સ્થૂળતા એ એક એવી સ્થિતિ છે, જેમાં શરીરની એડિપોઝ પેશીમાં વધારાની ચરબી સામાન્યપણે એકઠી થાય છે અને શરીરના ઇચ્છનીય વજન કરતા 20 ટકા વધારો થાય છે.
- સ્થૂળતાની કેટલીક નકારાત્મક આરોગ્ય અસરો છે ને તે અકાળે મૃત્યુ તરફ પણ લઈ જઈ શકે છે.
- સ્થૂળતાને કારણે લોહીનું ઊંચુ દબાણ, લોહીમાં કોલેસ્ટેરોલનું ઊંચુ પ્રમાણ, હ્રદય રોગ, ડાયાબીટીસ, પિત્તાશયની પથરી અને ચોક્કસ પ્રકારના કેન્સર થાય છે.
- અતિ આહાર અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટડો સ્થૂળતા તરફ લઈ જાય છે. જોકે, જનીની પરિબળ પણ સ્થૂળતા માટે જવાબદાર છે.
સ્થૂળતાના કારણો
- સ્થૂળતા અને વધારે પડતું વજન આહારરૂપે લેવાતી શક્તિ અને તેના ખર્ચ વચ્ચેના સતત અસંતુલનને કારણે થાય છે.
- આહારમાં લેવાતા ચરબીના મોટા પ્રમાણને કારણે પણ સ્થૂળતા સર્જાય છે.
- સંકુલ વર્તન અને માનસિક પરિબળો પણ અતિ આહારનું કારણ છે અને તે સ્થૂળતા તરફ લઈ જાય છે.
- શક્તિના વપરાશમાં ચયાપચયની ક્ષતિઓ પણ ચરબીનું એકત્રીકરણ વધારી શકે.
- બાળપણ અને કિશોરાવસ્થામાં સ્થૂળતા પુખ્ત વયે સ્થૂળતા તરફ દોરી જાય છે.
Weight- શરીરનું આદર્શ વજન
શરીરનું ઇચ્છનીય વજન એ યુવાન પુખ્ત વ્યક્તિનું તેની શ્રેષ્ઠ શારીરિક કામગીરી વખતે તેની ઊંચાઈના પ્રમાણમાં વજન છે. આ માટે સૌથી સામાન્યપણે ઉપયોગમાં લેવાતું માપ શરીર દળ સૂચકાંક (બોડી માસ ઇન્ડેક્સ – બીએમઆઈ) છે. અને તે મીટરમાં ઊંચાઈના વર્ગ દ્વારા કિલોગ્રામમાં વજનને ભાગવાથી મળે છે. (વજન-કિલો\ ઊંચાઈ-મીટરનો વર્ગ)
બીએમઆઈ
<18.5 : કુપોષિત
> 25 : વધારે વજન
>30 :સ્થૂળ
વજન કઈ રીતે ઘટાડવું
- તળેલો ખોરાક ઓછો ખાઓ
- ફળો અને શાકભાજી વધારે ખાઓ
- આખું અનાજ, દાળ અને ફણગાવેલા કઠોળ જેવો રેસાથી ભરપૂર ખોરાક વધારે ખાઓ
- શરીરના વજનને સામાન્ય મર્યાદામાં રાખવા માટે નિયમિત કસરત કરો.
- શરીરના વજનમાં ધીમો અને સ્થિર ઘટાડો કરવાની સલાહ છે.
- અત્યંત ઉપવાસ આરોગ્યને નુકસાનકારક છે.
- તમારી શારીરિક પ્રવૃત્તિને સંતુલિત કરવા જરૂરી વૈવિધ્યપૂર્ણ આહાર લો.
- નિયમિત અંતરાલે મર્યાદિત ભોજન ખાવ
- ખાંડ, ચરબીવાળો ખોરાક અને દારુનું સેવન ઘટાડો
- ઓછી ચરબીવાળા દૂધનું સેવન કરો.
- વજન ઘટાડતો આહાર પ્રોટિનથી ભરપૂર અને કાર્બોહાઇડ્રેટ તથા ચરબીમાં ઓછો હોવો જ જોઇએ.
સ્ત્રોત: Mayo Clinic
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.