટપૃષ્ટ છું, પણ છેલ્લા દસ વર્ષમાં મારૂ વજન ઘણું જ વધી ગયું હતું અને મેં એને કારણે થતી બધી જ તકલીફો ભોગવી. મેં જ્યારે બેરિયાટ્રિક સર્જરી કરાવવાનો નિર્ણય લીધો ત્યારે મારૂ વજન 133 કિલો હતું, હું ત્રણ વર્ષથી ડાયાબિટીસ અને આઠ વર્ષથી થાઈરોઈડની દવા લેતો હતો. કેમ કે મારા કામમાં મારે કલાકો ઊભા રહેવું પડે અને મારી મેદસ્વીતાના કારણે મારા ઘૂંટણમાં તકલીફ શરૂ થઈ ગઈ હતી. વેરિકોઝ વેઈન્સના કારણે મારા પગ પણ સતત દુ:ખતા હતાં. મારૂ જીવન સ્ફૃર્તિના અભાવે સુસ્ત થઈ ગયું હતું અને મને ખબર હતી કે આમાંથી ઘણું બધુ મારા વધુ પડતા વજનના કારણે છે. વજન ઘટાડવા મેં કસરત અને ખોરાકમાં બદલાવ પણ કરી જોયા હતાં પણ તેનાથી માંડ 120 કિલો સુધી પહોંચી શક્યો હતો અને તે પણ લાંબુ ના ચાલ્યું અને હું પાછો 133 કિલો પર પહોંચી ગયો.
બેરિયાટ્રિક સર્જરી કરાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે મારી એક જુની મિત્ર મને મળી જે બેરિયાટ્રિક સર્જરી કરાવી, વજન ઘટાડી ખુબ ખૂશ હતી. ઉપરોક્ત ઘટના મારા એક પેશન્ટની છે. આ પેશન્ટે મને મળી અને અમે બેરિયાટ્રિક સર્જરીના સારા અને ખરાબ પાસા વિશે ચર્ચા કરી. પેશન્ટને ઓપરેશનથી શું આશા રાખી શકાય તેની પણ વિગતો આપવામાં આવી. આ સર્જરીમાં થોડી તકલીફ થવાની શક્યતા હોવા છતાંય પેશન્ટે તેમનું જીવન સુધારવાનો નિર્ણય લઈ લીધો હતો.
આજે સર્જરીને આશરે એક વર્ષ થવા આવ્યું અને તેમને મહેસુસ થાય છે કે તેમની આખી જિંદગી બદલાઈ ગઈ છે, આખી શખ્સીયતમાં જ ફેર પડ્યો છે, દુનિયાની તેમના તરફની નજર પણ બદલાઈ ગઈ છે. હાલમાં તેમનું વજન 88 કિલો છે અને હજુ પણ ઘટી રહ્યું છે. ડાયાબિટીસની દવા પણ બંધ થઈ ગઈ છે અને સુગર પણ કંટ્રોલમાં છે.વધુમાં તેઓ જણાવે છે કે, મારા ઘૂંટણ અને પગનો દુ:ખાવો ગાયબ થઈ ગયો છે. વજન ઘટ્યા પછી જિંદગીની બધી જ બાબતોમાં મારો ઉત્સાહ વધી ગયો છે તથા શારીરિક ક્ષમતા પણ વધી ગઈ છે. હું ખુશીથી કહી શકું છું કે, હવે હું અડઘો કલાક જોગિંગ કરી શકું છે અને મારી પત્ની, બાળકો, મિત્રો, સહકર્મચારીઓ અને વિધ્યાર્થીની આંખોમાં પ્રશંસા જોઉ છુ. અફસોસ એ વાતનો છે કે મેં જીવનના દસ વર્ષ મેદસ્વીતા સાથે કાઢી નાંખ્યા, ઓપરેશન વહેલું કરાવ્યું હોત તો બીજા દસ વર્ષ સ્વસ્થ થઈને જીવ્યો હોત. પરંતુ ખુશી એ વાતની છે કે મેં બેરિયાટ્રિક સર્જરી કરાવવાનો નિર્ણય લીધો.
હું જાણું છું કે આવું જીવન બનાવી રાખવા માટે મારે પ્રતિબધ્ધ થવું પડશે. પણ આવા અદભૂત બદલાવ જોયા પછી હું આ સ્થિતીને જાણવી રાખવા મક્કમ છું.
સ્ત્રોત: ડૉ.ચિરાગ ઠક્કર (બેરિયાટ્રિક સર્જન)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020