অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પરોપજીવી કૃમિ ચેપ

વર્ણન

નીમેટોડ ચેપથી પણ ઓળખાય છે
  • પરોપજીવીઓ એવા સજીવો છે, જે એક યજમાન પર આક્રમણ કરે છે, તેની સાથે બાહ્ય રીતે તેમજ આંતરિક રીતે (પેશીઓ અને અંગો સાથે) ચોંટે છે અને યજમાનના શરીરમાંથી પોષક તત્વો શોષે છે. કેટલાક પરોપવજીવી, જેમ કે ચોક્કસ પ્રકારના કૃમિ અંતે યજમાનોને નબળા પાડે છે અને તેમને રોગિષ્ઠ બનાવે છે.
  • કૃમિ (નીમેટોડ્સ) લાંબા, નગ્ન અને અસ્થિવિહોણા સજીવો છે, જે તેમની સંતતિને ઇંડા અથવા સીસ્ટથી લાર્વા (નવા સેવાયેલા કૃમિ)ના તબક્કા સુધી લઈ જાય છે અને તેઓ ચામડી, સ્નાયુ, ફેફસા કે આંતરડું (પાચનમાર્ગ) જેવા શરીરના જે ભાગને ચેપ લગાડે છે તેની પેશીઓમાં કૃમિ સ્વરૂપે પુખ્ત થાય છે.

લક્ષણો

કૃમિ જ્યાં વસે છે તે જગ્યાના આધારે લક્ષણો નક્કી થાય છે
  • કોઇ લક્ષણો નથી અથવા અત્યંત થોડા.
  • લક્ષણો તાત્કાલિકપણે જોવા મળે અથવા વીસ કરતા વધારે વર્ષો પણ થાય.
  • ક્યારેક કૃમિઓ મળ સાથે પૂરેપુરા બહાર નીકળે છે તો ક્યારેક ટુકડાઓમાં નીકળે છે.
  • પાચનમાર્ગ : (જઠર, નાનુ આંતરડું, યકૃત, મોટું આંતરડું અને મળાશય)માં આંત્રકૃમિને કારણે પેઢુમાં દુખાવો, નબળાઈ, ઝાડા, ભૂખ મરી જવી, વજનમાં ઘટાડો, ઉલ્ટી, એનીમીયા, વિટામિન બી 12, લોહ જેવા ખનીજો, ચરબી અને પ્રોટિનની ઉણપો સાથેનું કુપોષણ થાય છે. પિનવર્મના ચેપમાં ગુદા અને યોનિની આસપાસ ખંજવાળ, ઉંઘવામાં મુશ્કેલી, પથારીમાં પેશાબ અને પેઢુમાં દુખાવો જોવા મળે છે.
  • ચામડી – ફોડકીઓ, વેસિકલ્સના નામે ઓળખાતી પ્રવાહી ભરેલી કોથળીઓ, ચહેરા પર ખાસ કરીને આંખોની આસપાસ અત્યંત સોજો.
  • એલર્જિક પ્રતિક્રિયાઓ – ચામડી પર અળાઈ, ખંજવાળ અને ગુદાની આસપાસ ખંજવાળ
  • યકૃતકૃમિ: મોટું થયેલું પોચું યકૃત, તાવ, પેઢુમાં દુખાવો, ઝાડા, પીળાશ પડતી ચામડી
  • લસિકા ગ્રંથિની સંડોવણી – હાથીની જેમ સૂઝેલા પગ કે વૃષણો.

કારણો

1.ટિશ્યૂ નીમેટોડ્સ અથવા ગોળકૃમિ
2.આંત્રકૃમિ
એસ્કેરીયાસિસ (ગોળકૃમિ) – એસ્કેરિસ કૃમિના મળમાં ઇંડા જોવા મળે છે અને મનુષ્યો ચેપવાળી જમીન\શાકભાજી દ્વારા તેમને અકસ્માતપણે ગ્રહણ કરે છે. આ કૃમિ આંતરડામાં વૃદ્ધિ પામી શકે છે અને લોહી દ્વારા સ્થળાંતરિત થઇને ફેફસા જેવા અન્ય સ્થળોએ પહોંચે છે. તેઓ વૃદ્ધિ પામીને 40 સેમી સુધી લાંબા થઈ શકે છે.

 

3.પટ્ટીકૃમિ
આ કૃમિઓ અસંખ્ય ખંડો ધરાવે છે. તેઓ મોટેભાગે પાચનમાર્ગ પર આક્રમણ કરે છે, જ્યાં તેઓ તેમના યજમાનમાંથી પોષણ મેળવે છે.
4.ફાઇલેરીયાસિસ
ચામડી અને લસિકા પેશી પર આક્રમણ કરતા કૃમિઓનું વૈવિધ્યપૂર્ણ જૂથ.

જોખમરૂપ પરિબળો

  • પાણીમાં મળનું પ્રદૂષણ
  • બિનઆરોગ્યપ્રદ સ્થિતિઓ
  • કાચાં કે અડધાં-પડધાં રાંધેલાં માંસ કે માછલી ખાવી
  • ચુસ્ત બિન-આરોગ્યપ્રદ સ્થિતિઓમાં પ્રાણીઓને રાખવા
  • ઉંદર કે જીવડાંનો ઉપદ્રવ
  • અપોષિત કે રોગિષ્ઠ વ્યક્તિઓ
  • મચ્છર કે માખીનો ભારે ઉપદ્રવ
  • એવા મેદાનો જ્યાં બાળકો માટી ખાઈ શકે અથવા તેના સંપર્કમાં આવી શકે

સરળ ઇલાજો

  • પ્રવાહી
  • આરામ
  • કુટુંબના તમામ સભ્યોની તપાસ અને સારવાર થવી જોઇએ.
  • સારવાર પૂરી થાય ત્યાં સુધી આંતરવસ્ત્રો, કપડાં અને ચાદરો ગરમ પાણીમાં ધોવા જોઇએ.
  • હંમેશાં હાથ ધુઓ. અડધાં પડધાં રાંધેલા કે કાચા ખોરાકને ટાળો. શાકભાજી અને ફળો ધુઓ અને પીતાં પહેલાં પાણી ઉકાળો.

સ્ત્રોત: Mayo Clinic

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate