આર્થોસ્કોપી એ સર્જિકલ પ્રોસીજર છે. જોઇન્ટ્સની અંદરના પ્રોબ્લેમ્સના નિદાન અને ટ્રીટમેન્ટ માટે એનો ઉપયોગ થાય છે. તમારા જોઇન્ટમાં બળતરા થાય, જોઇન્ટમાં ઇન્જરી થાય કે કોઈ રીતે એને નુકસાન થાય ત્યારે તમારો ડૉક્ટર એ રેકમન્ડ કરે છે. તમે કોઈ પણ જોઇન્ટ પર આર્થોસ્કોપી કરી શકો છો. સામાન્ય રીતે ઘૂંટણ, ખભા, કોણી કે કાંડાના ભાગે એ કરવામાં આવે છે.
તમે ઓપરેશન કર્યું હોય એ જ દિવસે ઘરે જઈ શકો છો. એનેસ્થેશિયા કયા પ્રકારનું રહેશે એનો આધાર જોઇન્ટ કયું છે અને તમારા સર્જનને પ્રોબ્લેમ શું લાગે છે એના પર છે. જે એરિયા પર સર્જરી કરવાની હોય એટલો જ ભાગ પણ નમ્બ કરી શકાય છે.
તમારો ડૉક્ટર સ્મોલ કટ દ્વારા સ્પેશિયલ પેન્સિલ જેટલાં પાતળાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્સર્ટ કરશે. જેની સાઇઝ બટન જેટલી હશે. તે આર્થોસ્કોપ નામના ટૂલનો ઉપયોગ કરશે કે જેમાં કેમેરા લેન્સ અને લાઇટ હોય છે. એનાથી એક્સપર્ટ જોઇન્ટની અંદરની સ્થિતિ જોઈ શકશે.
ડૉક્ટર જોઇન્ટની અંદરની સ્થિતિ જોશે, પ્રોબ્લેમ ડાયગ્નોઇઝ કરશે અને નક્કી કરશે કે, વ્યક્તિને કયા પ્રકારની સર્જરીની જરૂર છે. જો તમારા ડૉક્ટરને લાગે કે, તમને ટ્રેડિશનલ ઓપન સર્જરીની જરૂર છે તો તે એ કરશે.
સર્જરી બાદ કદાચ જોઇન્ટમાં થોડો દુ:ખાવો થશે. તમારો ડૉક્ટર પેઇન મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરી શકે છે. તે લોહી ગંઠાઈ ન જાય એના માટે પણ દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી શકે છે.
સ્ત્રોત: નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/20/2020