વ્યક્તિ જન્મે છે તે ક્ષણથી ઘડપણ શરૂ થઈ જાય છે. બાળક વિકસે છે અને પરિપક્વ બનીને પુખ્ત વ્યક્તિ બને છે. એક એવો તબક્કો, જેમાં કામગીરીમાં ઘટાડો થાય છે, જે છેવટે મૃત્યુ તરફ દોરી જાય છે, તેને સામાન્યપણે ઘડપણ કહે છે.
ઘડપણની પ્રક્રિયા દરમિયાન થતા કેટલાક પરિવર્તનો આ પ્રમાણે છે
જેમ જેમ લોકો ઘરડા થાય છે, તેમ તેમ મગજના ચેતા કોષોની સંખ્યા ધીમે ધીમે ઘટવા માંડે છે. આ ઘટાડાને સરભર કરવામાં કેટલીક ચીજો મદદરૂપ થાય છે. આ ફેરફારોને કારણે મગજ થોડું ઓછું સારું કામ કરતું થઈ શકે અને તેથી ઘરડા લોકો થોડા વધારે ધીમેથી પ્રતિક્રિયા દાખવે અને કાર્યો પણ કરે. વળી, તેમનું શબ્દભંડોળ, ટૂંકા ગાળાની યાદદાસ્ત, નવી સામગ્રી શીખવાની ક્ષમતા અને શબ્દો યાદ કરવાની ક્ષમતા ધીમે ધીમે ઘટતા જતા હોવાનું પણ તેઓ દર્શાવી શકે.
60 વર્ષ પછી, કરોડરજ્જુમાં કોષોની સંખ્યામાં ઘટાડો થવાનું શરૂ થાય છે. પરીણામે, ઘરડા લોકોને સંવેદનમાં ઘટાડો થતો જણાય. તેથી, ઘરડા લોકો ઇજા અને રોગોના વધુ ભોગ બને છે.
લોકો ઘરડા થાય છે તેમ, પ્રતિરક્ષાતંત્ર ઓછું અસરકારક બને છે. આ ઘટાડો કેન્સર જેવા રોગો અને ન્યુમોનાયા તેમજ ઇન્ફ્લુએન્ઝા જેવા ચેપો થવાનું એક કારણ પણ હોઈ શકે.
માણસોને કરડતા પ્રાણીઓમાં કૂતરાં સૌથી મોખરે છે. બીજા ક્રમે બિલાડીઓ આવે છે. બિલાડી કરડવાથી થતા ચેપનું જોખમ કૂતરું કરડવાથી થતા જોખમ કરતા ઘણું વધારે છે. અન્ય સંભવિત ડંખોમાં સાપના ડંખ અને વાંદરાંના બચકાં છે.
પ્રાણીના બચકાં અંગે એક સૌથી મોટી ચિંતા હડકવાની સંભાવના છે. કૂતરાના બચકાં હડકવાનો સૌથી સામાન્ય સ્રોત છે.
પ્રાણીનું બચકું ચામડીને ઉતરડી ના લે તો પણ, તે ચામડી નીચેના હાડકાં, સ્નાયુઓ, ટેન્ડન્સ, લિગામેન્ટ્સ અને ચેતાઓને વિદારક ઈજા પહોંચાડી શકે. જો ચામડી ઉતરડાઈ જાય તો, ચેપનું વધારાનું સંભવિત જોખમ છે.
ચેપના ચિહ્નોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
ટેન્ડન્સ કે ચેતાને થતા નુકસાનના ચિહ્નો નીચે પ્રમાણે છે:
પ્રાણી જ્યાં કરડ્યું હોય તે ભાગ મોઢામાં મુકવો નહીં. મોંઢામાં જીવાણુ હોય છે, જે ચેપ લગાડી શકે છે.
ઉપરછલ્લા ઘા
ઉપરછલ્લા ઘા માટે, સંબંધિત ભાગને સાબુ-પાણીથી અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા એન્ટિસેપ્ટિકથી અથવા દારૂથી સંપૂર્ણપણે ધોવો જોઇએ. એન્ટિબાયોટિક મલમ લગાડવો જોઇએ અને ઘાને નોનસ્ટિક બેન્ડેજથી ઢાંકવો જોઇએ.
સંબંધિત ભાગમાં નુકસાન પામેલી ચેતાઓ કે ટેન્ડન્સના ચિહ્નો જોવા માટે તેનું કાળજીપૂર્વક અવલોકન કરવું જોઇએ. ઘા એક સપ્તાહથી માંડીને 10 દિવસમાં રૂઝાઈ જવો જોઈએ. જો તેમ ના થાય તો, અથવા ચેતા અને ટેન્ડન્સને ચેપ કે નુકસાનના ચિહ્નો હોય તો, તબીબી મદદ મેળવવી જોઇએ.
લોહીની હાજરી
ચોખ્ખા, સૂકા કપડાંનો ઉપયોગ કરીને સંબંધિત ભાગ પર સીધું દબાણ કરીને તે ભાગને ઉઠાવવો જોઇએ. જો સંબંધિત ભાગમાં સક્રિયપણે લોહી નીકળતું ના હોય તો, તેને ચોખ્ખો કરવો જોઇએ નહીં. ઘાને ચોખ્ખા, જંતુમુક્ત ડ્રેસિંગથી ઢાંકી દેવો જોઇએ અને તબીબી મદદ તાત્કાલિક મેળવવી જોઇએ.
જો ઘા ચહેરા, માથા કે ડોક પર હોય તો, તબીબી મદદ તાત્કાલિક મેળવવી જોઇએસાપ ઠંડા લોહીના પ્રાણીઓ છે. આથી, તેઓ ઠંડા વાતાવરણમાં તેમના શરીરનું તાપમાન વધારી શકતા નથી અને સક્રિય રહી શકતા નથી. તેઓ 25-32˚ સેન્ટીગ્રેટ તાપમાને સૌથી સક્રિય હોય છે.
ઝેરી સાપના ડંખોની વિવિધ અસરો છે - સામાન્ય દંશવાળા ઘાથી માંડીને જીવલેણ બિમારી અને મૃત્યુ. ઝેરી સાપના ડંખ પછીના તારણો ગેરમાર્ગે દોરનારા હોઈ શકે છે. શિકાર પ્રારંભમાં કોઈ નોંધપાત્ર ચિહ્નો બતાવતો નથી અને પછી એકાએક શ્વાસોશ્વાસમાં તકલીફ થાય છે અને શૉક (રૂધિરાભિસરણતંત્રની નિષ્ફળતા)ની સ્થિતિ સર્જાય છે.
સાપના ઝેરના ચિહ્નો અને લક્ષણોને કેટલીક મુખ્ય શ્રેણીઓમાં વિભાજી શકાય:
સાપ બિન-ઝેરી છે તેવી હકારાત્મક જાણકારી ના હોય તો, સાપના ઝેરનો શિકાર થયેલી કોઇપણ વ્યક્તિને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ જવી જોઇએ. યાદ રાખો, સાપની પ્રજાતિની ખોટી ઓળખ જીવલેણ પુરવાર થઈ શકે છે.
વહન
હડકવાનો વિષાણુ ફોટેલી ચામડી અને નહીં તૂટેલા મ્યુકોસામાં દાખલ થઈ શકે છે. મનુષ્યોને સામાન્યપણે હડકાયા પ્રાણીઓના દંશ દ્વારા ચેપ લાગી શકે છે. દક્ષિણ અમેરિકામાં ગુફાઓમાં વસતા ચામાચીડિયાઓ આ વિષાણુનો ચેપ મનુષ્યોમાં લગાડતા હોવાનું નોંધાયું છે. તાજેતરના સાહિત્યમાં કોર્નીયલ ટ્રાંસપ્લાન્ટ મારફતે પણ હડકવાનું વહન થતું હોવાનું નોંધાયું છે.
નિદાનશાસ્ત્ર
દંશ દ્વારા દાખલ થયેલા વિષાણુ સ્નાયુના તંતુઓમાં સ્થાનિક સ્તરે બહુગુણિત થાય છે. તે ન્યૂરોમસ્ક્યુલર અને ન્યૂરોટેન્ડિનલ સ્પિન્ડલ્સમાં એકઠા થાય છે અને અમુક દિવસો કે સપ્તાહોના અચોક્કસ અંતરાલ પછી પેરિફેરલ ચેતાઓમાં પ્રવેશે છે. અને છેલ્લે, તે સીએનએસમાં જાય છે, જ્યાં તે સીએસએફ દ્વારા ફેલાય છે.
પેરિફેરલ ચેતામાં દાખલ થયા પછી, હડકવાના વિષાણુ ડોર્સલ રૂટ ગેંગ્લીઓનને બાદ કરતા હ્યુમોરલ ડીફેન્સીઝ (એન્ટિબોડીઝ)ની પહોંચ બહાર હોય છે.
નિદાનાત્મક લક્ષણો:
ઉદ્ભવ ગાળો 4 દિવસથી માંડીને કેટલાક વર્ષો છે. જોકે, 90 ટકા કેસોમાં 30થી 90 દિવસોની સરેરાશ છે. ઉદ્ભવ ગાળો ચહેરા પરના દંશના કેસોમાં ટૂંકો (સરેરાશ 35 દિવસ), જ્યારે હાથ-પગમાં વધારે (સરેરાશ 52 દિવસ) હોય છે.
લક્ષણો
હડકવાનો આ સૌથી સામાન્ય પ્રકાર છે, જેમાં હાઈ મોટર એક્ટિવિટી, તાણ, ખેંચ અને શ્વાસ ચડે છે. ગળામાં ખેંચને કારણે દર્દી કશું ગળી શકતો નથી. હાઇડ્રોફોબીયા (પાણીનો ડર) પછી એરોફોબીયા અને લાળ પડવાનું પ્રમાણ વધે છે.
પક્ષઘાત હડકવા
હડકવાના આ પ્રકારના વીસ ટકા કેસો જોવા મળે છે. તેના નોંધપાત્ર લક્ષણોમાં હાથ-પગના જે ભાગે દંશ હોય ત્યાંથી શરૂ કરીને તે અંગોનો પક્ષાઘાત જોવા મળે છે. પક્ષઘાત હડકવાનું મોટેભાગે એન્સેફેલાઇટિસ તરીકે ખોટું નિદાન થાય છે.
લૂ લાગવી (સન સ્ટ્રોક) એ એક જીવલેણ પરિસ્થિતિ છે, જેમાં શરીરની ગરમીનું નિયમન કરતી વ્યવસ્થા ઊંચા તાપમાનના સંપર્કને કારણે નિષ્ફળ જાય છે. અતિશય પ્રવૃત્તિને કારણે અથવા અત્યંત ગરમીને કારણે જ્યારે શરીર વધુ પડતી ગરમીમાંથી છૂટકારો મેળવી શકતું નથી ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. ઊંચુ તાપમાન શરીરના મુખ્ય અંગોની કામગીરી નિષ્ફળ બનાવે છે.
હાર્ટસ્ટ્રોક હ્રદય સંબંધિત સમસ્યાઓમાં સૌથી તીવ્ર છે અને તે મોટેભાગે ગરમ વાતાવરણમાં પૂરતા પ્રમાણમાં પ્રવાહી લીધા વિના કસરત કે ભારે કામ કરવાથી થાય છે.કોઇપણ વ્યક્તિને લૂ લાગી શકે છે, તેમ છતાં કેટલાક લોકોને લૂ લાગવાની વધારે સંભાવના છે. તેમાં બાળકો, પહેલવાનો, ડાયબીટીસના દર્દીઓ, દારૂના વ્યસનીઓ તેમજ જે લોકો અત્યંત ગરમી કે સૂર્યના તાપથી ટેવાયેલા નથી તેમનો સમાવેશ થાય છે. કેટલીક દવાઓ પણ વ્યક્તિ પર સન સ્ટ્રોકનો ભોગ બનવાનું જોખમ વધારે છે.
લૂ લાગવાનું મુખ્ય ચિહ્ન છે શરીરનું નોંધપાત્ર રીતે વધેલું (104˚ ફેરનહીટ કરતા વધારે) તાપમાન, જેમાં વ્યક્તિની માનસિક સ્થિતિમાં ફેરફારો થાય છે, જે વ્યક્તિત્વના ફેરફારોથી માંડીને ગુંચવાડો અને બેભાન અવસ્થા સુધીના હોય છે. દર્દીની ચામડી ગરમ અને સૂકી હોય છે, તેમ છતાં જો પરિશ્રમને કારણે લૂ લાગે તો, ચામડી ભેજવાળી હોઈ શકે છે.
અન્ય ચિહ્નો અને લક્ષણોમાં નીચેની બાબતોનો સમાવેશ થઈ શકે:
મૂર્છા આવવી, જે ઘરડા લોકોમાં પ્રથમ ચિહ્ન છે.
લૂ લાગતી અટકાવવા, જ્યારે પણ ઘરની બહાર પ્રવૃત્તિ કરો ત્યારે, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવો અને શરીરનું તાપમાન સામાન્ય તાપમાન જેટલું જાળવી રાખો. દારૂ અને કેફીનથી દૂર રહો, કારણ કે તે નિર્જળીકરણ કરે છે. આછા રંગવાળા અને ઢીલા વસ્ત્રો પહેરો, સમયાંતરે પાણી પીવા વિરામ રાખો અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખો.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/8/2020