અચેતન માનસમાં દમિત થયેલા સંઘર્ષો કે અપૂર્ણ ઇચ્છાઓ હંમેશા બહાર આવવા મથે છે. ક્યારેક સ્ટ્રેસના સ્વરૂપમાં તો ક્યારેક મોટી મનોવિકૃત્તિના સ્વરૂપમાં દેખા દે છે. આ કિસ્સામાં પેલી દમિત ચિંતા અને ઇચ્છા માથાના દુઃખાવા સ્વરૂપે બહાર આવી. મન હોય તો માળવે જવાય ખોરાક ઉપરનો કંટ્રોલ અને કસરત એ બે તો Obesityની સારવારના અંગો છે
શરીરમાં વધુ પડતી ચરબી હોવી તે ઓવર વેઈટ અને ઓબેસિટી (મેદસ્વીપણું) કહેવાય છે. જ્યારે આવક વધુ અને જાવક ઓછી હોય ત્યારે ચરબીનું પ્રમાણ શરીરમાં વધતું જાય છે. Obesity is mother of the disease એટલે કે, મેદસ્વીપણું આગામી રોગનું ઉદભવ સ્થાન છે.
આખી દુનિયામાં લગભગ 13% લોકો Obese છે. 1980 થી 2014 સુધીમાં તેનો આંક લગભગ ડબલ થયો છે. બોડી માસ ઈન્ડેક્સ (BMI) 25થી વધુ કમરનો ઘેરાવો, સ્ત્રીઓમાં 88cm (35 Inches) અને પુરુષમાં 102cm (40 Inches)થી વધુ હોય તો તે વ્યક્તિ Obese કહેવાય.
આ જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે વધુ પડતાં વજનના કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ફેટી લિવર, કેન્સર, હાર્ટ એટેક, પિત્તાશયમાં પથરી વગેરે ઘણાં રોગોને નોતરી શકે છે. આ ઉપરાંત અજાણતા ઉંઘમાં જ મૃત્યુ (Sleep Apnea) Obesity ના કારણે થઈ શકે છે. આ ઉપરાંત ચર્મરોગ, પુરૂષોમાં નપસંકતા, ગર્ડ (Gerd) સ્ત્રીઓમાં ગર્ભાશયના રોગો, પેન્ક્રીઆટાઈટીસ diprenion પણ વધુ પડતા વજનને કારણે જોવા મળે છે.
આ બધુ જાણવા પછી આપણને એમ થાય કે શું આમાં કાંઈ થઈ શકે? હા! Obesityની સારવાર શક્ય છે.
મન હોય તો માળવે જવાય! ખોરાક ઉપરનો કંટ્રોલ અને કસરત એ બે તો Obesityની સારવારના અંગો છે.
આ ઉપરાંત હવે તો સરસ દવાઓ પણ મળતી થઈ છે જેથી વજન ઘટાડી શકાય. આહારમાં Calary Restricted Diet ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કેટલું ખાઓ છો/ ઉપરાંત શું ખાઓ છો? તે પણ એટલું જ અગત્યનું છે. A women on lips, per mender & lips એવું કહેવાય છે તે સદંતર સાચુ જ છે. Regular exerciseનો કોઈ પર્યાય નથી. Calory જે ખોરાકમાં લીધી છે તેમને બાળવી જ રહી નહિંતર તેનું Fat (ચરબી)માં રૂપાંતર થઈ અને શરીરમાં જામી જશે જ, તેથી દરરોજ 45થી 60 મિનીટ કસરત કરવી અનિવાર્ય છે.
Swimming, Cycling, Walking જે કરશો તેના જેવું કાંઈ જ નહીં તદઉપરાંત Weight liftings, Boxing, Dancing પણ કરી શકાય. Regular Sports ટેબલ ટેનિસ, બેડમિન્ટન, વોલીબોલ, હોકી, ફૂટબોલ વગેરે Field game રોજ રમવી જોઈએ. આમ છતાં પણ વજન વધુ હોય અને જરૂરી હોય તો તમારાં ડોક્ટરને મળી Allopathyની સારવાર લેવી જોઈએ. આ પ્રકારની દવાઓ ઘણાં વખતથી મળે છે અને ડોક્ટરની સલાહ મુજબ લેવાથી વજન ઘટાડવામાં મદદરૂપ પણ થઈ શકે છે. વજન ઘટાડા માટે વ્યસનમુક્તિ પણ અતિ આવશ્યક છે. તમ્બાકુ, સિગારેટ, પાન, હુક્કા, આલ્કોહોલ, ચરસ-ગાંજા જેવા વ્યસનો શારીરિક તથા આર્થિક અધોગતિ તરફ લઈ જાય છે તેથી તેને નેસ્તનાબુદ કરવું જોઈએ જેથી શરીર તંદુરસ્ત અને ચુસ્તીવાળું રહે એટલે જ કહેવાય છે કે, Healthy body has healthy wind in it. ઓમ જરૂર કહી શકાય કે મેદસ્વીપણું શરીરના દરેક અંગો ઉપર માઠી અસર પાડે છે તેથી તેને યેનકેન પ્રકારે દૂર કરીને જ રહેવું. જો તમારૂ શરીર સપ્રમાણ, ચુસ્ત હશે તો જીવલેણ રોગો જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ વગેરે તમારી નજીક આવી જ નહિં શકે, રોગમુક્ત, વ્યસનમુક્ત અને ચરબીમુક્ત જીવન સ્વસ્થ જીવનની ચાવી છે અને આ ચાવી જીવનને સાર્થક બનાવવા ખૂબ જરૂરી છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020