અલ્સર શું છે ?
પાચનમાર્ગની દીવાલો પર થતા ચાંદાને અલ્સર કહે છે. અલ્સર મોટેભાગે પક્વાશય (આંતરડાનો પ્રથમ ભાગ)માં સામાન્યપણે સૌથી વધુ પ્રમાણમાં થાય છે. બીજો સૌથી સામાન્ય ભાગ જઠર (ગેસ્ટ્રિક અલ્સર) છે.
અલ્સરના કારણો શું છે ?
- હેલિકોબેક્ટર પાઇલેરી નામના જીવાણુ ઘણા અલ્સર માટે કારણરૂપ છે.
- જઠર દ્વાર બનતા એસિડ અને અન્ય સ્ત્રાવ પાચનમાર્ગની દીવાલોને બાળીને અલ્સર સર્જે છે. જ્યારે શરીર વધારે પડતો એસિડ પેદા કરે છે અથવા તો પાચનમાર્ગની દીવાલોને કોઇક રીતે નુકસાન થાય છે ત્યારે આ સ્થિતિ સર્જાય છે.
- જેને અલ્સર હોય તે વ્યક્તિના અલ્સરમાં શારીરિક કે માનસિક તનાવ વધારો કરે છે.
- અલ્સર કેટલીક પીડાશામક દવાઓના સતત ઉપયોગથી પણ થઈ શકે છે .
અલ્સરના સંભવિત ચિહ્નો
- જ્યારે તમે ખાવ કે પીવો ત્યારે તમને સારું લાગે અને 1 કે 2 કલાક પછી સારું ના લાગે (પક્વાશયનું અલ્સર)
- તમે ખાવ કે પીવો ત્યારે તમને સારું ના લાગે (ગેસ્ટ્રિક અલ્સર)
- તમને રાત્રે પણ જગાડે તેવો જઠરનો દુખાવો
- જઠરમાં ભારેપણાની લાગણી, ફૂલી જવું, બળતરા થવી કે કંટાળાજનક પીડા
- ઉલ્ટી
- અનઅપેક્ષિત વજન ઘટાડો
સંચાલન માટે સરળ સૂચનો
- ધૂમ્રપાન કરશો નહીં
- ડૉક્ટર સૂચવે નહીં ત્યાં સુધી સોજા-વિરોધી કોઈપણ દવા લેશો નહીં
- કેફીન અને દારૂ ટાળો
- જો મરીમસાલાવાળા આહારથી છાતીમાં બળતું હોય તો એવો આહાર ટાળો
તમારું અલ્સર વણસી રહ્યું હોવાના ચેતવણીરૂપ સંકેતો
- તમે ઉલ્ટી કરો
- કલાકો કે દિવસો પહેલાં લીધેલા ખોરાકની તમે ઉલ્ટી કરો.
- તમે અસામાન્યપણે નબળાઈ અનુભવો અથવા ચક્કર આવે.
- તમારા મળમાં લોહી હોય (લોહીને કારણે તમારો મળ કાળો અથવા ટાર જેવો જણાય))
- તમને સતત ઉબકા આવે કે સતત ઉલ્ટી થાય
- તમને અચાનક, તીવ્ર દુખાવો થાય
- તમારું વજન ઓછું થવા માંડે
- તમે દવા લો તો પણ તમારી પીડા ઘટે નહીં
- તમારી પીઠ સુધી દુખાવો પહોંચે
સ્ત્રોત: Mayo Clinic
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.