આજકાલ સ્થૂળતા (મેદસ્વિતા) ગંભીર રીતે વિકાસ પામતી બીમારી છે, જે વ્યક્તિને શારીરિકની સાથે માનસિક તકલીફો પણ ઘણી આપે છે. તે મોટાપા-ફેટ, ઓબેસિટી વગેરે જેવા નામથી પણ ઓળખાય છે.
સામાન્ય રીતે ઊંચાઈ અને વજનનાં જે ધારા-ધોરણ નક્કી કરાયાં છે તેનાથી વધારે વજન હોય તો તે ચરબીની નિશાની ગણાય છે, તેને મેદસ્વિતા કહેવામાં આવે છે, જે અમીર કે ગરીબ કોઈ પણ વ્યક્તિને અસર કરતી બીમારી છે. આ પ્રશ્ન આજે દેશમાં જ નહી, વિદેશમાં પણ પડકારરૂપ બની રહ્યો છે. સ્થૂળતા કેટલીક વખત વ્યક્તિમાટે ખતરનાક બની રહે છે, જેના લીધે અનેક શારીરિક રોગો થાય છે, જ્યારે ક્યારેક મૃત્યુનું જોખમ પણ રહે છે
મેદસ્વિતા કેવી રીતે નક્કી કરી શકાય
મેડિકલ ટર્મિનોલોજી પ્રમાણે શરીરનું વજન કેટલું વધારે છે તેની ગણતરી ડાક્ટર દ્વારા દર્દીના બોડી માસ ઇન્ડેક્સ (BMI) એટલે કે તેની ઊંચાઈના પ્રમાણમાં કેટલું વજન છે તે ચકાસીને કરવામાં આવે છે. સામાન્ય વ્યક્તિનો BMI ૧૮ થી ૨૪.૯ કિ.ગ્રા હોય છે, જ્યારે ઓબેસિટીથી પીડાતી વ્યÂક્તનો BMI ૩૦ થી ૩૪.૯, ૩૫-૩૯.૯ કે ૪૦થી વધારે હોય છે.
સ્વાસ્થ્ય માટે જોખમમકારી ઓબેસિટી
સ્થૂળતા કેટલીક વખત વ્યક્તિમાટે ખતરનાક બની રહે છે, જેના લીધે કેટલાક શારીરિક રોગો થાય છે, જ્યારે ક્યારેક મૃત્યુનું જોખમ પણ રહે છે. મેદસ્વિતાના લીધે કેટલાક રોગો પણ થઈ શકે છે, જેમ કે ટાઈપ-ટુ ડાયાબિટીસ, બ્લડપ્રેશર, સ્લીપ એપ્નીયા, લિવરમાં ફેટ, વંધ્યત્વ, કેન્સર, સાંધા-કમર-ઘૂંટણનો દુખાવો, પગના સોજા અને વેરીકોઝ વેઈન, હાર્ટબર્ન તેમજ ડિપ્રેશન પણ આવી શકે છે.
મેદસ્વિતા માટેની ઉત્તમ સારવાર
મેદસ્વિતા ઘટાડવા માટે અવનવા ઉપચાર કરાતા હોય છે, જેમ કે ખોરાકમાં નિયંત્રણ, ગાઈડન્સ વગરની કસરત વગેરે, પરંતુ તેમને ખ્યાલ હોતો નથી કે આ તમામ ક્રિયાઓ તેઓના શરીર માટે હાનિકારક બની રહે છે. મેદસ્વિતા માટેની જો કોઈ ઉત્તમ સારવાર હોય તો તે બેરિયાટ્રીક સર્જરી, જેના દ્વારા વ્યક્તિ વજન ઘટાડી તેને લાંબા સમય સુધી જાળવી રાખે છે.
બેરિયાટ્રીક (વેઇટલોસ) સર્જરીની સમજણ
બેરિયાટ્રિક સર્જરીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વજન ઉતારવાનો સચોટ અને મહદ્અંશે કાયમી ઈલાજ છે. સર્જરી પછી વજન ઘટવાની સાથે બીપી, કોલેસ્ટ્રોલ, શ્વસન તંત્રની સમસ્યાઓ અને ડાયાબિટીસ જેવી વ્યાધિઓમાં રાહત મળે છે. કમર કે સાંધાનો દુખાવો પણ મટી જાય છે અને વ્યક્તિ સ્ફૂર્તિવાળી બને છે.
આ સર્જરી કોસ્મેટિક સર્જરી નથી, પરંતુ લેપ્રોસ્કોપી પદ્ધતિથી હોજરી અને આંતરડામાં ફેરફાર કરીને કરવામાં આવે છે. જે ફેરફાર બાદ શરીરનું વજન ઘટી જાય છે. ઘણા લોકો એવી માન્યતા ધરાવે છે કે બહુ વધારે વજન હોય તો પૌષ્ટિક આહાર અને કસરત દ્વારા તેનું નિદાન શક્ય હોય છે, પરંતુ આ માન્યતા ખોટી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રમાણે જ્યારે BMI ૩૫થી વધારે હોય અથવા BMI ૩૩થી વધારે હોય અને સાથે બીપી, કોલેસ્ટ્રોલ, શ્વસનતંત્રની સમસ્યાઓ અને ડાયાબિટીસ જેવી તકલીફ હોય તો બેરિયાટ્રીક સર્જરી આશીર્વાદરૂપ નીવડે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ કન્સેસન્સ કોન્ફરન્સમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે વજન ઘટાડી તેને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે આ સર્જરી એકમાત્ર અસરકારક સારવાર છે. આ સર્જરી બાદ હોસ્પિટલમાં માત્ર ૨ થી ૩દિવસ રોકાવું પડે છે. ઓપરેશન બાદ ૪ થી ૫ દિવસમાં વ્યક્તિપોતાનું રોજિંદુ કાર્ય કરી શકે છે. ઓપરેશન બાદ હોજરીની તાલીમ પૂરી થાય ત્યાં સુધી ખોરાકમાં કાળજી રાખવી પડે છે. આ ઓપરેશન બાદ વજન ૭૫ ટકાથી ૮૦ ટકા જેટલું ઘટતું હોય છે અને ડાયાબિટીસ, બ્લડપ્રેશર, સાંધાના દુખાવા, કોલેસ્ટ્રોલ અને વંધ્યત્વ વગેરેમાં સુધારો પણ જાવા મળે છે.
બેરિયાટ્રિક સર્જરીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વજન ઉતારવાનો સચોટ અને મહદ્અંશે કાયમી ઈલાજ છે. વજન ઘટવાની સાથે બીપી, કોલેસ્ટ્રોલ, શ્વસન તંત્રની સમસ્યાઓ અને ડાયાબિટીસમાં રાહત મળે છે. કમર કે સાંધાનો દુખાવો પણ મટી જાય છે અને વ્યક્તિ સ્ફૂર્તિવાળી બને છે
ડો. સંજય પટોલિયા, બેરિઆટ્રિક & GI સર્જન