એન્ટી ઇન્ફ્લેમેટરી દવાઓ [NSAIDS]
- ડાઇક્લોફેનાક, ઇન્ડૉમેથાસીન, નિમેસ્યુલાઇડ, નેપરોક્સેન, ઇટોરીકોક્સીબ વગેરે આ પ્રકારની દવાઓ છે.
- આ દવા શરીરની અંદર ઇન્ફ્લેમેશન ( સોજો તથા દુખાવો ) ઓછું કરે છે.
- બિમારી કાબુમાં લાવતી દવાઓ કામ કરે ત્યાં સુધી આ દવાઓ પીડામાં રાહત આપે છે.
- આ દવાઓની માત્રા શક્ય હોય તેટલી નાની રાખવામાં આવે છે.
- આ દવાઓ જમ્યા પછી જ લેવી જોઇએ તથા સમયાંતરે કીડનીની તપાસ કરવી જોઇએ.
નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો.
- પેટમાં દુખાવો થવો, એસીડીટી / બળતરા થવી.
- આખા શરીર ઉપર સોજો આવવો / પગના પંજામાં સોજા આવવા.
- શ્વાસ ચડવો.
સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/17/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.